BREAKING NEWS : મેક્સિકોમાં 19 લોકની ગોળી મારી હત્યા કરાઈ, ડ્રગ્સ ટ્રાફિકિંગ ગેંગે ગોળીબાર કર્યો

|

Mar 28, 2022 | 5:33 PM

રવિવારે મેક્સિકોમાં ઓગણીસ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, સ્ટેટ એટર્ની જનરલ ઓફિસ (FGE) એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

BREAKING NEWS : મેક્સિકોમાં 19 લોકની ગોળી મારી હત્યા કરાઈ, ડ્રગ્સ ટ્રાફિકિંગ ગેંગે ગોળીબાર કર્યો
19 killed in shootout in central Mexico
Image Credit source: symbolic picture

Follow us on

shootout in central Mexico : ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોમાં થયેલા ગોળીબારમાં 19 લોકોના મોત થયા છે. સેન્ટ્રલ મેક્સિકો (central Mexico) માં આ ગોળીબાર થયો છે, જેમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. સેન્ટ્રલ મેક્સિકો એડમિનિસ્ટ્રેશન (Central Mexico Administration)ના નિવેદન અનુસાર, ગોળીબાર રવિવારે રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે થયો હતો. જે બાદ પોલીસે (Police) ઘટનાસ્થળને  ઘેરી લીધો છે અને મામલાની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટના અંગે હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

જવાબદાર લોકોને પકડવા માટેની કવાયત હાથ ધરી

મિચોઆકને સાર્વજનિક સુરક્ષા સચિવના કાર્યાલયે ટ્વિટર પર કહ્યું સંધીય અધિકારી આ ધટનાને અંજામ આપવામાં જવાબદાર લોકોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. અધિકારીઓએ ગોળીબારને કારણ જણાવ્યું નથી પરંતુ મિચોઆકેન અને પડોશી ગુઆનાજુઆતો મેક્સિકોના 2 રાજ્ય છે. બંન્ને રાજ્યમાં હિસાને કારણે ડ્રગ્સ ટ્રાફિકીંગ  છે. જેના કારણે બંન્ને ગેંગ વચ્ચે ગોળીબાર થયો હતો. મિચોઆકન દુનિયાના સૌથી મોટું એવોકૈડા ઉત્પાદન ક્ષેત્ર પણ છે. ગત્ત મહિને ત્યાં કામ કરનારા એક અમેરિકી નિરીક્ષક વિરુદ્ધ ભયના કારણે અમેરિકાએ એવોકૈડાની નિકાસ પર રોક લગાવી હતી.

બદલાની આગમાં આ હુમલો કરાયો

ગત્ત મહિનામાં મિચોઆકનમાં એક ભયાનક હુમલો થયો હતો. જેમાં 17 લોકોના મોત થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ગેંગ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આ હુમલો થયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અત્યારસુધીમાં લાખો લોકો હિંસામાં માર્યા ગયા

મેક્સિકો 2006થી કાર્ટેલ સાથે સંબધિત હિંસાના એક ચક્રમાં ફસાયેલું છે. તે સમયે સરકારે સંધીય સૈનિકોની સાથે એક વિવાદાસ્પદ ડ્રગ્સ વિરોધી અભિયાન શરુ કર્યું હતુ. આંકડાઓ અનુસાર ત્યારથી અત્યારસુધીમાં 3,40,000થી વધુ હત્યાઓ થઈ ચૂકી છે. જેમાં મોટાભાગની હત્યા અપરાધિક લડાઈના કારણે થઈ છે. આ મહિનાની શરુઆતના મધ્યમાં એક ઘર પર થયેલા હુમલામાં  9 લોકોની હત્યા થઈ હતી. મૃત્યુ પામનાર લોકોમાં 6 પુરુષ અને 3 મહિલા સામેલ હતી. આ હુમલો શાંતિપૂર્ણ ગણાતું શહેર એટલિકસ્કોમાં થયો હતો.

 

આ પણ વાંચો : The Kashmir Files: કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પાસે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ માટે ટિકિટ માંગી

Next Article