Bitter gourd juice: ઘણાં રોગોમાં ફાયદાકારક છે કારેલાનું જ્યૂસ, વજન ઉતારવામાં સૌથી શ્રેષ્ઠ છે

|

Sep 13, 2021 | 9:12 AM

વજન ઘટાડવા માટે લોકો દરરોજ અવનવા નુસખા અપનાવતા હોય છે. એક શાકભાજી જે તમારા ઘરમાં હાજર છે, તે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

Bitter gourd juice: ઘણાં રોગોમાં ફાયદાકારક છે કારેલાનું જ્યૂસ, વજન ઉતારવામાં સૌથી શ્રેષ્ઠ છે
try bitter gourd juice for weight loss it helps in burning your fat know how

Follow us on

Bitter gourd juice: બિટર ગર્ડ જેને કારેલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બજારમાં સૌથી વધુ કડવા શાકભાજી (Vegetables)તરીકે ઓળખાય છે,

પરંતુ તે તેના તમામ સ્વાસ્થ્ય લાભો (Health benefits)માટે પણ જાણીતું છે. કારેલા ઘણા વિટામિન્સ અને ખનીજ જેવા કે ફોલેટ, ઝીંક, આયર્ન અને મેગ્નેશિયમ અને વિટામિન બી 1, બી 2, બી 3 અને વિટામિન સી (Vitamin C)નો સ્ત્રોત છે. તે કેલ્શિયમ અને પોટેશિયમ અને પ્રોટીનથી પણ સમૃદ્ધ છે. આ મુખ્ય કારણ છે કે, લોકો આ કારેલાના રસનું સેવન કરે છે.

દિવસમાં એકવાર તાજા કારેલાના રસનો ગ્લાસ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે કારેલાનો રસ કેવી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે? શું તે ખરેખર તમારા શરીર (Body) અને વજન પર અસર કરે છે? આ પ્રશ્નોના જવાબો જાણીને તમે નક્કી કરી શકો છો કે, તમે કારેલા (Bitter gourd)ને તમારા વજન ઘટાડવાની યોજનાનો એક ભાગ બનાવવી શકો છો.

અહીં કેટલીક રીતો છે કે, જેમાં કારેલાનો રસ વજન ઘટાડવામાં મદદ કરે છે:

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

1. કારેલા ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવા માટે જાણીતો છે અને બ્લડ સુગર લેવલ જાળવવામાં મદદ કરે છે. તે તમારા ઇન્સ્યુલિનને સક્રિય કરે છે અને ખાંડનું ચરબીમાં રૂપાંતર થતા અટકાવે છે જેનો અર્થ છે કે તમારું શરીર ઓછી ચરબી ઉત્પન્ન કરશે,

2. કારેલામાં ખૂબ ઓછી કેલરી, ચરબી અને કાર્બોહાઈડ્રેટ  (Carbohydrates)હોય છે. આ ચરબી, કેલરી અને કાર્બોહાઈડ્રેટનું સેવન ઘટાડે છે અને તમારે વધારાનું વજન વધારવાની ચિંતા કરવાની જરૂર નથી. 100 ગ્રામ કારેલામાં માત્ર 34 કેલરી હોય છે.

3. કારેલામાં વધુ ફાઈબર હોય છે જે તમારા શરીર માટે સારું છે. ઉચ્ચ ફાઇબર (Fiber) આહાર તમને લાંબા સમય સુધી સંપૂર્ણ લાગે તે માટે મદદ કરે છે જે બદલામાં ભુખ ઘટાડે છે અને તમને વધારે જમવાનું અટકાવે છે. તેમાં ઉચ્ચ પાણીની સામગ્રી પણ છે જે તેને તમારા આહારમાં શામેલ કરવા માટે ખૂબ જ સ્વસ્થ શાક બનાવી શકો છો

4. કારેલા ચરબીના કોષોની રચના અને વૃદ્ધિને અટકાવવા માટે જાણીતા છે જે તમારા શરીરમાં ચરબી (Fat) ઘટાડવામાં મદદ કરે છે અને તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

 

Next Article