વિશ્વમાં મંકીપોક્સના નોંધાયેલા કુલ કેસના 95 ટકા કેસ યુરોપ અને અમેરિકામાં, ભારતમાં પણ પ્રવેશ્યો રોગ !

|

Jul 28, 2022 | 7:50 AM

Monkeypox : અમેરિકામાં મંકીપોક્સના 70 ટકા કેસ છે, જ્યારે યુરોપમાં તેના 25 ટકા કેસ નોંધાયા છે. ભારતમાં પણ મંકીપોક્સના અત્યાર સુધીમાં 4 કેસની પુષ્ટિ થઈ છે.

વિશ્વમાં મંકીપોક્સના નોંધાયેલા કુલ કેસના 95 ટકા કેસ યુરોપ અને અમેરિકામાં, ભારતમાં પણ પ્રવેશ્યો રોગ !
Monkeypox (symbolic image)

Follow us on

હાલના દિવસોમાં દુનિયામાં મંકીપોક્સ (Monkeypox) ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંકીપોક્સના કેસ અત્યાર સુધીમાં 78 થી વધુ દેશોમાં સામે આવ્યા છે. વિશ્વના વિવિધ દેશોમાં 18000 થી વધુ મંકીપોક્સના કેસ હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ દાવો કર્યો છે કે મંકીપોક્સના કેસ અમેરિકા (United States) અને યુરોપમાં (Europe) સૌથી વધુ છે. આ બે યુરોપ અને અમેરિકામાં જ વિશ્વના કુલ કેસમાંથી 95 ટકા કેસ નોંધાયા છે. અમેરિકામાં મંકીપોક્સના 70 ટકા કેસ છે, જ્યારે યુરોપમાં તેના 25 ટકા કેસ નોંધાયા છે.

મંકીપોક્સના મામલાઓને લગતી માહિતી વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ દ્વારા આપવામાં આવી છે. તેમણે બુધવારે વૈશ્વિક સલાહ આપી હતી કે જે પુરૂષોને મંકીપોક્સ થવાનું જોખમ હોય તેઓએ હાલ માટે જાતીય સંબધ મર્યાદિત કરવાનું વિચારવું જોઈએ. યુનાઇટેડ નેશન્સ એજન્સી WHO એ તાજેતરમાં ઘણા દેશોમાં મંકીપોક્સના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે.

લોકો પોતાની સંભાળ રાખે

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે મે મહિનામાં મંકીપોક્સનો પ્રકોપ શરૂ થયો ત્યારથી, તેનાથી સંક્રમિત 98 ટકા લોકો ‘ગે’, ‘બાયસેક્સ્યુઅલ’ અને અન્ય એવા પુરુષો છે કે જેઓ પુરુષો સાથે શારીરિક સંબંધો ધરાવે છે. તેમણે ડેન્જર ઝોનમાં આવતા લોકોને પોતાની સુરક્ષા માટે પગલાં ભરવાની અપીલ કરી છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ચેપગ્રસ્તને અલગ કરો: WHO

WHOના વડાએ કહ્યું, ‘આનો અર્થ એ છે કે જે પુરૂષો સાથે સેક્સ કરે છે તેમણે પોતાના અને અન્ય લોકો માટે સુરક્ષિત પસંદગી કરવી જોઈએ. આમાં હાલના સમય માટે શારીરિક સંપર્કની સંખ્યા ઘટાડવાનો સમાવેશ થાય છે.’ ટેડ્રોસે કહ્યું કે ચેપગ્રસ્ત વ્યક્તિઓને અલગ રાખવા જોઈએ, શારીરિક સંપર્ક સાથે સંકળાયેલા મેળાવડા ટાળવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે જેમ આપણે કોવિડ-19ના કિસ્સામાં જોયું છે, સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત ખોટી માહિતી ઝડપથી ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં, અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટેક કંપનીઓ અને સમાચાર સંસ્થાઓને મંકીપોક્સ સંબંધિત ખોટી માહિતીને રોકવા માટે આ બાબતે અમારી સાથે કામ કરવા માટે કહીશું.

ભારતમાં 4 કેસની પુષ્ટિ થઈ છે

આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના 4 કેસની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં મંકીપોક્સનો એક અને કેરળમાં 3 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે મંકીપોક્સના દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકો માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. આમાં 21 દિવસની ક્વોરોન્ટાઈન, માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા, ઘાને સંપૂર્ણ રીતે ઢાંકીને રાખવા અને તે સંપૂર્ણપણે સાજા થાય તેની રાહ જોવાનો સમાવેશ થાય છે.

Next Article