મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિયેશનથી બચવા આ ઉપાયો અજમાવો

મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિયેશનથી બચવા આ ઉપાયો અજમાવો
પ્રતિકાત્મક તસ્વીર (ફાઇલ)

મોબાઈલ ફોનનો(Mobile phone) વધુ પડતો ઉપયોગ અને વાઈફાઈ રેડિયેશન તમને અલ્ઝાઈમરના દર્દી બનાવી શકે છે. આ દાવો કરંટ અલ્ઝાઈમર રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

May 14, 2022 | 1:31 PM

તમને જણાવી કે, મોબાઈલ ફોનમાંથી (Mobile phone) નીકળતાં રેડિયેશન (Radiation)માનવ શરીરને (Health) ઘણુ નુકસાન પહોંચાડે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ પદ્ધતિઓ અનુસરો. જેનાથી રેડિયેશનની આપણા શરીર પર પડતી હાનિકારક અસરને ઘણી હદે ઘટાડી શકાશે.

મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ અને વાઈફાઈ રેડિયેશન તમને અલ્ઝાઈમરના દર્દી બનાવી શકે છે. આ દાવો કરંટ અલ્ઝાઈમર રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોના મતે સેલ ફોનના રેડિયેશનથી મગજના કોષોમાં કેલ્શિયમનું સ્તર વધે છે, જે અલ્ઝાઈમર રોગનું મુખ્ય કારણ છે.

મોબાઇલ રેડિયેશનની બચવા આ ઉપાયો (Remedies)અજામાવો

1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલની જાણકારી લેવી જરૂરી છે. આ માટે મોબાઇલ ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.

2. મોબાઇલની સાથે ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધારે હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટૂથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટૂથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.

3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.

4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરનાં રૂપમાં મળે છે. જે રેડિએશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.

5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલનાં રેડિયેશન બેવડા નુકસાન પહોંચાડે છે. એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.

7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.

8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati