અમેરીકામાં Omicron Variant થી ખળભળાટ, અત્યાર સુધીમાં આ ખતરનાક વેરિયન્ટના 8 કેસ નોંધાયા

વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા અમેરીકી નાગરિકો માટે નવા ટેસ્ટિંગ નિયમો આવતા અઠવાડિયાની શરૂઆતથી લાગુ કરવામાં આવશે.

અમેરીકામાં Omicron Variant થી ખળભળાટ, અત્યાર સુધીમાં આ ખતરનાક વેરિયન્ટના 8 કેસ નોંધાયા
Omicron cases in America
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:12 PM

કોરોના વાયરસના (Corona Virus) નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિએન્ટને (Omicron Variant) કારણે દુનિયામાં હલચલ મચી ગઈ છે. અત્યાર સુધી 25 દેશોમાં આ વેરિએન્ટના કેસ જોવા મળ્યા છે. અમેરિકામાં (America) અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8 કેસ મળી આવ્યા છે. પ્રથમ કેસ કેલિફોર્નિયામાં (California) જોવા મળ્યો હતો જ્યારે ગુરુવારે ન્યૂયોર્કમાં (New York) ઓમિક્રોનના 5 કેસ જોવા મળ્યા હતા. અમેરિકન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ન્યૂયોર્કમાં ઓમિક્રોન કોરોના વાયરસ વેરિએન્ટના 5 કેસની પુષ્ટિ થઈ છે. અગાઉ, કોલોરાડો અને મિનેસોટામાં ઓમિક્રોન વેરિઅન્ટનો એક-એક કેસ જોવા મળ્યો હતો.

બુધવારે રાત્રે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (USCDCP) દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી. યુએસસીડીસીપીએ જણાવ્યું હતું કે જે દર્દીઓમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી તેઓ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા હતા. આમાંથી ત્રણ દર્દીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા. જો કે, તે બધા હજુ પણ ઓમિક્રોનના હળવા લક્ષણો દર્શાવે છે. જે બાદ તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

અમેરીકાએ પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોવિડ-19 માટે પરીક્ષણ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આવતા અઠવાડિયાથી કોરોનાની તપાસ સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે. અમેરીકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ રસીના બંને ડોઝ લીધા હોય તો પણ મુસાફરી શરૂ કરવાના એક દિવસ પહેલા કોવિડ -19 માટે પરીક્ષણ કરાવવું પડશે. જ્યારે અગાઉ તપાસ રિપોર્ટ ત્રણ દિવસમાં એટલે કે 72 કલાકમાં દર્શાવવો ફરજિયાત હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સિવાય વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશીઓ અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરતા અમેરીકી નાગરિકો માટે નવા ટેસ્ટિંગ નિયમો આવતા અઠવાડિયાની શરૂઆતથી લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો –

ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું

આ પણ વાંચો –

Crime: એક મદરેસા શિક્ષક છ વર્ષની માસૂમ સાથે કરતો હતો અશ્લીલ હરકતો, માતાને વર્ણવી અપરાધીની કાળી કરતૂત

આ પણ વાંચો –

IND vs NZ: બીજી ટેસ્ટ મેચની શરુઆત પહેલા જ સંકટમાં ટીમ ઇન્ડિયા, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત અને રહાણે બહાર

g clip-path="url(#clip0_868_265)">