America : ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં 10 લોકો ઈજાગ્રસ્ત, ન્યૂયોર્કમાં આગમાં 38 ઘાયલ

|

Nov 06, 2022 | 11:57 AM

અમેરિકામાં (America ) ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. શનિવારે ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન અને એલેગેની વિસ્તારમાં દસ લોકોને ગોળી મારવામાં આવી હતી.

America : ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં 10 લોકો ઈજાગ્રસ્ત, ન્યૂયોર્કમાં આગમાં 38 ઘાયલ
ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં 10 લોકોને વાગી ગોળી
Image Credit source: AFP Photo

Follow us on

શનિવારે ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન અને એલેગેની વિસ્તારમાં દસ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. ન્યૂયોર્કના મેનહટનમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 38 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ લિથિયમ બેટરીના કારણે લાગી હતી, જેના કારણે ત્યાં હાજર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. ફાયર અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ બે લોકોની હાલત ગંભીર છે. ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના કમિશનર લૌરા કાવનાઉએ જણાવ્યું હતું કે આગ 20મા માળે અજાણ્યા ઉપકરણમાં વપરાયેલી લિથિયમ બેટરીના કારણે લાગી હતી.

ફિલાડેલ્ફિયામાં ગોળીબાર

આ સાથે જ અમેરિકા તરફથી ફાયરિંગની ઘટના સામે આવી છે. શનિવારે ફિલાડેલ્ફિયાના કેન્સિંગ્ટન અને એલેગેની વિસ્તારમાં દસ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. રોઇટર્સના જણાવ્યા અનુસાર, પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગોળીઓમાં ઘાયલ લોકોને તેમની ઇજાઓની ગંભીરતાના આધારે ઘણી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

બેટરીમાં આગ લાગવાથી 38 લોકો ઘાયલ

ચીફ ફાયર માર્શલ ડેનિયલ ઈ.ફ્લિને જણાવ્યું કે, જે યૂનિટમાં આગ લાગી હતી. તેમાં 5 ઈલેક્ટ્રિક બાઈક પણ હતી. આ બાઈકની લિથિયમ બેટરીમાં આગ લાગવાને કારણે 38 લોકો આગની ઝપેટમાં આવ્યા છે. લિથિયમ-આયન બેટરી માઇક્રો-મોબિલિટી પરિવહન ઉપકરણો જેમ કે ઇલેક્ટ્રિક બાઇક, સ્કૂટર અને હોવરબોર્ડ્સમાં જોવા મળે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બેટરીના કારણે લાગેલી આગ સામાન્ય રીતે ઝડપી હોય છે અને આસપાસના વિસ્તારોને ઝડપથી ઝપેટમાં લે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેફેમાં આગ ફાટી નીકળી

રશિયન શહેર કોસ્ટ્રોમામાં એક દુ:ખદ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અહીં એક કેફેમાં આગ ફાટી નીકળી, 13 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કોસ્ટ્રોમા ક્ષેત્રના ગવર્નર સર્ગેઈ સ્ટિનનિકોવે આ ઘટના વિશે માહિતી આપી હતી. કોસ્ટ્રોમા મોસ્કોથી લગભગ 340 કિમી ઉત્તરમાં આવેલું છે અને તે 270,000 લોકોની વસ્તી ધરાવતું શહેર છે.

બાઇકમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ ક્યારેક જોખમનું કારણ બને છે. સવાલો ઉઠી રહ્યા છે કે શું બિલ્ડીંગમાં ફાયર એલાર્મ નહોતું અને જો હતું તો ચેતવણી કેમ આપવામાં આવી ન હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ન્યુયોર્ક સિટીમાં લિથિયમ-આયન બેટરીમાં આગ લાગવાની લગભગ 200 ઘટનાઓ બની છે, જેમાં 6 લોકોના મોત થયા છે.

Next Article