ભારતીય કુર્તીને 2.5 લાખમાં વેચી રહી છે આ કંપની, લોકોએ મજેદાર કોમેન્ટ કરીને ઉડાવી મજાક, વાંચો
ભારતીય કુર્તી જેવા લાગતા એક લિનેન કાફ્તાનને આ કંપની 1.5 લાખથી 2.5 લાખ રૂપિયામાં વેચી રહી છે. આ ડ્રેસ સામાન્ય રીતે એશિયન દેશોમાં પહેરવામાં આવે છે.
અત્યારના સમયમાં લોકો બ્રાંડ પાછળ એટલા પાગલ છે કે તેઓ ના ભાવ જુએ છે ના વસ્તુ. બસ બ્રાંડનો ટેગ હોય એટલે આંખો બંધ કરીને પણ ખરીદી લેતા હોય છે. પરંતુ તાજેતરમાં ઇન્ટરનેટ પર ઉલટો પ્રવાહ જોવા મળ્યો હતો. જી હા આ ઉલટો પ્રવાહ અને ટ્રોલની ઘટના બની વિશ્વની સૌથી ફેમશ બ્રાંડ ગુચીની (Gucci) એક ટ્રેડીશનલ કુર્તીથી.
જી હા વિશ્વવિખ્યાત ઇટાલિયન ફેશન હાઉસ ગુચી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તે સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાત જાણે એમ છે કે ભારતીય કુર્તી જેવા લાગતા એક લિનેન કાફ્તાનને આ કંપની 1.5 લાખથી 2.5 લાખ રૂપિયામાં વેચી રહી છે. આ ડ્રેસ સામાન્ય રીતે એશિયન દેશોમાં પહેરવામાં આવે છે.
ભારતમાં આ ડ્રેસ 150 થી 1,500 રૂપિયામાં ખરીદી શકાય છે. યુઝર્સનું કહેવું છે કે જ્યારે આ ડ્રેસ એટલો સસ્તો હોય છે ત્યારે તે મોંઘા ભાવે કેમ વેચાય છે?આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં મીમ્સ અને ટ્રોલ ઉભરાવવા લાગ્યા છે.
https://twitter.com/samisjobless/status/1399664731271483397
Gucci દ્વારા વેચવામાં આવતા આ લિનેન કાફ્તાનની કિંમત જાણીને નેટીજન હેરાન થઇ ચૂક્યાં છે. તેમજ જોક્સ અને મિમ્સ દ્રારા ખુબ મજા પણ લઇ રહ્યા છે. કોઈ યુઝર લખે છે કે “આ ડ્રેસ આસાનીથી 500 રૂપિયામાં મળી જાય તો આણે 2.5 લાખમાં કેમ વેચવામાં આવી રહ્યો છે. તો કોઈ કોમેન્ટ કરે છે કે આ જો સસ્તામાં મળે છે તો આટલી મોંઘી કિંમત કેમ રાખવામાં આવી છે? ત્યાં એક ઉઝારે લખ્યું કે કયા મુલ્યોના આધારે આ ડ્રેસની કિંમત 2.5 લાખ છે?
આ વચ્ચે કેટલાક લોકો ટ્રોલ પણ કરવા લાગ્યા છે. ચાલો જોઈએ કેટલીક ટ્વીટ અને કોમેન્ટ્સ.
First of all this is a kurta not kaftan, secondly, I can buy 2 like this under 500 bucks. I know “it’s a brand thing” but this is extremely absurd
— Riu 🌘 (@moonwithnostar) June 2, 2021
કોઈએ કહ્યું કે આ કાફ્તાન 500 માં 2 મળી શકે છે. આતો બ્રાંડની વાત છે બસ.
https://twitter.com/ladychim19/status/1400090381304225803?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1400090381304225803%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.republicworld.com%2Flifestyle%2Ffashion%2Fmy-mom-will-make-it-for-rs-100-netizens-react-to-gucci-selling-rs-2-dot-55-lakh-kurta.html
તો કોઈએ કહ્યું કે મારી નાની આનાથી સારી ડિઝાઈન બનાવી શકે છે. એ પાન 200 રૂપિયાના પ્લેન કુર્તાને લઈને. તો એક નેટીજને કંપનીને પૂછ્યું કે મારી મમ્મી આવી જ કુર્તી બનાવી શકે છે, શું હું પણ વેચાણ શરુ કરી દઉં?
Meri ma ise ₹100 me sila dengi🤦🤦
— 🖤 (@DIRECTI37483063) June 2, 2021
એક યુઝરે કહ્યું કે મારી મમ્મી આ કુર્તી માત્ર 100 રૂપિયામાં જ સીવી આપશે.
— Darshan Shah (@darsh_shah20) June 3, 2021
કોઈ પણ ઘટનામાં હેર ફેરીનો મિમ કેમ પાછળ રહી શકે? “150 રૂપિયા દેગા” તો ફરજીયાત પણે આવવાનું જ હતું.
Gucci kurta for $3500?! I can have Ashokbhai make this back home for 500 rupees 😂 pic.twitter.com/eq3fHIZMjn
— kemcho (@GujuMemes) June 2, 2021
એક ગુજરાતી નેટીજને તો હદ કરી દીધી. તેને ટ્વિટ કરતા લખ્યું કે અમારા આશોકભાઈ આ કુર્તી 500 રૂપિયામાં જ સીવી આપશે. અશોકભાઈ કદાચ આ યુઝરના ઓળખીતા દરજી હશે. નેટ પર કુર્તી હવે છવાઈ ગઈ છે. તેના મોંઘા ભાવને લઈને યુઝર્સ પણ મજા લઇ રહ્યા છે.
આ પણ વાંચો: મહામારી વચ્ચે મધ્યપ્રદેશમાં 3000 જુનિયર ડોકટરોનું સામૂહિક રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો