AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસું આવતાં જ કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ અને રાહત મેળવવાના ઉપાયો

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અનેક લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હેરાન કરવા લાગે છે. વાતાવરણમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાથી આ તકલીફ વધે છે. જાણો તેનાથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાયો.

ચોમાસું આવતાં જ કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ અને રાહત મેળવવાના ઉપાયો
| Updated on: Jul 23, 2026 | 9:30 PM
Share

ચોમાસાની શરૂઆત થતાં જ આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ આવવા લાગે છે અને તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. આ ઋતુમાં ઘણા લોકોને સાંધાના દુખાવાની સમસ્યા અચાનક વધી જતી હોય છે. વાતાવરણમાં બદલાવ, ભેજ, અને તાપમાનમાં આવતા ઉતાર-ચઢાવને કારણે શરીર આ ફેરફારોને સહેલાઈથી સ્વીકારી શકતું નથી. આ સમસ્યાને નજરઅંદાજ કરવાને બદલે તેના સાચા કારણો જાણીને યોગ્ય કાળજી લેવી જરૂરી છે.

ચોમાસામાં કેમ વધે છે સાંધાનો દુખાવો?

  • વાતાવરણમાં ભેજનું પ્રમાણ: ચોમાસા દરમિયાન હવામાં ભેજ વધવાથી સાંધામાં ફ્લુઈડ બિલ્ડઅપ થાય છે, જેનાથી સોજો આવી શકે છે. ખાસ કરીને આર્થરાઈટિસથી પીડાતા દર્દીઓ માટે આ સમયગાળામાં દુખાવો વધી જાય છે.
  • તાપમાનમાં અચાનક ફેરફાર: કાળઝાળ ગરમી બાદ અચાનક થતા વરસાદને કારણે તાપમાનમાં ઝડપી ઘટાડો થાય છે. આ ફેરફારથી સાંધામાં રહેલા સાયનોવિયલ જોઈન્ટનું લુબ્રિકેશન ઓછું થઈ જાય છે, જેથી સાંધા જકડાઈ જાય છે અને દુખાવો શરૂ થાય છે.
  • બેરોમેટ્રિક પ્રેશરમાં ફેરફાર: ચોમાસામાં હવાનું દબાણ (બેરોમેટ્રિક પ્રેશર) ઘટે છે. આ ફેરફારને કારણે સાંધાના સેલ્સમાં સોજો આવે છે અને દુખાવાની તીવ્રતા વધે છે.
  • શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો: વરસાદના કારણે લોકો બહાર વૉકિંગ કે જોગિંગ માટે જઈ શકતા નથી. શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાથી સ્નાયુઓ નબળા પડે છે અને સાંધામાં જડતા વધી જાય છે.

સાંધાના દુખાવાથી રાહત મેળવવાના સરળ ઉપાયો

  • એક્ટિવ રહો: જો બહાર જવું શક્ય ન હોય તો ઘરમાં જ સ્ટ્રેચિંગ, વૉકિંગ કે હળવી કસરત કરો. વજન નિયંત્રણમાં રાખવું જરૂરી છે, કારણ કે વધારાનું વજન પણ સાંધા પર દબાણ લાવે છે.
  • પૂરતું પાણી પીવો: સતત પાણી પીતા રહેવાથી સાંધાની લવચીકતા જળવાઈ રહે છે અને તેમાં જડતા આવતી નથી, જેથી હલનચલન સરળ બને છે.
  • સોડિયમનું સેવન ઘટાડો: શરીરમાં ફ્લુઈડ રિટેન્શન અને સોજો ઓછો કરવા માટે ખોરાકમાં મીઠાનું પ્રમાણ મર્યાદિત રાખો.
  • પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો: સોજો ઓછો કરે તેવા ખાદ્યપદાર્થો જેવા કે અળસી, ચિયા સીડ્સ અને બ્રોકોલીનો આહારમાં સમાવેશ કરો. આ ઉપરાંત, હળદરમાં રહેલું કર્ક્યુમિન એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે, જે સાંધાના સોજા અને દુખાવામાં ઝડપી રાહત આપે છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

ઓનલાઇન જ્વેલરી ખરીદનારા થઈ જાઓ એલર્ટ ! ખતરનાક ભેળસેળથી કેન્સરનું જોખમ

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
g clip-path="url(#clip0_868_265)">