કેન્દ્ર સરકારે આપ્યો કેજરીવાલ સરકારને મોટો આંચકો, ડોર સ્ટેપ રેશન યોજના પર રોક લગાવાઈ

અરવિંદ Kejriwalને મોટો આંચકો આપતા કેન્દ્ર સરકારે દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ) સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી ડોર સ્ટેપ રેશન યોજનાને બંધ કરી દીધી છે.

કેન્દ્ર સરકારે આપ્યો કેજરીવાલ સરકારને મોટો આંચકો, ડોર સ્ટેપ રેશન યોજના પર રોક લગાવાઈ
CM Arvind Kejriwal (File Photo)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 19, 2021 | 6:27 PM

અરવિંદ Kejriwalને મોટો આંચકો આપતા કેન્દ્ર સરકારે દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ) સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી ડોર સ્ટેપ રેશન યોજનાને બંધ કરી દીધી છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારના ખાદ્ય પુરવઠા સચિવને લખેલા પત્રમાં લખ્યું છે કે આ યોજના શરૂ થવી જોઈએ નહીં. Kejriwal સરકારે પણ આ યોજના માટે ટેન્ડર બહાર પાડ્યું હતું અને 25 માર્ચથી તેનું લોકાર્પણ થવાનું હતું. કેન્દ્રના આ પગલા બાદ આપે પૂછ્યું છે કે મોદી સરકાર રેશન માફિયાઓને નાબૂદ કરવા વિરુદ્ધ કેમ છે?

દિલ્હી સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદન અનુસાર કેન્દ્ર સરકારે દિલ્હીમાં 25 માર્ચે શરૂ થનારી ડોરસ્ટોપ રેશન યોજના પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રએ કહ્યું છે કે તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાજ્યોને રેશન પૂરું પાડે છે, તેથી તેમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. મળતી માહિતી મુજબ દિલ્હી સરકારે ગયા સપ્તાહે 25 માર્ચથી દિલ્હીમાં રેશનની ડોર સ્ટેપ ડિલિવરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સીમાપુરી વર્તુળમાં 100 ઘરોને રેશન પહોંચાડવાની સાથે “મુખ્યમંત્રી ઘર-ઘર રેશન યોજના”નું ઉદ્ઘાટન કરવાના હતા અને બાકીના સર્કલમાં આ યોજના 1 એપ્રિલથી શરૂ થવાની હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આપ સરકારનો દાવો છે કે એકવાર રેશનની ડોર સ્ટેપ ડિલિવરી સિસ્ટમ શરૂ થઈ જાય તો તે રાજધાનીમાં રેશનના અનાજની કાળા બજારી બંધ કરવામાં અને રેશન માફિયાઓને ખતમ કરવામાં મદદ થશે. આ યોજના વહેલી શરૂ થવાની હતી, પરંતુ રેશનની દુકાનોમાં બાયોમેટ્રિક મશીનો ન લગાવવાને કારણે આ યોજનામાં વિલંબ થયો હતો. જો કે ઘરોને રેશન આપવાની યોજના અંગે સરકાર દ્વારા પહેલેથી જ એક એક્શન પ્લાન જારી કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે  મુખ્યમંત્રી Kejriwalની ડોર-ટુ-ડોર રેશન યોજના હેઠળ દિલ્હીની તમામ 70 વિધાનસભાઓમાં લગભગ 17 લાખ લોકોના ઘરોને રેશન આપવાની યોજના હતી. આમાં જે લોકો દુકાનોમાંથી રેશન મેળવવા માંગે છે તો તેઓ તેને ચાલુ રાખી શકે છે. આ અંતર્ગત દિલ્હી સરકાર વતી ઘઉંના સ્થાને લોકોને લોટ આપવાનો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને એલજી વચ્ચે સતત ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેમાં હાલમાં દિલ્હી સરકારની સત્તા પર અંકુશ મૂકવાના ભાગરૂપે હાલમાં જ એક બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. જેને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર આમને સામને આવ્યા છે.

આ પણ વાંચો: જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનના ગ્રાન્ડ રિસેપ્શનના ફોટો આવ્યા સામે, જુઓ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">