Afghanistan Update : તાલિબાનની કેટલીક વેબસાઇટ અચાનક થઇ બંધ, ટ્વીટરની આતંકીઓના એકાઉન્ટ ડિલીટ કરવાની મનાઇ

સંગઠનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદના 3 લાખથી વધારે ફોલોવર્સ છે. કંપનીએ જણાવ્યુ કે, જ્યાં સુધી આવા એકાઉન્ટ્સ તેમના નિયમોનું ઉલ્લંઘન નથી કરતા અથવા તો હિંસાને પ્રોત્સાહન નથી આપતા ત્યા સુધી તેઓ એકાઉન્ટ્સને ડિલીટ નહી કરે.

Afghanistan Update : તાલિબાનની કેટલીક વેબસાઇટ અચાનક થઇ બંધ, ટ્વીટરની આતંકીઓના એકાઉન્ટ ડિલીટ કરવાની મનાઇ
Official Taliban websites goes offline
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 1:32 PM

અફઘાની નાગરીકો (Afghan Citizens) અને દુનિયાભરમાં ઓફિશિયલ મેસેજ મોકલવા માટે તાલિબાન દ્વારા ઉપયોગમાં લેવાતી વેબસાઇટ (Website of Taliban) શુક્રવારે બંધ થઇ ગઇ. આને તાલિબાન વિરુદ્ધ ક્રેકડાઉનના પ્રયત્નો તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ વેબસાઇટ 5 ભાષાઓમાં છે. જો કે હજી આ વાતને લઇને કોઇ જાણકારી મળી નથી કે પશ્તો, ઉર્દૂ, અરબી, અંગ્રેજી અને દારી ભાષાઓની આ વેબસાઇટ બંધ કેમ થઇ. આ વેબસાઇટ્સને ક્લાઉડફ્લેયરના માધ્યમથી સુરક્ષા પ્રાપ્ત હતી. તે સૈન-ફ્રાંસિસ્કો સ્થિત એક કંટેન્ટ ડિલીવરી નેટવર્ક છે.

ક્લાઉડફ્લેયરે ધ વોશિંગ્ટન પોસ્ટને આ મામલા વિશે ઇમેલ અથવા તો ફોનનો જવાબ નથી આપ્યો. ક્લાઉડફ્લેયર શીલ્ડ લોકોને એ જાણવાથી રોકે છે કે અસલમાં આ વેબસાઇટ કોણ ચલાવી રહ્યુ છે. ઓનલાઇન ઉગ્રવાગ પર નજર રાખવા વાળા સાઇટ ઇંટેલીજેન્સ ગ્રૃપની ડાયરેક્ટર રીતા કાટ્જના કહ્યા પ્રમાણે, શુક્રવારે વોટ્સએપે પણ કેટલાક તાલિબાની ગ્રૃપ્સને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યા હતા.

એક સમાચાર એજન્સી પ્રમાણે, વેબસાઇટનું બંધ થવુ અસ્થાયી હોય શકે છે કારણ કે તાલિબાન તેના પર નિયંત્રણને ફરીથી સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. વળી વોટ્સએપ ગ્રૃપ્સને હટાવવા માટેની કાર્યવાહી ફેસબુક દ્વારા મંગળવારે તાલિબાન એકાઉન્ટ્સ પર બૈન લગાવ્યા બાદ કરવામાં આવી. તાલિબાન વિરુદ્ધ આ ઓનલાઇન કાર્યવાહી તેણે અફઘાનિસ્તાનને નિયંત્રણમાં લીધા બાદ કરવામાં આવી રહી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

વોટ્સએપના પ્રવક્તા ડેનિએલ મિસ્ટરે ગ્રૃપ્સને હટાવવાની પુષ્ટી નથી કરી પરંતુ તેમણે એક નિવેદનનો સંદર્ભ આપ્યો જે કંપનીએ આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેર કર્યુ હતુ. જે પ્રમાણે, કંપની એમેરીકી પ્રતિબંધ કાયદાઓના પાલન કરવા માટે પ્રતિબધ્ધ છે. આમાં એ એકાઉન્ટ પર બૈન લગાવવુ સામેલ છે જે પોતાને તાલિબાનના એકાઉન્ટ તરીકે જણાવે છે.

ટ્વીટરે હજી સુધી નથી કર્યા એકાઉન્ટ ડિલીટ

કાટ્જએ ન્યૂઝ એજન્સીઓને ઇમેલના માધ્યમથી જણાવ્યુ કે, તેમને આશા છે કે તાલિબાનીઓની વેબસાઇટને બૈન કરવુ એ તેની ઓનલાઇન હાજરીને ઓછી કરવા તરફનું પહેલુ પગલુ છે. તેમણે જણાવ્યુ કે 20 વર્ષ પહેલાની સરખામણીમાં આજે તાલિબાન પાસે મીડિયાને લગતી ઘણી માહિતીઓ છે અને તેના ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલકાયદા અને બીજા ચરમપંથી ઇસ્લામિક જુથોને મોબિલાઇઝ કરે છે.

ટ્વીટરે તાલિબાનીઓના એકાઉન્ટ્સને નથી હટાવ્યા અને સંગઠનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદના 3 લાખથી વધારે ફોલોવર્સ છે. કંપનીએ મંગળવારે જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી આવા એકાઉન્ટ્સ તેમના નિયમોનું ઉલ્લંઘન નથી કરતા અથવા તો હિંસાને પ્રોત્સાહન નથી આપતા ત્યા સુધી તેઓ એકાઉન્ટ્સને ડિલીટ નહી કરે. બીજી તરફ ફેસબુકની જેમ, ગુગલનું યુટ્યૂબ પણ તાલિબાનને આતંકી સંગઠન માને છે અને તેમના એકાઉન્ટ પર રોક લગાવી છે. તાલિબાન અમેરીકાની વિદેશી આતંકી સંગઠનોની લીસ્ટમાં નથી.

આ પણ વાંચો –

Rajkot : પ્રદુષણ ફેલાવતી પરાલીનો નિકાલ કરવા કેન્દ્ર સરકાર કરી રહી છે આ પ્રકારની વ્યવસ્થા, કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત

આ પણ વાંચો –

Rakshabandhan 2021: જાણો રક્ષાબંધનનું શુભ મુહૂર્ત, આ વર્ષે બની રહ્યા છે વિશેષ યોગ, જાણો કઈ રીતે કરશો ઉજવણી

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">