નવા વર્ષમાં છોડવા માંગો છો સિગારેટની આદત, આ છે ઉપાય

નવા વર્ષમાં છોડવા માંગો છો સિગારેટની આદત, આ છે ઉપાય

સિગારેટ શરીર માટે ખુબ નુકસાનકારક છે. સિગારેટથી માત્ર પીવાવાળાને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ નુકસાન થતું હોય છે.

Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Jan 01, 2021 | 6:00 PM

સિગારેટ શરીર માટે ખુબ નુકસાનકારક છે. સિગારેટથી માત્ર પીવાવાળાને જ નહીં પરંતુ આસપાસના લોકોને પણ નુકસાન થતું હોય છે. આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે 10 લાખ જેટલા લોકો સિગારેટના કારણે મૃત્યુ પામે છે. નવા વર્ષમાં કેટલાક સિગારેટના આદી આ આદત છોડવાનું નક્કી કરશે. જો તમે પણ સિગારેટની આદતથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો આ ઉપાયો અજમાવી જુઓ.

1. સવારની શરૂઆત ગરમ પાણીથી કરો. પાણીમાં લીંબુ અને મધ મેળવી લો. જો સવારે તૈયાર થતાં પહેલા સિગારેટ પીવાની આદત છે તો આ ઉપાયથી સિગરેટ પીવાની ઈચ્છા ઓછી થઈ જશે અને પેટ પણ સાફ રહેશે.

2. જો તમને દર બે-ત્રણ કલાકમાં સિગારેટ કે તમાકુના સેવનની આદત છે તો ઈચ્છા થયાના સમયે અડધાથી એક કપ દૂધ પી લેવું. દુધ પીવાથી થોડો સમય કંઈ ખાવાની ઈચ્છા નહીં થાય. જો દૂધ ઉપલબ્ધ નથી અને તમે ઘરથી બહાર છો તો વરિયાળી અથવા તજના ટુકડા મોંમાં રાખો. જેના કારણે તમને સિગારેટની તલબ નહીં લાગે.

3. વિટામીન સી સિગારેટની લત છોડાવવામાં ઘણું મદદરૂપ છે. એટલા માટે હમેશા વિટામીન સી ધરાવતા ફળો પોતાની પાસે રાખો અને તેનુ સેવન કરો. સંતરા, મોસંબી, કીવી, સ્ટ્રોબેરી, વગેરે ફળોમાં વિટામીન સીની ભરપુર માત્રા હોય છે. જે સિગારેટ પીવાની તમારી ઈચ્છાને ઓછી કરી દેશે.

4. આખી હળદર, આંબળા અને કોળાને સુકવી લો, ત્યારબાદ એમાં લીંબુ અને મીઠું ભભરાવીને એક ડબ્બામાં ભરી લો. જ્યારે પણ સિગારેટની તલબ લાગે ત્યારે આ પેસ્ટને મોમાં મુકીને તલબથી મુક્તિ મેળવો.

5. કાચું પનીર લીધા બાદ થોડો સમય આપણને કંઈ ખાવાની ઈચ્છા નથી થતી હોતી. એટલે જ્યારે પણ સિગારેટ પીવાની ઈચ્છા થાય ત્યારે કાચા પનીરનો ઉપયોગ કરી શકો છો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati