આ 8 મિનિટનું ‘જોય વર્કઆઉટ’ મૂડને રાખશે ખુશ , તમે પણ શરૂ કરી શકો છો

|

Nov 04, 2022 | 2:09 PM

મનોવિજ્ઞાની કેલી મેકગોનિલે સાડા 8 મિનિટની ફોર્મ્યુલા તૈયાર કરી છે. તેઓ દાવો કરે છે કે આનાથી માનવ મન પ્રસન્ન અને હળવું બની જશે.

આ 8 મિનિટનું જોય વર્કઆઉટ મૂડને રાખશે ખુશ , તમે પણ શરૂ કરી શકો છો
Happy mood

Follow us on

સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન આપણી જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે. આખી દુનિયા માટે આ કોઈ મોટી સમસ્યાથી કમ નથી. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, માત્ર ભારતમાં જ 20 કરોડથી વધુ લોકો ડિપ્રેશન અને સંબંધિત રોગોથી પીડાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ સતત ડિપ્રેશન અથવા પરેશાન રહે છે તો તે ડિપ્રેશનમાં આવી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે ખુશ રહો. સંશોધન મુજબ, કસરત કરવાથી વ્યક્તિનો મૂડ સુધરે છે. સંશોધકોએ તેને ફીલ બેટર ઈફેક્ટ નામ આપ્યું છે.

તમને જણાવી દઈએ કે મનોવિજ્ઞાની કેલી મેકગોનિલે સાડા 8 મિનિટની ફોર્મ્યુલા તૈયાર કરી છે. તેઓ દાવો કરે છે કે આનાથી માનવ મન પ્રસન્ન અને હળવા બને છે. આવો જાણીએ આ ફોર્મ્યુલા…

રીચ

જોય વર્કઆઉટનું પહેલું મુવ રીચ છે. જણાવી દઇએ કે રીચિંગ ફોર ધ સ્કાઇના નામથી ઓળખવા આવે છે. આમાં સૌથી પહેલા હાથને ઉપર તરફ લો, પછી બોડી સ્ટ્રેચ કરવાની કોશિશ કરો, તમારી હથેળી ખુલ્લી રાખો, સ્નાયુઓના ખેચાણથી તમને રીલેક્સ ફિલ થશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

શેક

શેક મૂવમાં, પહેલા તમારા હાથને ખોલીને ખભ્ભાની લાઇનમાં સીધા કરી નાખો,પછી એક પછી એક હાથ મુવ કરો. પછી બંને હાથને એકસાથે હલાવો. આ રમત મુડ સ્વીંગ સુધારશે.

સ્વે

આ સ્ટેપમાં તમારા ખભાને સ્વિંગ કરો ધીમેથી . પછી તમારા હાથને કમર પર રાખો અને કમરને ધીમે ધીને મુવ કરો તમને ડાન્સ કરતા હોય તેવુ ફિલ થશે, સારા મ્યુઝીક પર જો આ મુવીંગ સ્ટેપ કરવામાં આવે તો મુળ સારો બને છે.

બાઉન્સ

બાઉન્સમાં, તમે સંગીતના બીટ પર તમારા ખભાને ઉપર અને નીચે ઉછાળવાનું શરૂ કરો. આ પછી, બાદમાં પગને મુવ કરો, ધીમે ધીને પગને કુદતા હોય એ રીતે મુવમેન્ટ કરો, બાદમાં હાથની પણ એજ રીતે મુવ મેન્ટ કરો, શરીરને જકડો નહીં, હાથ પગને એની જાતે મુવ થવા દો, આનાથી સ્ટ્રેસ રીલીફ થશે.

સેલિબ્રેટ

આ વર્કઆઉટમાં તમે તમારી હીલની મદદથી તમારા શરીરને ઉપાડવાનો પ્રયાસ કરો.તેનાથી પગના સ્નાયુઓ સ્ટ્રેચ થશે અને થાક ઉતરશે, મન શાંત થશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

Next Article