Nigeria: નાઈજર નદીમાં પલટી બોટ, લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા 100 લોકોના મોત, ઘણા હજુ પણ લાપતા
નાઈજીરીયામાં એક લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલા લગભગ 100 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે તેમની બોટ પલટી ગઈ હતી. તે જ સમયે, ઘણા હજુ પણ લાપતા છે, જેમની શોધ ચાલુ છે.

Nigeria: નાઈજીરિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલા લગભગ 100 લોકોના મોત બોટ પલટી જવાથી થયા હતા. તે જ સમયે, ઘણા હજુ પણ લાપતા છે, જેમની શોધ ચાલુ છે. મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ પોલીસ પ્રવક્તા ઓકાસનમીએ જણાવ્યું કે નાઈજર નદીમાં બોટ પલટી ગઈ હતી.
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે રનવે પર અથડાયું
મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક રહેવાસી ઉસ્માન ઈબ્રાહિમે જણાવ્યું કે બોટમાં સવાર લોકો નાઈજરના એગબોટી ગામમાંથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને બોટ પલટી ગઈ હતી. ઉસ્માને જણાવ્યું કે આ બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. તેણે કહ્યું કે આ દુર્ઘટના ઘણા કલાકો પછી ખબર પડી.
A boat carrying residents returning from a wedding capsized in northern Nigeria killing about 100 people, police and local residents said Tuesday, as a search for survivors intensified, reports The Associated Press
— ANI (@ANI) June 13, 2023
હજુ પણ લોકોની શોધખોળ ચાલુ રહી છે
ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. આમાં લગભગ 100 લોકોના મોત થયા છે. તે જ સમયે, નદીમાં હજુ પણ અન્ય લોકોની શોધ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, નાઈજીરિયામાં ઘણા દૂરના સમુદાયોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. સામાન્ય રીતે અહીં પરિવહન માટે માત્ર સ્થાનિક બોટનો ઉપયોગ કરવામાં આવે છે.
દિલ્હી એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી હતી
દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર, મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ લેન્ડિંગ સમયે જમીન સાથે અથડાઈ ગયો. આ માહિતી સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના રવિવારે એ સમયે બની જ્યારે પ્લેન કોલકાતાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તે રાહતની વાત છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો