AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં 3000 જુનિયર ડોકટરોનું સામૂહિક રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

મધ્યપ્રદેશના જુનિયર ડોક્ટર્સ પોતાની માંગને લઈને કેટલાક દિવસથી હડતાલ પર છે. આવામાં હાઈકોર્ટના કામ પર પરત ફરવાના આદેશ બાદ 3000 ડોક્ટર્સે સામુહિક રાજુનામું આપ્યું છે.

મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં 3000 જુનિયર ડોકટરોનું સામૂહિક રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો
પોતાની માંગને લઈને ડોક્ટર્સનું પ્રદર્શન (Imahe-PTI)
| Updated on: Jun 04, 2021 | 9:40 AM
Share

ભારત દેશ અત્યારે કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ ખડે પગે સેવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓ પોતાની પણ અલગ સમસ્યા સામે લડી રહ્યા છે. મધ્યપ્રદેશમાં 3,000 જુનિયર ડોક્ટર્સે ગુરુવારે પોત-પોતાની કોલેજના ડીનને સામુહિક રાજીનામું આપ્યું છે.

મધ્ય પ્રદેશ હાઈકોર્ટ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને ત્રણ દિવસ પહેલા હડતાલ પર ગયેલા છ સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડોકટરોને 24 કલાકની અંદર કામ પર પાછા ફરવા ગુરુવારે આદેશ કર્યો હતો. આ બાદ લગભગ 3,000 જુનિયર તબીબોએ સામુહિક રાજીનામું આપ્યું હતું.

સુપ્રીમમાં પડકાર આપશું- ડોક્ટર

આ ડોકટરોનું કહેવું છે કે રાજ્ય સરકારે ત્રીજા વર્ષના જુનિયર ડોક્ટર્સના ઇનરોલમેન્ટ રદ કરી દીધા છે, તેથી હવે અમે પરીક્ષામાં કેવી રીતે બેસીશું? PG (પોસ્ટ-ગ્રેજ્યુએશન) ના વિદ્યાર્થીને ત્રણ વર્ષમાં ડીગ્રી મળતી હોય છે. જ્યારે 2 વર્ષમાં ડીપ્લોમાં મળે છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર એક ડોક્ટરનું કહેવું છે કે હાઈકોર્ટના નિર્ણયને અમે સુપ્રીમમાં પડકાર આપીશું.

અહેવાલ અનુસાર ડોક્ટરે કહ્યું કે મેડિકલ ઓફિસર્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન પણ અમારી સાથે જોડાશે. અહેવાલમાં આ ડોકટરે દાવો કર્યો હતો કે છત્તીસગ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ સહિતના તમામ રાજ્યો એઈમ્સ અને ખાનગી હોસ્પિટલોના જુનિયર ડોકટરો અને સિનિયર ડોકટરો પણ અમારું સમર્થન કરશે.

શું છે તેમની માંગ?

તમને જણાવી દઈએ કે આ મહામારીના સમયમાં મધ્યપ્રદેશની 6 સરકારી મેડિકલ કોલેજના લગભગ 3000 વિદ્યાર્થી પોતાની માંગને લઈને આ સોમવારથી હડતાલ પર છે. જુનિયર ડોક્ટર્સની માંગ છે કે તેમના માનદમાં વધારો કરવામાં આવે તેમજ પરિવારમાં કોઈ વ્યક્તિના કોરોના સંક્રમણના તેમને મફત સારવાર આપવામાં આવે.

ખાનગી સમાચાર અનુસાર એક ડોકટરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે તેમની માંગણીઓ 28 દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ આ મામલે કંઈ થયું નથી.

આ પણ વાંચો: ભાગેડુ મેહુલને ભારત લાવવા માટે રહસ્યમય યુવતીએ બિછાવેલી જાળમાં ચોકસી ફસાયો

આ પણ વાંચો: વિજય માલ્યા ની જપ્ત સંપત્તિ નીલામ થઇ શકે છે , 6900 કરોડની લોનની રિકવરી માટે અદાલતે આદેશ આપ્યો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">