Women Health : આ રહી વર્કિંગ વુમન માટે કેટલીક સરળ ફિટનેસ ટિપ્સ

વર્કિંગ વુમનના માથે ઘર અને ઓફિસનું કામ સંભાળવાની બેવડી જવાબદારી હોય છે. તેવામાં તેઓએ આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું પણ બહુ જરૂરી છે.

Women Health : આ રહી વર્કિંગ વુમન માટે કેટલીક સરળ ફિટનેસ ટિપ્સ
Women Health: Here are some simple fitness tips for working women

વર્કિંગ વુમન માટે સૌથી મોટી સમસ્યા ટાઈમ મેનેજમેન્ટ કરવાની હોય છે. કારણ કે ઘરનું કામ અને ઓફિસની જવાબદારી આ બંને વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસમાં મહિલાઓ મોટાભાગે પોતાના હેલ્થ પ્રત્યે ધ્યાન આપતી નથી. તે બધા જ જરૂરી કામ તો કરી લે છે પણ પોતાની ફિટનેસ અને હેલ્થ પાછળ સમય આપી શકતી નથી. આ જ કારણથી વર્કિંગ વુમન ઘણી બીમારીઓની ભોગ બને છે. જોકે તે પોતાની રૂટિન લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાની આદતોમાં થોડો ફેરફાર કરીને વર્કિંગ વુમન પણ પોતાની ફિટનેસ સુધારી શકશે.

દાદરાનો ઉપયોગ કરો 
ઓફિસ જતી વખતે ક્યારેય પણ લિફ્ટનો ઉપયોગ ન કરો.અને દાદર ચડવાની આદત બનાવો. બને ત્યાં સુધી વધારે ચાલવાનું રાખો. ઓફિસમાં ખુરશીમાં બેસીને જ હાથને ઉપર નીચે કરીને સ્ટ્રેચ કરો. જો કોમ્પ્યુટર પર વધારે કામ કરવાનું થતું હોય તો થોડા થોડા સમયના અંતરે ઉભા થઈને આખા શરીરને સ્ટ્રેચ કરો. લંચ બ્રેકમાં થોડું ખાવાનું અને ચાલવાનું રાખો.

હેલ્ધી ફૂડ સ્ટોર કરો
ઓફિસમાં જંક ફૂડનું સેવન અટકાવવા માટે હેલ્ધી ફૂડ સાથેરાખો. શેકેલા ચણા, મગફળી, કોર્ન, હળવા નાસ્તાને ઓફિસ ટાઈમમાં ખાઓ. થોડા ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ કે સલાડ હમેશા પોતાની પાસે રાખો. ઘર હોય કે ઓફિસ દરરોજના ખોરાકમાં આ વસ્તુઓ હમેશા સાથે રાખો.

એક્સરસાઇઝ અચૂક કરો
સુવિધા મુજબ ભૂલ્યા વગરએક્સરસાઇઝ કરો. આ સિવાય ગરમ પણ હેલ્ધી આહારનું સેવન કરો. બ્રેકફાસ્ટ ભૂલ્યા વગર અચૂક કરો. નાસ્તામાં ઓટ્સ ખાવાનું રાખો. જે તમારા નાસ્તા માટે સંપૂર્ણ ફૂડ છે. દહીં, દૂધ કે ફ્રૂટ જ્યુસ સાથે ઓટ્સનું સેવન કરી શકો છો.

તમારા શિડ્યુલને ધ્યાનમાં રાખીને કસરતની એક ચોક્કસ પેટર્ન તૈયાર કરો.વિકેન્ડ દરમ્યાન વોકિંગ અથવા સાઈકલિંગ કરવાનું રાખો. સાંજે સમય હોય તો ડિનર લીધા પછી 4 કલાક પછી પ્રાણાયામ કરો. એબ્સ કે પેટની ચરબી ઘટાડવા માટે પોતાના બેડ કે સોફા પર અઠવાડિયામાં ત્રણ વાર 10 સુધી કાઉન્ટ કરીને ક્રંચીઝ કરો.

શરીરને લચીલું બનાવવા માટે જમીન પર બને તેટલી વાર ઉઠક બેઠક કરો અથવા તો નમીને કામ કરવાનો પ્રયાસ કરો. રોજ શક્ય હોય એટલું વર્કઆઉટ જરૂર કરો.

આ પણ વાંચો: Matcha Tea ના ફાયદા જાણશો તો ગ્રીન ટીને પણ ભૂલી જશો, જાણો સ્વાસ્થ્ય લાભ અને બનાવવાની રીત

આ પણ વાંચો: આ રીતે બનાવશો કારેલાનો જ્યુસ તો બનશે ટેસ્ટી, જાણો તેના અનેક સ્વાસ્થ્ય લાભ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati