AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા દાંતમાં થઈ રહ્યો છે અસહ્ય દુખાવો? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો

How To Cure Toothache: દાંતનો દુખાવો કેવો હોય તે એ જ વ્યક્તિ સમજી શકે જેણે તે દુખાવો સહન કર્યો હોય. પણ કેટલાક ઘરેલૂ ઉપાયોથી તે દુખાવામાંથી મુક્તિ મળી શકે છે.

તમારા દાંતમાં થઈ રહ્યો છે અસહ્ય દુખાવો? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
How To Cure ToothacheImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 7:16 PM
Share

Home Remedies For Toothache: દાંતએ આપણી સ્માઈલને વધારે સુંદર બનાવે છે. તમે કલ્પના કરો કે તમે બોખા હોય તો? તમારા દાંત પીળા કે કાળા હોય તો? તમારા આગળના એક-બે દાંત પડી ગયા હોય તો? તમારી સ્માઈલ કેવી લાગશે. વિચારીને જ ઘભરાઈ ગયાને. એટલે જ દરેક વ્યક્તિએ પોતાના દાંતનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દાંતને રોજ સાફ કરવું જોઈએ, સમયે સમયે પોતા દાંતની સફાઈ કરાવવા માટે ડેન્ટિસ પાસે જવુ જોઈએ. દાંતનો દુખાવો (Toothache) એ સામાન્ય છે. પણ તે દુખાવો લાંબા સમય સુધી રહે તો અસહ્ય પીડા સહન કરવી પડે. તેના કારણે કોઈપણ કામ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેના માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અપનાવી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

દાંતનો દુખાવો દૂર કરવામાં ઘરેલૂ ઉપાય

1. આઇસ થેરપી – દાંતના દુઃખાવાને દૂર કરવા માટે તમે બરફના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે ફ્રિજમાંથી બરફ કાઢીને રૂમાલ કે કોઈપણ કપડા કે બરફની થેલીમાં નાખીને ગાલ પાસે રાખો. થોડા જ સમયમાં દાંતના પેઢાનો સોજો ઓછો થવા લાગશે અને તમે ઘણી રાહત અનુભવશો. તેનાથી દાંતનો દુખાવો ઓછો થશે.

2. જામફળના પાન – તમે જામફળના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ તેના પાંદડા પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દાંતના દુખાવાના કિસ્સામાં જામફળના પાન ચાવવાનું શરૂ કરો, ધીમે ધીમે તમને રાહત થવા લાગશે. આ સિવાય જામફળના પાનને ઉકાળીને ગાળી લો અને પછી પાણીનો માઉથવોશ તરીકે ઉપયોગ કરો.

આ પણ વાંચો

3. લવિંગ – લવિંગનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ તમે તેનાથી દાંતના દુઃખાવાને પણ મટાડી શકે છે. તેના માટે લવિંગના તેલને રૂની મદદથી દાંત પર લગાવો અને તેને દુખતા દાંત પર લગાવો. આ સિવાય લવિંગ ચાવવાથી પણ રાહત મળશે.

4. લસણ – લસણમાં એવા ઘણા એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જેના કારણે દાંતનો દુખાવો દૂર થઈ જાય છે. લસણને થોડી છીણી લો અને તેને દુખાવાની જગ્યા પર રાખો. તેનાથી દાંતમાં રહેલા કીટાણુઓ ખતમ થઈ જશે અને દુખાવામાં રાહત મળશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">