AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: ટેક્સાસમાં 10,000 લોકોએ ગુરુ પૂર્ણિમા પર એકસાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કર્યો પાઠ

આ પહેલીવાર નથી જ્યારે સ્વામીજીએ અમેરિકામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જાપનો કાર્યક્રમ આયોજિત કર્યો હોય. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને અમેરિકામાં મોટા પાયે હિંદુ આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે.

America: ટેક્સાસમાં 10,000 લોકોએ ગુરુ પૂર્ણિમા પર એકસાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કર્યો પાઠ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:52 AM
Share

America: ગુરુ પૂર્ણિમાના અવસરે સોમવારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવા માટે યુએસએના ટેક્સાસમાં એલન ઇસ્ટ સેન્ટર ખાતે 4થી 84 વર્ષની વયના કુલ 10,000 લોકો ભેગા થયા હતા. આ કાર્યક્રમનું આયોજન યોગ સંગીતા અને SGS ગીતા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા પારાયણ યજ્ઞના રૂપમાં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Russia Ukraine War: યુદ્ધમાં હનુમાનજી કરે છે અમારૂં રક્ષણ, રશિયના સેનાપતિના ખભા પર ગણેશજી-હનુમાનજીના ટેટૂ

મૈસૂર સ્થિત અવધૂત દત્ત પીઠમ આશ્રમમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે ગુરુ પૂર્ણિમાના અવસર પર વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત પૂજ્ય ગણપતિ સચ્ચિદાનંદ જીની હાજરીમાં ભગવદ ગીતાનું પઠન કરવામાં આવ્યું હતું.

અવધૂત દત્ત પીઠમની સ્થાપના 1966માં થઈ હતી

અવધૂત દત્ત પીઠમની સ્થાપના 1966માં સંત ગણપતિ સચ્ચિદાનંદ દ્વારા કરવામાં આવી હતી. તે એક આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ સંસ્થા છે. સ્વામીજીની સાર્વત્રિક દ્રષ્ટિ અને માનવજાતના ઉત્થાન માટે ઊંડી કરુણાએ પીઠમને માનવજાતની સુધારણા માટે વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને યોજનાઓ હાથ ધરવા પ્રેરણા આપી છે.

અમેરિકાના ટેક્સાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જાપ

ટેક્સાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જપ કરનારા તમામ 10,000 લોકોએ તેમના ગુરુ ગણપતિ સચ્ચિદાનંદ જી સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લાં આઠ વર્ષમાં તેને કંઠસ્થ કરી છે. આ પહેલીવાર નથી જ્યારે સ્વામીજીએ અમેરિકામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જાપનો કાર્યક્રમ આયોજિત કર્યો હોય. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને અમેરિકામાં મોટા પાયે હિંદુ આધ્યાત્મિકતા ફેલાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુરુ પૂર્ણિમા પર ભરૂચની આ શાળામાં ગુરુ એ વિદ્યાર્થીઓને આપી એ ભેટ કે જેનું ઋણ ઉતારવું મુશ્કેલ.. આ છે એ ખરા શિક્ષાવિદ કે જે સામાન્ય નથી

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રચાર

ગણપતિ સચ્ચિદાનંદ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવા અને સનાતન હિન્દુ ધર્મના મૂલ્યોને ફેલાવવા માટે વિશ્વ પ્રસિદ્ધ સંત છે. તે દરમિયાન સોમવારે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભક્તોએ વહેલી સવારે ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું અને તેમના આશીર્વાદ લીધા હતા.

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">