AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eyes care Tips: આંખોની રોશની ગુમાવવા પાછળ હોઈ શકે છે આ 3 મહત્વપૂર્ણ કારણ

Loosing eyesight reasons: આંખોમાં અચાનક અંધત્વ વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલી નાખે છે. કહેવાય છે કે આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની રોશની છીનવાઈ જાય છે. અમે તમને આવા જ ત્રણ કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Eyes care Tips: આંખોની રોશની ગુમાવવા પાછળ હોઈ શકે છે આ 3 મહત્વપૂર્ણ કારણ
Loosing eyesight reasons
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 9:50 AM
Share

આંખો એ માત્ર આપણા શરીરનો જ નહીં, પરંતુ જીવનનો એક ભાગ છે, જેના વિના વધુ સારા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. કેટલાક લોકો એવા હોય છે જેમની આંખો ખૂબ જ સુંદર હોય છે, પરંતુ તેઓ તેમના દ્વારા દુનિયાને જોઈ શકતા નથી. આંકડા અનુસાર વિશ્વમાં લગભગ 4.3 અબજ લોકો અંધત્વનો (Blindness) શિકાર છે. બીજી બાજુ 295 મિલિયન લોકો એવા છે કે જેઓ દ્રષ્ટિ અથવા આંખો (Loosing eyesight reasons) સંબંધિત અન્ય સમસ્યાઓથી પ્રભાવિત છે. બાળપણથી જ અંધત્વથી પીડાતા લોકોને જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ તેઓને તેની ટેવ પડી જાય છે અને તેઓ આ સમસ્યા સાથે જીવવાનું શીખી લેતા હોય છે. જ્યારે કોઈ કારણસર કોઈ વ્યક્તિ તેની આંખોની રોશની ગુમાવે છે, ત્યારે પરિસ્થિતિ ભયાનક બની જાય છે.

આંખોમાં અચાનક અંધત્વ વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલી નાખે છે. કેટલાક લોકો આ વાત સ્વીકારવામાં અસમર્થ હોય છે અને તેઓ પોતાનું નુકસાન પણ કરી લેતા હોય છે. કહેવાય છે કે આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓને કારણે તેમની રોશની છીનવાઈ જાય છે. અમે તમને આવા જ ત્રણ કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વેટ એએમડી

મોટાભાગના લોકો અથવા બાળકો તેમનો મોટાભાગનો સમય વાંચન અને લખવામાં, ફોન અથવા ટીવી જોવામાં વિતાવે છે. તે જ સમયે, કેટલાક લોકોને કામ માટે લેપટોપ અથવા અન્ય કોઈપણ સ્ક્રીન પર વધુ સમય પસાર કરવો પડે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ વચ્ચે ડાર્ક સ્પોટ જુએ છે, તો તેણે સાવચેત રહેવું જોઈએ. આ સ્થિતિમાં રેટિનાની નીચે એક રક્ત વાહિની રચાય છે, જે લીકેજનું કારણ બની શકે છે. આ વેટ-એએમડી તરીકે ઓળખાય છે. તેનાથી આંખોની રોશની છીનવાઈ શકે છે.

ગ્લુકોમા

આપણા શરીરમાં હાજર ઓપ્ટિક ચેતા મગજમાં માહિતી અને ચિત્રો પહોંચાડે છે. જો તમે ગ્લુકોમા અથવા કાળા મોતિયા પીડિત છો તો આ રોગો ઓપ્ટિક ચેતાની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. ગ્લુકોમામાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ તેનાથી આંખોની રોશની પણ ઘટી શકે છે. તેની અસર શરૂઆતમાં દેખાતી નથી, પરંતુ એક સમયે ચક્કર આવવા, ઉબકા આવવા, ઝાંખુ દેખાવું, આસપાસ રંગીન વીંટી જોવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મોતિયો

તેને અંધત્વનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. મોતિયાથી પીડિત વ્યક્તિની આંખના લેન્સ પરના ભાર દરમિયાન, તે રેટિનાને અસર કરવાનું શરૂ કરે છે. ડાયાબિટીસ, વૃદ્ધાવસ્થા, દારૂનું સેવન જેવી સમસ્યાઓ મોતિયાની ઘટના પાછળનું કારણ હોઈ શકે છે. જો તમે મોતિયાના શિકાર છો અને તમને ડાયાબિટીસ પણ છે તો આ સ્થિતિ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સુગરને કંટ્રોલ કરીને વહેલામાં વહેલી તકે ઓપરેશન કરાવો.

આ પણ વાંચો : Healthy Dishes : કીવીનો આ રીતે કરો ઉપયોગ, ઝડપથી બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગીઓ

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">