AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: સાત વર્ષની Ukraineની છોકરીનો જન્મદિવસ શરણાર્થી શિબિરમાં ઉજવાયો, જુઓ વીડિયો

રોમાનિયાના એક શરણાર્થી શિબિરમાં સ્વયંસેવકોએ 7 વર્ષની બાળકીનો જન્મદિવસ ઉજવ્યો. હ્રદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Russia-Ukraine War: સાત વર્ષની Ukraineની છોકરીનો જન્મદિવસ શરણાર્થી શિબિરમાં ઉજવાયો, જુઓ વીડિયો
સાત વર્ષની Ukraineછોકરીનો જન્મદિવસ શરણાર્થી શિબિરમાં ઉજવાયોImage Credit source: itv.com
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 4:45 PM
Share

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન (Russia-Ukraine) વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે અને હવે યુક્રેનમાં વિનાશના દ્રશ્યો સર્જાયા છે. રશિયાના હુમલાથી યુક્રેનના લોકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને આ માહોલમાં લોકોને પોતાનો જીવ બચાવવાનો એક જ રસ્તો દેખાઈ રહ્યો છે. એ છે દેશ છોડવો. યુક્રેનમાંથી ઘણા લોકો પડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે અને પોતાનો જીવ બચાવી રહ્યા છે.

યુક્રેનથી આવતા તમામ હ્રદયદ્રાવક અને તંગદિલીભર્યા સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે ચોક્કસપણે તમારી આંખો આંસુથી ભરી દેશે.

રશિયન હુમલા પછી યુક્રેનમાંથી ભાગી ગયેલી અરિનાને રોમાનિયન શરણાર્થી શિબિરમાં સ્વયંસેવકો અને કર્મચારીઓ દ્વારા જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી. તેના પરિવાર સાથે શરણાર્થીઓ માટે કામચલાઉ તંબુમાં હતી, જ્યારે સ્વયંસેવકોએ તેને ભેટો અને ફુગ્ગાઓ વડે સ્વાગત કર્યું અને તેણીના જન્મદિવસનું ગીત ગાયું. કારણ કે દરેક વ્યક્તિ માટે આ દિવસ ખાસ હોય છે.

અરિનાનો પરિવાર સિરેટ બોર્ડર કેમ્પમાં ઘણા શરણાર્થીઓમાંનો એક છે, જ્યાં રોમાનિયા યુક્રેનની દક્ષિણપશ્ચિમ સરહદને મળે છે યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજી ફિલિપો ગ્રાન્ડેએ ટ્વીટ કર્યું કે, “યુક્રેનમાંથી 1.5 મિલિયનથી વધુ શરણાર્થીઓ 10 દિવસમાં પડોશી દેશોમાં પ્રવેશ્યા છે. 24 ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ કર્યું, ત્યારથી કુલ 9,22,400 લોકો યુક્રેનથી પોલેન્ડ ભાગી ગયા છે,

વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન (Putin) સાથે ફોન પર વાત કરી હતી. ફોન કોલ લગભગ 50 મિનિટ સુધી ચાલ્યો. બંને નેતાઓએ યુક્રેનની વિકસતી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયન ટીમો વચ્ચેની વાટાઘાટોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ રાષ્ટ્રપતિ પુતિનને તેમની ટીમો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી (President Zelensky) સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી.

આ પણ વાંચો : Russia-Ukraine War Live: રશિયન ટીમ મંત્રણાના ત્રીજા રાઉન્ડ માટે બેલારુસ જવા રવાના થઈ, રશિયાએ યુક્રેનમાં 6 માનવતાવાદી કોરિડોર ખોલ્યા

Follow Us
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
g clip-path="url(#clip0_868_265)">