Mairupol Attack: લોકો જીવ બચાવવા છુપાયા હતા તે જગ્યા પર જ રશિયાએ હુમલો કર્યો, 300 લોકોના મોતની આશંકા
Attack on Mariupol Theatre: રશિયાએ ગયા અઠવાડિયે યુક્રેનમાં એક થિયેટર પર હુમલો કર્યો હતો. જેમાં 300 લોકોના મોત થવાની આશંકા છે. યુક્રેનના અધિકારીઓએ આ જાણકારી આપી છે.
Attack on Mariupol Theatre: રશિયાએ યુક્રેન(Ukraine)ના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર મેરિયુપોલ (Attack on Mariupol)માં એક થિયેટરમાં હુમલો કર્યો, જેમાં 300 લોકોના મોતની આશંકા છે. યુક્રેનના અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી છે. રશિયા (Russia)એ ગયા અઠવાડિયે થિયેટર પર હુમલો કર્યો હતો, જ્યાં હજારો લોકોએ રશિયન હુમલાઓથી બચવા માટે આશરો લીધો હતો. મળેલી માહિતી અનુસાર, રશિયન વિમાનોના હુમલાને કારણે મેરિયુપોલના ડ્રામા થિયેટરમાં લગભગ 300 લોકોના મોત થયા છે. 24 ફેબ્રુઆરીએ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારથી પૂર્વ યુરોપીય દેશ યુક્રેનમાં ભારે તબાહી મચી ગઈ છે. રશિયાના હુમલા ચાલુ છે અને યુક્રેનમાં જાનમાલનું ભયાનક નુકસાન થઈ રહ્યું છે.
આ હુમલાઓ વચ્ચે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેનને સમર્થન આપવા અને રશિયા પર પ્રતિબંધો લાદવા બદલ EU નેતાઓનો આભાર માન્યો છે. આ પ્રતિબંધોમાં રશિયાને નવી નોર્ડ સ્ટ્રીમ-2 પાઈપલાઈન દ્વારા યુરોપમાં કુદરતી ગેસ પહોંચાડવાથી રોકવાના જર્મનીના નિર્ણયનો સમાવેશ થાય છે. જોકે, ઝેલેન્સકીએ અગાઉ આ પગલાં ન લેવા પર અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આમ કરવાથી રશિયા હુમલો કરતા પહેલા બે વાર વિચારશે.
મુશ્કેલીમાં રશિયન સૈન્ય
પશ્ચિમી અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયન સેના ખોરાક, ઇંધણ અને ઠંડા હવામાનમાં તીવ્ર અછતનો સામનો કરી રહી છે. બે દિવસ પહેલા, યુક્રેનિયન નેતાઓએ રશિયા પર માનવતાવાદી સહાય કાફલાને અટકાવવાનો અને 15 બચાવ કાર્યકરો અને ડ્રાઇવરોને બંદી બનાવવાનો આરોપ મૂક્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે લગભગ 100,000 લોકો હજુ પણ સંપૂર્ણ નાકાબંધીને કારણે અને સતત ગોળાબારી હેઠળ ખોરાક, પાણી, દવા વિના અમાનવીય સ્થિતિમાં જીવી રહ્યા છે.
ઝેલેન્સકીએ રશિયા પર આરોપ લગાવ્યો
ઝેલેન્સકીએ કહ્યું હતું કે ‘અમે મેરિયુપોલના લોકો માટે એક સ્થિર માનવ કોરિડોર ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ દુર્ભાગ્યવશ અમારા લગભગ તમામ પ્રયાસો રશિયન ગોળીબાર અથવા ઇરાદાપૂર્વક હિંસક પ્રવૃત્તિઓ દ્વારા નિષ્ફળ ગયા છે.’ એમ પણ કહ્યું કે માનવતાવાદી સહાય કાફલો શહેરમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે અટકાવવામાં આવ્યો હતો. યુદ્ધ પહેલા, બંદરગાહ શહેર મેરિયુપોલની વસ્તી 430,000 હતી.
આ પણ વાંચો : ચીનના વિદેશ મંત્રીને મળ્યા બાદ જયશંકરે કહ્યું- 3 કલાક સુધી ચાલી વાતચીત, LAC મામલે થઈ ચર્ચા