AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Cold Drink : ગોવા અને મહારાષ્ટ્રમાં ખૂબ પીવાતા કોકમના શરબત છે અનેક ફાયદા, જાણો તેને બનાવવાની રીત

ગોવા અને મહારાષ્ટ્રમાં ખૂબ ગરમી પડી રહી છે અને ગુજરાતમાં પણ હવે અંગ દઝાડતી ગરમી ચાલુ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ કાળઝાળ ગરમીથી બચવા માટે કોકમ શરબત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં જાણો તેને બનાવવાની રીત અને તેને પીવાના ફાયદા વિશે.

Summer Cold Drink : ગોવા અને મહારાષ્ટ્રમાં ખૂબ પીવાતા કોકમના શરબત છે અનેક ફાયદા, જાણો તેને બનાવવાની રીત
kokum sharbat recipe know its benefits
| Updated on: Apr 09, 2024 | 12:01 PM
Share

ગોવા અને મહારાષ્ટ્રમાં ખૂબ ગરમી પડી રહી છે અને ગુજરાતમાં પણ હવે અંગ દઝાડતી ગરમી ચાલુ થઈ રહી છે. આવી સ્થિતિમાં આ કાળઝાળ ગરમીથી બચવા માટે કોકમ શરબત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં જાણો તેને બનાવવાની રીત અને તેને પીવાના ફાયદા વિશે.

કોકમના ફાયદા

  • કોકમમાં ઠંડકનો ગુણ હોય છે, તેથી તેને ઉનાળાની ઋતુમાં પીવા માટે સારું ફળ માનવામાં આવે છે. કોકમનું શરબત પીવાથી તમે તાજગી અને સ્ફુર્તિ અનુભવો છો. કોકમનું શરબત પીવાથી ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ મળે છે.
  • આયુર્વેદ અનુસાર કોકમનો ઉપયોગ ઘાની સારવાર માટે થાય છે. કોકમના સ્વાસ્થ્ય લાભો આંતરડાની સમસ્યાઓ, કાનમાં ચેપ, ઘા, પીરિયડ્સમાં વિલંબ અને સોજો સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકો માટે તે સારું માનવામાં આવે છે.
  • કોકમમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વાળ અને ત્વચાની રચનાને સુધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે કોષોને રિપેર કરવામાં મદદ કરે છે.
  • કોકમમાં કેલરી ઓછી હોય છે. તેના સ્વાસ્થ્ય લાભો શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સાથે તે હૃદય રોગથી પીડિત લોકો માટે સારું છે. આ સિવાય આ ફળ વજન ઘટાડવામાં મદદ કરે છે.

કોકમ શરબત બનાવવાની રીત

સામગ્રી

કોકમ ફળ, પાણી, ખાંડ, એલચી પાવડર, જીરું પાવડર, સંચળ

આ રીતે બનાવો શરબત

  • તેને બનાવવા માટે કોકમને પાણીમાં સારી રીતે ધોઈ લો અને પછી તેને કાપીને તેના બીજ અલગ કરો. હવે તેનો પલ્પ અને બહારનો ભાગ પીસી લો. જ્યારે તે સારી રીતે બ્લેન્ડ થઈ જાય, ત્યારે તેને ગળણીથી ગાળી લો.
  • હવે એક વાસણમાં ખાંડની ચાસણી તૈયાર કરો. ચાસણી થોડી જાડી હોવી જોઈએ. ચાસણી બનાવ્યા પછી તેને ઠંડુ કરો અને પછી તેમાં કોકમ મિક્સ કરો. બરાબર મિક્ષ થયા બાદ તેમાં જીરું પાવડર અને એલચી પાવડર ઉમેરો.
  • હવે આ મિશ્રણને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. તે ઠંડુ થાય પછી એક ગ્લાસમાં એક કે બે ચમચી કોકમનું શરબત નાખો અને પછી એક ગ્લાસ પાણી અને બરફના ટુકડા ઉમેરી સર્વ કરો.
g clip-path="url(#clip0_868_265)">