AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetarian Diet: શાકાહારી છો તો પણ નહીં જરૂર પડે પ્રોટીનયુક્ત ખોરાકની, આ પાંચ ફૂડ ખાઓ અને આસાનીથી વધારો પ્રોટીનની માત્રા

તમારા આહારમાં કોળાના બીજનો સમાવેશ કરો છો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે માત્ર એક ચમચી કોળાના બીજમાંથી 5 ગ્રામ પ્રોટીન મેળવી શકો છો. કોળાના બીજ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જે તમને ઘણા બધા પોષક તત્વો પ્રદાન કરી શકે છે.

Vegetarian Diet: શાકાહારી છો તો પણ નહીં જરૂર પડે પ્રોટીનયુક્ત ખોરાકની, આ પાંચ ફૂડ ખાઓ અને આસાનીથી વધારો પ્રોટીનની માત્રા
Protein diet (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 9:32 AM
Share

જો તમે શાકાહારી (Vegetarian) છો તો તમારી આસપાસના લોકોએ કહ્યું જ હશે કે શરીરમાં પ્રોટીનની(Protein ) ઉણપ હશે, સપ્લીમેન્ટ્સ લો કે બીજી બધી વસ્તુઓ લો પણ શું ખરેખર એવું છે? નોન-વેજ (nonveg) ફૂડ પ્રેમીઓ ઘણીવાર ચિકન, સૅલ્મોન અને ઈંડા જેવા ખોરાકમાંથી પ્રોટીન મેળવે છે, પરંતુ આમાંથી કોઈ પણ શાકાહારીઓ માટે ઉપયોગી નથી. જો કે બજારમાં આવા ઘણા ફૂડ્સ છે, જે પ્રોટીનથી ભરપૂર હોવાનો દાવો કરે છે, પરંતુ તેમાંથી કેટલા એવા છે જે તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાતને પૂરી કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આવી 5 ખાદ્ય વસ્તુઓ વિશે, જે તમારા પ્રોટીનનું પ્રમાણ વધારવામાં અને શરીરમાંથી પ્રોટીનની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.

1-મસૂર

તમે માત્ર 100 ગ્રામ કઠોળમાંથી લગભગ 7થી 8 ગ્રામ પ્રોટીન મેળવી શકો છો. જો તમે એક જ દાળને વારંવાર ખાવા માંગતા નથી તો તમે તમારી થાળીમાં કાળી દાળ, ચણા, રાજમા, ચપટી, લીલા મગની દાળ, કાળા ચણા જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો, જે પ્રોટીનનો સ્ત્રોત છે તેમજ અન્ય પોષક તત્વોથી ભરપૂર.

2-ક્વિનોઆ

ક્વિનોઆ એ અમરન્થ નામના છોડનો એક ભાગ છે અને તેમાં તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે. જો તમે 100 ગ્રામ ક્વિનોઆ ખાઓ છો તો તે તમને 9 ગ્રામ પ્રોટીન પ્રદાન કરી શકે છે.

3-કોળાના બીજ

જો તમે તમારા આહારમાં કોળાના બીજનો સમાવેશ કરો છો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે માત્ર એક ચમચી કોળાના બીજમાંથી 5 ગ્રામ પ્રોટીન મેળવી શકો છો. કોળાના બીજ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જે તમને ઘણા બધા પોષક તત્વો પ્રદાન કરી શકે છે.

4-દહીં

તમે આખા વર્ષ દરમિયાન બજારમાં ઉપલબ્ધ દહીં સરળતાથી ખાઈ શકો છો. શિયાળો હોય કે ઉનાળો, દહીંનું સેવન હંમેશા તમારા માટે ફાયદાકારક છે. જો તમે 100 ગ્રામ દહીંનું સેવન કરો છો, તો તમને 9 ગ્રામ સુધી પ્રોટીન મળી શકે છે. પ્રોટીન ઉપરાંત, દહીં એવા ગુણોથી સંપન્ન છે, જે તમારા આંતરડા માટે સારું છે.

5-ચીઝ-ટોફુ

જો તમે ચિકન ખાવા ઈચ્છો છો, પરંતુ શાકાહારી હોવાને કારણે તેમ નથી કરી શકતા તો પનીર અને ટોફુ તમારા માટે હેલ્ધી ઓપ્શન સાબિત થઈ શકે છે. તમે 100 ગ્રામ પનીરમાંથી 16 ગ્રામ પ્રોટીન મેળવી શકો છો. જો તમારે માત્ર 100 ગ્રામ ટોફુ ખાવાનું હોય તો તેમાંથી તમે 8 ગ્રામ સુધી પ્રોટીન મેળવી શકો છો.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Clove Benefits: જાણો લવિંગના જબરદસ્ત ફાયદા અને તેના વધુ પડતા સેવનના નુકશાન વિશે

Ramzan 2022 : સેહરી અને ઇફ્તારમાં પાણીથી ભરપૂર આ ખોરાકનું સેવન કરો, દિવસભર ઉર્જાવાન રહેશો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">