Surat : ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાકી રહેલા કારીગરોને 10 દિવસમાં વેક્સીન લેવા સૂચના, ઔધોગિક સંસ્થાઓને અપાઈ જવાબદારી

આવતા અઠવાડિયા કોર્પોરેશન દ્વારા ફરી એક વખત રસીકરણને લઈને મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. આ મામલે પાલિકા પહેલા પણ નોક ઘી ડોર કેમપેઇન, ફ્રી ખાદ્ય તેલ આપવાની સ્કીમ જેવા પ્રયોગો કરી ચુકી છે. ત્યારે બીજા ડોઝનો ટાર્ગેટ પણ 100 ટકા પૂર્ણ કરવા મનપા કટિબદ્ધ છે. 

Surat : ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાકી રહેલા કારીગરોને 10 દિવસમાં વેક્સીન લેવા સૂચના, ઔધોગિક સંસ્થાઓને અપાઈ જવાબદારી
Vaccination in Industrial area
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 5:24 PM

કોરોનાની બીજી લહેર (Second  Wave )પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે ઓમિક્રોન (Omicron )નામના નવા વેરિએન્ટે લોકોની અને સાથે સાથે સુરત મહાનગરપાલિકા તંત્રની પણ ચિંતા વધારી દીધી છે. વિદેશમાં કેસ વધવાની સાથે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સુરત ઔદ્યોગિક વિસ્તરણમાં નિયમોનું પાલન કરવાની સાથે વહીવટીતંત્રે દરેકને રસી લગાવવા સૂચના આપી છે. 

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સુરતમાં 100% પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી ઘણા લોકોએ હજી સુધી બીજી ડોઝનું વેક્સિનેશન લીધું નથી. તેમાં પણ સૌથી વધારે ઔદ્યોગિક વિસ્તારો અને એકમોમાં કામ કરતા કારીગરો – અને સંચાલકોનો સમાવેશ થાય છે.

કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વહીવટીતંત્ર એડી ચોટીનું જોર લગાવીને ફરી એકવાર લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઉદ્યોગ સંગઠનો પર પણ અંકુશ રાખવામાં આવ્યો નથી. દિવાળી અને લગ્નમાં હાજરી આપીને ઘણા કારીગરો પોતાના વતનથી  સુરત પરત ફર્યા છે. આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં કામદારો સુરત પરત ફરશે, આવી સ્થિતિમાં તેમના રસીકરણની જવાબદારી ઔદ્યોગિક સંસ્થાઓને સોંપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ સંદર્ભમાં સચિન ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના આગેવાને જણાવ્યું હતું કે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા કારીગરો-ઉદ્યોગકારોને રસી અપાવવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રે બીજા ડોઝથી વંચિત લોકોને 10 દિવસમાં ફરજિયાત રસી લેવાનો આદેશ આપ્યો છે. તેમજ જે યુનિટમાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યાં ફૂલ રસીકરણની પ્લેટ મુકવાનું કહેવામાં આવ્યું. 10 દિવસ પછી જો રસીકરણ યુનિટમાં રહેશે તો કાર્યવાહી કરવામાં આવશે.

આમ, શાળા કોલેજો, સરકારી કચેરીઓ, અન્ય જાહેર સ્થળો પર ફરજીયાત વેક્સિનેશનની કામગીરી પર ભાર મુખ્ય બાદ હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ મહાનગરપાલિકાએ 10 દિવસમાં બાકી રહેલા કારીગરોને વેક્સીન લઇ લેવા સૂચના આપી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ ઓમીક્રોનથી કોઈ ખતરો નથી. પણ તેનો મતલબ એ નથી કે નચિંત થઇ જવાય.

આવતા અઠવાડિયા કોર્પોરેશન દ્વારા ફરી એકવખત રસીકરણને લઈને મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. આ મામલે પાલિકા પહેલા પણ નોક ઘી ડોર કેમપેઇન, ફ્રી ખાદ્ય તેલ આપવાની સ્કીમ જેવા પ્રયોગો કરી ચુકી છે. ત્યારે બીજા ડોઝનો ટાર્ગેટ પણ 100 ટકા પૂર્ણ કરવા મનપા કટિબદ્ધ છે.

આ પણ વાંચો : Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ

આ પણ વાંચો : Surat : જુલાઈ 2022થી પ્લાસ્ટિકની થેલી 120 માઇક્રોનથી ઓછી નહીં ચાલે, થર્મોકોલ પર પ્રતિબંધ આવશે

g clip-path="url(#clip0_868_265)">