Afghanistan: અફઘાનિસ્તાનમાં મોટો રોડ અકસ્માત, અનિયંત્રિત બસ ખીણમાં ખાબકતા 25 લોકોના મોત
આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે જેમાં 8 બાળકો અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, સર-એ-પોલ પ્રાંતના પોલીસ પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી રહી છે.

Afghanistan: અફઘાનિસ્તાનમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ અહીં ખીણમાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે, જેમાં 8 બાળકો અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, સર-એ-પોલ પ્રાંતના પોલીસ પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ માહિતી આપી કે આ અકસ્માતમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે.
આ પણ વાચો: અફઘાનિસ્તાન યુવતીઓ માટે નરક બન્યું, વિદ્યાર્થિનીઓના શિક્ષણથી તાલિબાન ચિડાયું !
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર અફઘાનિસ્તાનમાં બસ અકસ્માતમાં 9 બાળકો અને 12 મહિલાઓ સહિત 25 લોકોના મોત થયા છે. પોલીસ પ્રવક્તાએ બુધવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ ઘટના સર-એ-પુલ પ્રાંતના એક પહાડી વિસ્તારમાં બની હતી જ્યારે બસના મુસાફરો લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. સ્થાનિક પોલીસ કમાન્ડરના પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ અકસ્માત માટે બસ ડ્રાઇવરને જવાબદાર ગણાવ્યો હતો.
અફઘાનિસ્તાન યુવતીઓ માટે ‘નરક’ બન્યું
અફઘાન યુવતીઓને કોઈ ઝેર આપે કે પોતે આત્મહત્યા કરે… કોઈને વાંધો નથી. અફઘાનિસ્તાનમાં છોકરીઓની અડધા ઉપરની વસ્તી વિચારી રહી છે કે તેમના જીવવા કે મરવાથી કોઈને કોઈ ફરક પડતો નથી. એક દિવસ પહેલા આવું એક ઉદાહરણ જોવા મળ્યું હતું. શાળામાં જતી 80 માસૂમ વિદ્યાર્થીનીઓને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવું પહેલીવાર નથી બન્યું અને કદાચ છેલ્લી વાર પણ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રીતે લગભગ 10,000 છોકરીઓની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ આ બાબતે ભાગ્યે જ ઉલ્લેખ થતો હોય છે. તાલિબાનના આગમન પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. થોડા મહિના પહેલા ઈરાનમાં પણ આવું જ બન્યું હતું. જ્યારે 5000થી વધુ યુવતીઓને ઝેર આપવાનો પ્રયાસ કરાયો હતો.
તાલિબાન શાસનમાં છોકરીઓ માટે જીવવું મુશ્કેલ
વર્ષ 2021 માં, તાલિબાને ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી અને અફઘાનિસ્તાન પર કબજો કર્યો. ત્યારથી, છોકરીઓ અને મહિલાઓ માટે જીવન મુશ્કેલ બની ગયું છે. અફઘાનિસ્તાનના એક જાણીતા સામાજિક કાર્યકર્તાએ (નામ ન આપવાની શરતે) આ મુદ્દે TV9 સાથે ખુલીને વાત કરી. તે જણાવે છે કે તાલિબાન આવતાની સાથે જ, કોઈપણ કારણ વિના, સૌ પ્રથમ, તેઓએ શાળા-યુનિવર્સિટીમાં છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો. જ્યારે છેલ્લા બે દાયકાથી છોકરીઓ માટે અલગ શિક્ષણ પ્રથા ચાલી રહી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો