Health tips: આ એક શાકભાજીના રસનું સેવન કરવાથી શરીરમાંથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા, જાણો તેના ફાયદાઓ

હાલમાં યુરિક એસિડની (Uric acid) સમસ્યા લગભગ દરેક ત્રીજા-ચોથા વ્યક્તિમાં જોવા મળી રહી છે અને યુરિક એસિડ બનવાની અને વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધુ જોવા મળી રહી છે.

Health tips: આ એક શાકભાજીના રસનું સેવન કરવાથી શરીરમાંથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા, જાણો તેના ફાયદાઓ
calabash juice Image Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 5:21 PM

દેશ અને દુનિયામાં મળતા દરેક શાકભાજી અને ફળ આપણા શરીર અને સ્વાસ્થ્યને કોઈકને કોઈક રીતે લાભ કરે છે.  દરેક શાકભાજી અને ફળમાં કોઈને કોઈ પૌષ્ટિક ગુણધર્મો હોય છે, જે શરીર અને આપણા આરોગ્યને અનેક લાભ મળે છે. હાલમાં યુરિક એસિડની (Uric acid) સમસ્યા લગભગ દરેક ત્રીજા-ચોથા વ્યક્તિમાં જોવા મળી રહી છે અને યુરિક એસિડ બનવાની અને વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધુ જોવા મળી રહી છે. જ્યારે યુરિક એસિડ શરીરમાં વધુ પ્રમાણમાં જમા થાય છે, ત્યારે તે શરીરમાં બળતરા પેદા કરે છે. તેનાથી સાંધાનો દુખાવો પણ વધે છે. આમ તો સારા સ્વાસ્થ્ય માટે આપણને ઘણા શાકભાજી અને ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ તેમાં પણ અમુક શાકભાજીનું સેવન આપણા શરીરને નડતી ચોક્કસ સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે, જેમાંથી એક છે દૂધી.

યુરિક એસિડની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચારનો (Home remedies) ઉપયોગ કરી શકાય છે. યુરિક એસિડથી રાહત મેળવવાનો એક ઉપાય છે દૂધીનો રસ પીવો. દૂધીનું જ્યૂસ પીવાથી યુરિક એસિડની સમસ્યા તો ઓછી થાય છે પણ બીજી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

યુરિક એસિડમાં દૂધીના જ્યુસ કે રસનું સેવન કેવી રીતે કરી શકાય?

1.એક નાની દૂધી લો અને તેને છોલીને પાણીથી સાફ કરો.

આ પણ વાંચો

2. હવે દૂધીને બે ભાગમાં કાપીને તેના બીજ કાઢી લો. ત્યાર બાદ દૂધીના નાના ટુકડા કરી લો.

3. ત્યારપછી, એક જ્યુસરમાં અડધો લીટર પાણીમાં દૂધીના આ ટુકડાને નાંખીને બરાબર પીસી લો.

4. તેને ગાળીને તરત જ તેનું સેવન કરો.

5. દૂધીના રસના વધુ ફાયદા મેળવવા માટે, તેને સવારે ખાલી પેટ પીવો.

દૂધીના રસના ફાયદા

1.લો-કેલરી ફૂડ હોવાને કારણે દૂધીના રસનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.

2.હાઈ બ્લડ શુગર લેવલની સમસ્યાથી પરેશાન લોકોને દૂધીનો રસ પીવાથી ફાયદો થાય છે.

3.ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોવાને કારણે, દૂધીનો રસ પીવાથી પાચન તંત્રની કામગીરીમાં મદદ મળે છે.

4.તેનાથી એસિડિટી, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ ઓછી થાય છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">