AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયાના એક કેફેમાં ભીષણ આગ, 13ના મોત, 250 લોકોને બચાવાયા

2009 માં, રશિયામાં (Russia)આવા જ એક ઝોનમાં આગ સાથે રમવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. પર્મ શહેરમાં લેમ હોર્સ નાઈટક્લબમાં લાગેલી આગમાં 150થી વધુ લોકોના મોત થયા હતા.

રશિયાના એક કેફેમાં ભીષણ આગ, 13ના મોત, 250 લોકોને બચાવાયા
રશિયન ક્લબમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 10:14 AM
Share

રશિયન શહેર કોસ્ટ્રોમામાં એક દુ:ખદ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અહીં એક કેફેમાં આગ ફાટી નીકળી, 13 લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કોસ્ટ્રોમા ક્ષેત્રના ગવર્નર સર્ગેઈ સ્ટિનનિકોવે આ ઘટના વિશે માહિતી આપી હતી. કોસ્ટ્રોમા મોસ્કોથી લગભગ 340 કિમી ઉત્તરમાં આવેલું છે અને તે 270,000 લોકોની વસ્તી ધરાવતું શહેર છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈએ ફ્લેર ગનનો ઉપયોગ કર્યા પછી કેફેમાં આગ લાગી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

રશિયાની સરકારી સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીએ જણાવ્યું હતું કે આગના થોડા સમય પહેલા કેફેમાં ઝઘડો થયો હતો, પરંતુ તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તે ફ્લેર ગનના ઉપયોગ સાથે સંબંધિત છે કે કેમ. મોટા ગુનાઓની તપાસ કરતી રશિયાની તપાસ સમિતિએ જણાવ્યું હતું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને કેફેના ડિરેક્ટરને પણ ફ્લેર ગનનો ઉપયોગ કરવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

250 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા

બચાવકર્મીઓએ 250 લોકોને કાફેમાંથી બહાર કાઢ્યા હતા. આગ દરમિયાન કાફેની છત તૂટી પડી હતી, જે 3,500 ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લે છે. આગને કાબૂમાં લેવામાં અગ્નિશામકોને પાંચ કલાકનો સમય લાગ્યો હતો અને સાવચેતી તરીકે નજીકની ઇમારતોમાં રહેતા ડઝનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને એક આરોપીની ધરપકડ કરી છે.

2009માં પણ આગ લાગી હતી

પ્રાદેશિક વિધાનસભાના સભ્ય અને કાફેના માલિક ઇખ્તિયાર મિર્ઝોયેવે આગથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનું વચન આપ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે રશિયન ક્લબમાં આગ લાગી હોય. 2009 માં, રશિયામાં આવા જ એક ઝોનમાં આગ સાથે રમવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન આગની ઘટના બની હતી. પર્મ શહેરમાં લેમ હોર્સ નાઈટક્લબમાં લાગેલી આગમાં 150થી વધુ લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે એક વ્યક્તિ આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે ભૂલથી અકસ્માત થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">