શું છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

જો તમે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી બચવા માંગતા હોવ તો આ બાબતો પર ખાસ ધ્યાન આપો.

શું છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
Dengue (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:54 PM

ગુજરાતના(Gujarat)અનેક શહેરોમાં ચોમાસાની વિદાય બાદ પણ મચ્છરજન્ય  રોગચાળો(Vector Borne Disease)બેકાબૂ બન્યો છે. તેમજ અનેક સ્થળોએ ચિકનગુનિયા( Chikungunya) અને ડેન્ગ્યુના(Dengue)કેસ સામે આવી રહ્યા છે. જો તમે પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી બચવા માંગતા હોવ તો આ બાબતો પર ખાસ ધ્યાન આપો.

ડેન્ગ્યુ શું છે અને તે કેમ ફેલાય છે?

ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ છે જે વાયરસને કારણે થાય છે. મચ્છરોના કારણે આ બીમારી ફેલાય છે. આ મચ્છરને Aedes Mosquito, Aedes Aegypti કહેવામાં આવે છે. આ મચ્છર દિવસ દરમિયાન પણ કરડે છે. ભારતમાં ડેન્ગ્યુ જુલાઈથી ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ જોવા મળે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ડેન્ગ્યુના લક્ષણો

1. ભૂખ ન લાગવી. 2. તીવ્ર ઠંડી સાથે તાવ. 3. માથા અને આંખોમાં દુખાવો. 4. શરીર અને સાંધામાં દુખાવો થવો. 5. નીચલા પેટમાં દુખાવો. 6. ઉબકા, ઉલટી અને ઝાડા. 7. ગંભીર કિસ્સાઓમાં આંખો અને નાકમાંથી રક્તસ્ત્રાવ. 8. શરીરમાં લાલ નિશાન, ફોલ્લીઓ અને ખંજવાળ શરૂ થાય છે.

ડેન્ગ્યુથી બચવા માટેના ઉપાય

1. ઘરની અંદર અને આસપાસ પાણી એકઠું થવા ન દો. 2. લીમડાના પાનનો ધુમાડો ઘરમાં ફેલાવો. 3. પાણીના વાસણો ખુલ્લા ન રાખો. 4. રસોડું અને વોશરૂમ સુકા રાખો. 5. દરરોજ કુલર અને વાસણનું પાણી બદલો. 6. બારીઓ અને દરવાજા બંધ રાખો. 7. શરીર પર મચ્છરથી બચવાની ક્રીમ લગાવો. 8. ફુલ સ્લીવના કપડાં પહેરો. 9. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. 10. ઘરની આસપાસ મચ્છર દવાનો છંટકાવ કરો.

ચિકનગુનિયા શું છે અને તે ફેલાવવાનું કારણ શું?

ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. એડીસ નામનો આ વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જ્યારે ચિકનગુનિયાથી પીડિત વ્યક્તિને મચ્છર કરડે અને પછી તે જ મચ્છર અન્ય વ્યક્તિને કરડે ત્યારે આ આલ્ફા વાયરસ તે મચ્છર દ્વારા બીજામાં ફેલાય છે. અને તે વ્યક્તિ પણ ચિકનગુનિયાથી પીડિત બને છે. માદા મચ્છર Aedes Aegypti અને Aedes Albopictus એ મચ્છરની મુખ્ય પ્રજાતિ છે જે રોગ ફેલાવે છે. આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. ચિકનગુનિયા વાયરસ વહન કરતો એક જ મચ્છર તેના જીવનકાળ દરમિયાન લગભગ એક ડઝન લોકોને ચેપ લગાવી શકે છે.

ચિકનગુનિયાના લક્ષણો

1. વધુ તાવ. 2. તીવ્ર માથાનો દુખાવો. 3. મોઢામાં ચાંદા અને ઉલટી. 4. ભૂખમાં ઘટાડો અને સ્વાદમાં ઘટાડો. 5. ચક્કર અને નબળાઈ. 6. હાથ, પગ અને પીઠમાં તીવ્ર દુખાવો. 7. ફોલ્લીઓ પડી જવી. 8. સાંધામાં સોજો અને સ્નાયુઓમાં દુખાવો.

ચિકનગુનિયાથી બચવાના ઉપાયો

1. મચ્છર કરડવાથી બચો. 2. ઘરની અંદર અથવા નજીક પાણી ભરાવા ન દો. 3. મચ્છરદાનીનો ઉપયોગ કરો. 4. દિવસ દરમિયાન પણ મચ્છર ભગાડવાની કોઇલ પ્રગટાવતા રહો. 5. બહાર જતી વખતે મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો. 6. સંપૂર્ણ સ્લીવ્ઝ સાથે કપડાં પહેરો. 7. પાણીની ટાંકીના ઢાંકણા બંધ રાખો 8. અઠવાડિયામાં એકવાર ટાંકી ખાલી કરો અને સૂકાયા બાદ તેનો ઉપયોગ કરો. જો તમને આવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલી ડોક્ટરનો સંપર્ક સાધો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">