Tea Side Effect : સવારે ભૂખ્યા પેટે જો તમે ચા પીવાની આદત રાખતા હોવ, તો એકવાર આ જરૂર વાંચજો

|

Jul 30, 2022 | 8:12 AM

જો તમે સવારે ઉઠીને વધુ ચા(Tea ) પીઓ છો, તો તે તમને થોડા સમય માટે ફ્રેશ કરી શકે છે, પરંતુ તેનાથી લાંબા ગાળે તમને ઊંઘની સમસ્યા થઈ શકે છે.

Tea Side Effect : સવારે ભૂખ્યા પેટે જો તમે ચા પીવાની આદત રાખતા હોવ, તો એકવાર આ જરૂર વાંચજો
Drinking tea by empty stomach side effects (Symbolic Image )

Follow us on

ભારતમાં ચાના(Tea ) શોખીનોની કોઈ કમી નથી, કેટલાક લોકોને સવારે (Morning )ઉઠતાની સાથે, બપોરે જમવા દરમ્યાન કે પછી રાતે(Night ) સુતા પહેલા પણ ચા પીવાની આદત જેવી હોય છે. તેથી જ તે પાણી પછી સૌથી વધુ પીવાતું પીણું છે,એવું માનવામાં આવે છે કે ચા પીને તણાવ દૂર કરવાની આ એક રીત છે. જો ચા ને એકવાર પીવામાં આવે તો તે શરીરમાં અદ્ભુત તાજગી આપે છે અને શરીરનો બધો થાક દૂર થાય છે.

કેટલાક લોકો સવારે ખાલી પેટે ચા પીવે છે

કેટલાક લોકોને વહેલી સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની ખરાબ આદત હોય છે, જેને ‘બેડ ટી’ કહેવામાં આવે છે, એટલે કે પથારીમાં ઉઠતાની સાથે જ ચા પીવું. આ ચા પીધા વિના તેઓ દિવસનું કામ બરાબર કરી શકતા નથી. આ સિવાય જે લોકોની ઓફિસમાં વહેલી સવારની શિફ્ટ હોય છે, તેઓ ચા વગર ભાગ્યે જ કામની શરૂઆત કરી શકે છે, કારણ કે તેઓ ઘણીવાર ચાનો ઉપયોગ ઊંઘ ભગાડવા માટે કરે છે.

‘બેડ ટી’ સ્વાસ્થ્ય માટે કેમ સારી નથી?

ભલે તમને એમ લાગતું હોય સવારે ઉઠીને ચા પીવાનો શોખ મન અને શરીરને ઘણો આરામ આપે છે કે ઉર્જા આપે છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે તેટલું  જ નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેને ખાલી પેટ ચા પીવાની ઘણી આડઅસર છે. ચાલો જાણીએ કે ભૂખ્યા પેટે ચાની ચુસ્કી લેવાથી શું નુકશાન થાય છે ?

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભૂખ્યા પેટે ચા પીવાના ગંભીર ગેરફાયદા

  • 1. ભૂખ્યા પેટે ચાપીવાની સૌથી મોટી સમસ્યા એસિડિટી, કબજિયાતના રૂપમાં આવે છે.  અને તે પાચન તંત્ર માટે બિલકુલ સારું નથી.
  • 2. સવારે ખાલી પેટ ચા પીવાથી પિત્તના રસની સમસ્યા ઉભી થાય છે, જેનાથી ગભરાટ થાય છે.
  • 3. જો તમે સવારે ઉઠીને વધુ ચા પીઓ છો, તો તે તમને થોડા સમય માટે ફ્રેશ કરી શકે છે, પરંતુ તેનાથી લાંબા ગાળે તમને ઊંઘની સમસ્યા થઈ શકે છે.
  • 4. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા પીવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે કારણ કે તેમાં શુગરનું પ્રમાણ રહેલું હોય છે.
  • 5. ભૂખ્યા પેટે ચા પીવાથી પેટમાં અલ્સરની સમસ્યા તો થઈ શકે છે, સાથે જ શરીરમાં પ્રોટીનની ઉણપનો પણ ખતરો રહે છે.
  • 6. ભૂખ્યા પેટે ચા પીવાથી ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ થઈ શકે છે, જેના કારણે ભૂખ ન લાગવાનો સંભાવના પણ રહે છે.
  • 7. ચામાં કેફીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જે બ્લડ પ્રેશર વધારવા માટે કારણભૂત છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article