ઉનાળામાં પેટ ભરેલું અને ફૂલેલું રહે છે ? અજમાવો આ ઉપાય, 2 મિનિટમાં જ મટાડશે ગેસ, એસીડીટી અને અપચો

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં પેટની સમસ્યા સૌથી વધુ હોય છે. મોટાભાગના લોકો પેટ સંબંધિત રોગથી પીડાય છે. જેમા મુખ્યત્વે પેટનું ફૂલવું, પેટ ભરેલું હોય તેવુ લાગવું, ગેસ, એસિડિટી અને અપચો વગેરે સમસ્યાથી પીડાય છે.

ઉનાળામાં પેટ ભરેલું અને ફૂલેલું રહે છે ? અજમાવો આ ઉપાય, 2 મિનિટમાં જ મટાડશે ગેસ, એસીડીટી અને અપચો
પેટની સમસ્યા ઉકેલવા અજમાવો ઘરેલુ ઉપાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 6:07 PM

જો ગરમીના દિવસોમાં તમે ખાધા પછી વારંવાર ભારેપણું અનુભવો છો અથવા પેટ ફૂલી ગયુ હોય તેવુ લાગતુ હોય કે એસિડિટી (acidity) જેવા લક્ષણોનો સામનો કરો છો, તો તમે તેનાથી રાહત મેળવવા માટે કેટલાક આયુર્વેદિક (Ayurvedic) ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. ઉનાળાની ઋતુ (Summer season) શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં પેટની સમસ્યા સૌથી વધુ હોય છે. એવું જોવામાં આવે છે કે જેમ જેમ ગરમી વધે છે તેમ પાચન (Digestion) સંબંધી સમસ્યાઓ પણ થાય છે. નિષ્ણાતો માને છે કે તાપમાનમાં વધારો પાચન તંત્ર પર સૌથી વધુ અસર કરે છે. આ જ કારણ છે કે આજકાલ મોટાભાગના લોકો પેટ સંબંધિત રોગથી પીડાય છે. જેમા મુખ્યત્વે પેટનું ફૂલવું, પેટ ભરેલું હોય તેવુ લાગવું, ગેસ, એસિડિટી અને અપચો વગેરે સમસ્યાથી ત્રસ્ત થાય છે.

દેખીતી રીતે આવી સમસ્યાઓ સામાન્ય લાગે છે, પરંતુ જો તેની કાળજી લેવામાં ન આવે તો, તમને ગરમી, કબજિયાત, પેટમાં ખેંચાણ, ઝાડા, ઉલટી અને પેટનું ફૂલવું જેવા લક્ષણોનો સામનો કરવો પડી શકે છે. જો આ દિવસોમાં તમે ખાધા પછી વારંવાર ભારેપણું અનુભવો છો અથવા વારંવાર પેટ ફૂલવું અને એસિડિટી જેવા લક્ષણોનો સામનો કરો છો, તો તમે તેનાથી રાહત મેળવવા માટે કેટલાક આયુર્વેદિક ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.

વધતી ગરમી રોગપ્રતિકારક શક્તિ અને પાચનને અસર કરે છે, જેના કારણે આવા પેટને લગતા રોગ થાય છે. તેથી ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તમારે નીચે દર્શાવેલ સરળ ઘરેલું ઉપાય અજમાવવા જોઈએ.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

સમસ્યા ઉકેલવા શુ કરશો?

1 ગ્લાસ પાણી લો, તેમાં 5-7 ફુદીનાના પાન, થોડુક જીરું અને અડધી ચમચી અજમો ઉમેરો. તેને મધ્યમ તાપે 3 મિનિટ સુધી ઉકાળો, જ્યારે ગરમ થઈ જાય ત્યારબાદ તેને ગાળી લો અને ધીમે ધીમે પીવો. તમે તેને સવારે ભૂખ્યા પેટે અથવા જમ્યાના અડધા કલાક પહેલા કે પછી લઈ શકો છો. જ્યારે તમને પેટ ફૂલેલું કે ભારે લાગે ત્યારે પણ તમે તેને પી શકો છો.

ફુદીનો, જીરું અને અજમાની અંદર એવા તમામ પોષક તત્વો હોય છે કે જે શરીરની સારી કામગીરી માટે જરૂરી છે. હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઈરોઈડ, એસિડિટી, ગેસ, હોર્મોન, કબજિયાત વગેરેથી પીડાતા લોકો માટે પણ સારો ઉપાય છે.

ઉનાળા માટે ફુદીનો સૌથી સારો ગણાય છે. તે માત્ર સ્વાદ માટે જ નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે. ફુદીનો શરદી-ખાંસી, એસિડિટી, ગેસ, પેટનું ફૂલવું, અપચો, ડિટોક્સ, ખીલ, કબજિયાત વગેરે જેની સમસ્યા સામે લડવાની ક્ષમતા ધરાવે છે.

જીરું માત્ર એક મરીમસાલો નથી. તેની અદ્ભુત સુગંધ અને સ્વાદ ઉપરાંત, સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદાઓ છે. જીરું પાચનક્રીયાને સતેજ કરે છે અને પાચનને પ્રક્રિયાને સક્રીય કરે છે. તે કફ અને વાતને પણ ઘટાડે છે. અજમો પચવામાં ખૂબ જ સરળ છે અને જીરુંની જેમ જ તે કફ અને વાતને ઘટાડે છે. તમે તેને તમારા ભોજનમાં સામેલ કરો. ખાધા પછી થતો ગેસ અને એસિડિટીની સમસ્યા ઘટાડવામાં અજમો મદદ કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ

Bad Habits : આ 6 ખરાબ આદતો હાડકાંને બનાવે છે નબળા, આજથી જ બદલો આદત

Health Care : Diabetes સાથે જોડાયેલી આ માન્યતાઓ છે ભૂલ ભરેલી, જાણો કઈ છે એ માન્યતા અને શું છે સત્ય ?

g clip-path="url(#clip0_868_265)">