AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો

એવું કહેવાય છે કે જો પહેલેથી જ શરીરમાં કફ થવાની સમસ્યા રહેતી હોય તો વસંતઋતુમાં તે વધી શકે છે. એટલું જ નહીં, આ ઋતુમાં એલર્જીના લક્ષણો પણ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં માર્ચથી જૂન સુધી સ્વસ્થ રહેવા માટે આયુર્વેદની મદદ લઈ શકાય છે.

Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો
Follow these ayurvedic tips in spring season
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:22 AM
Share

કહેવાય છે કે વસંતઋતુની શરુઆત ( Spring season health care routine )માર્ચ મહિનામાં શરૂ થાય છે અને જૂન સુધી રહે છે. આ ઋતુની પ્રવૃત્તિ બદલાતી ઋતુના રૂપમાં જોવા મળે છે, વસંતઋતુમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ( Health problems in spring season )આપણને ઘેરી લે છે. આ ઋતુ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા આવે છે. જેમાં લોકોને ઉધરસની સૌથી સામાન્ય સમસ્યા ( Cough problem ) રહે છે. કફની સમસ્યા પાછળ લોકો બદલાતા હવામાનને કારણ જણાવે છે. કહેવાય છે કે જો શરીરમાં કફની સમસ્યા વારંવાર રહે છે તો આ ઋતુમાં તે વધુ વધી શકે છે. એટલું જ નહીં, આ ઋતુમાં એલર્જીના લક્ષણો પણ દેખાવા લાગે છે.

આવી સ્થિતિમાં માર્ચથી જૂન સુધી સ્વસ્થ રહેવા માટે આયુર્વેદની મદદ લઈ શકાય છે. કેટલીક સરળ આયુર્વેદિક ટિપ્સ છે, જે આ સમય દરમિયાન અનુસરવી શ્રેષ્ઠ છે. જો તમે આ લક્ષણોથી બચવા ઈચ્છો છો, તો આ આયુર્વેદ ટિપ્સ અનુસરો…

કસરત

શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે અને આ માટે દોડવું અથવા કસરત કરવી શ્રેષ્ઠ છે. જો કે જે લોકો કસરત કરી શકતા કે દોડી શકતા નથી તેઓ ડોક્ટરની સલાહ મુજબ દરરોજ કસરત કરીને સ્વસ્થ રહી શકે છે. કસરત કરવાથી કફ દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે, તેથી કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.

આદુની ચા

આયુર્વેદ અનુસાર આદુમાંથી બનેલી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે કફની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આદુમાંથી બનાવેલું પીણું પીવો. આદુમાં વોર્મિંગ ઈફેક્ટ હોય છે અને આ કારણથી તે કફને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આદુના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે, તેથી દરરોજ સવારે આદુની ચા અથવા આદુનું પીણું પીવો.

આહારની સંભાળ

આજકાલ લોકોની બગડેલી જીવનશૈલી અને ખોટો આહાર તેમને હદથી વધુ બીમાર કરી રહ્યો છે. જેના કારણે તેને ડાયાબિટીસ, થાઈરોઈડ અને હાઈ બીપી જેવી ગંભીર બીમારીઓ થવા લાગી છે. તેમજ નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે કફની સમસ્યા વારંવાર રહે છે. આયુર્વેદ અનુસાર ભારે, ઠંડો, ખાટો અને મીઠો ખોરાક ટાળો. જો તમને તે ખાવાની ક્રેવિંગ થતી હોય તો તેને મર્યાદિત માત્રામાં ખાઓ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Health Precaution : ડોક્ટરની સલાહ વગર કરવામાં આવતા સીટી સ્કેન સાબિત થઇ શકે છે જોખમી

આ પણ વાંચો-

સર્વાઈકલ કેન્સર : આર્થિક રીતે નબળી મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, જાણો કારણ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">