તમારુ વજન ઝડપથી ઘટાડશે આ હેલ્ધી ડ્રિંક્સ, આજે જ સામેલ કરો તમારા ડાયટમાં

|

Jun 14, 2022 | 10:28 PM

વજન ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે. ઝડપી વજન ઘટાડવા માટે, તમે આહારમાં ઘણા પ્રકારના હેલ્ધી ડ્રિન્કસનો પણ સમાવેશ કરી શકો છો. આ હેલ્ધી ડ્રિન્કસ (Healthy Drinks) વિવિધ મસાલા અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

તમારુ વજન ઝડપથી ઘટાડશે આ હેલ્ધી ડ્રિંક્સ, આજે જ સામેલ કરો તમારા ડાયટમાં
Healthy Drinks
Image Credit source: file photo

Follow us on

Weight Loss Tips: વજન ઘટાડવુ અને પરફેક્ટ બોડી શેપ કોને ના ગમે? આપણે જાણીએ છે કે વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે અનિયમિત આહાર અને ઊંઘને કારણે આપણુ વજન વધી જતુ હોય છે. સ્થૂળતા ઘટાડવા માટે વ્યક્તિની જીવનશૈલી સારી હોવી જોઈએ. આ દિવસોમાં મોટાભાગના લોકો વધતા વજનને કારણે પરેશાન છે. વજન ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે. ઝડપી વજન ઘટાડવા માટે તમે આહારમાં ઘણા પ્રકારના હેલ્ધી ડ્રિંક્સનો પણ સમાવેશ કરી શકો છો. આ હેલ્ધી ડ્રિંક્સ (Healthy Drinks) વિવિધ મસાલા અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ હેલ્ધી ડ્રિંક્સ ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ કે કયા હેલ્ધી ડ્રિંકને તમે ડાયટમાં સામેલ કરી શકો છો.

લીંબુ-મધનું પાણી

લીંબુ અને મધનું પાણી પાચનપ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નાંખો. તેમાં મધ ઉમેરો અને રોજ સવારે તેનું સેવન કરો.

હળદરનું પાણી

હળદરમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત આપે છે. આ હેલ્ધી ડ્રિન્ક બનાવા માટે એક વાસણમાં 2 કપ પાણી લો. તેમાં એક ચપટી હળદર ઉમેરો. આ પાણીને ઉકાળો. પાણી ઠંડુ થાય એટલે પી લો. સ્વાદ માટે તમે તેમાં થોડું મધ પણ ઉમેરી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અજમાનું પાણી

અજમો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે પાચનપ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ હેલ્ધી ડ્રિન્ક બનાવવા માટે એક ચમચી અજમાને પાણીમાં ઉકાળો. તેમાં લીંબુનો રસ અને કાળું મીઠું ઉમેરો. હવે તમે તે પી શકો છો.

જીરાનું પાણી

વજન ઘટાડવા માટે તમે જીરાના પાણીનું સેવન કરી શકો છો. તે મેટાબોલિક રેટને વેગ આપે છે. તે પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ટેબલસ્પૂન જીરું આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળી લો. આ પાણીને ધીમા ગેસ પર ઉકાળો. તેને એક ગ્લાસમાં રેડો. તેમાં એક ચપટી કાળું મીઠું ઉમેરીને તેનું સેવન કરો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article