Child Care : જો તમારા બાળકો પણ માટી ખાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, થોડા જ સમયમાં આ આદત છૂટી જશે

Child Care Tips : માટી ખાવાની આદત મોટાભાગે નાના બાળકોમાં જોવા મળે છે. આપણે બાળકની આદત સુધારવા માટે તેને ઠપકો આપીએ છીએ, પરંતુ તેમની સમસ્યા સમજી શકતા નથી. જાણો બાળકોને આ આદત કેમ લાગે છે અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો શું છે.

Child Care : જો તમારા બાળકો પણ માટી ખાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, થોડા જ સમયમાં આ આદત છૂટી જશે
બાળકની માટી ખાવાની આદત કેમ છોડાવવી Image Credit source: Nari.Punjabkesari.In
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 12:25 PM

તમે ઘણી વખત નાના બાળકોને છૂપી રીતે માટી, ચાક અથવા દિવાલના ભંગાર ખાતા જોયા હશે. વાસ્તવમાં, જેમ જેમ બાળક વધે છે તેમ તેમ તેના શરીરને વધુ પોષક તત્વોની (Nutrients) જરૂર પડે છે. જો તેમના શરીરની જરૂરિયાતો પૂરી ન થઈ શકે તો કેલ્શિયમ, આયર્ન, ઝિંક વગેરે તત્વોની ઉણપ થાય છે. જેના કારણે બાળકોને માટી ખાવાની આદત પડી જાય છે. માટી ખાવાથી બાળકોના પેટમાં કીડા, દુખાવો અને ઈન્ફેક્શન થઈ શકે છે. તેમનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આ આદતથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. જો તમારું બાળક પણ વારંવાર માટી ખાય છે, તો અહીં અમે તમને કેટલાક ઘરેલું ઉપાય (Home Remedies)જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા બાળકની આ આદતથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

કેળા

કેળાને પોષક તત્વોનો ભંડાર કહેવામાં આવે છે. કેળામાં આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. તેથી, તમારા બાળકના આહારમાં કેળાનો સમાવેશ કરો. તમે બાળકને કેળા મસળીને કે પિસીને ખવડાવી શકો છો અથવા જો બાળક મોટું હોય તો તે સીધું કેળું ખાઈ શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કેલ્શિયમ સમૃદ્ધ આહાર

શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે માટી ખાવાની ટેવ પડી જાય છે. આ ઉણપને દૂર કરવા માટે, તમારે તેમના આહારમાં દૂધ, દહીં, ચીઝ વગેરે જેવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય કઠોળ અને લીલા શાકભાજી ખવડાવો. તેનાથી તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી થશે.

આહાર ચાર્ટ બનાવો

જો તમે ઈચ્છો તો બાળકના શરીરમાં પોષક તત્વોની ઉણપને દૂર કરવા માટે ડાયેટિશિયનને મળીને તૈયાર કરેલો ડાયેટ ચાર્ટ પણ મેળવી શકો છો. આ ડાયટ ચાર્ટને સંપૂર્ણ રીતે અનુસરો. તેનાથી બાળકને જલ્દી ફાયદો થશે અને તેની આદત પણ છૂટી જશે.

લવિંગ પાણી

જો તમે ઈચ્છો તો બાળકને લવિંગનું પાણી પણ આપી શકો છો. આ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તેના માટે તમે 4 થી 6 લવિંગને પાણીમાં ઉકાળો. સારી રીતે ઉકાળ્યા પછી તેને ઠંડુ કરો અને પછી આ પાણી બાળકને આપો. તેનાથી બાળકને ઘણો ફાયદો મળી શકે છે.

વંશલોચન

માટી ખાવાની આદતથી છૂટકારો મેળવવા માટે તમે બાળકને વંશલોચન પણ ખવડાવી શકો છો. તે ખાસ પ્રકારના વાંસમાંથી તૈયાર કરવામાં આવે છે અને તે તમામ ઔષધીય તત્વોથી ભરપૂર છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે છે અને બાળકોના હાડકાંને મજબૂત બનાવે છે. પરંતુ તેને ખવડાવતા પહેલા, એકવાર નિષ્ણાતની સલાહ લો.

નોંધ- આ હેલ્થ ટિપ્સ અહેવાલોને આધિન છે. જેની ટીવી9 પુષ્ટિ કરતું નથી. જેથી આ તમામ બાબતોને અનુસરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવા વિનંતી કરવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">