AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તરબૂચની સાથે સાથે તરબૂચના બીજ ખાવાનું શરૂ કરો, શરીરમાં દેખાશે આટલા ફાયદા

તરબૂચમાં કેલરી ઓછી હોય છે, જે ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક છે. હવે જોવા જઈએ તો, તરબૂચના બીજ પણ આપણા માટે ઘણા ફાયદારૂપી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, તરબૂચના બીજ ખાવાથી શું ફાયદા થાય.

તરબૂચની સાથે સાથે તરબૂચના બીજ ખાવાનું શરૂ કરો, શરીરમાં દેખાશે આટલા ફાયદા
| Updated on: Apr 25, 2025 | 1:28 PM
Share

તરબૂચ એક એવું ફળ છે કે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે. તરબૂચ ખાવાથી તમે ડિહાઇડ્રેશનથી બચી શકો છો. આ ફળમાં 92 ટકા પાણી હોય છે, આ ઉપરાંત તેમાં વિટામિન અને આયર્ન જેવા પોષક તત્વો પણ હોય છે. આ ફળમાં કેલરી ઓછી હોય છે, જે ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક છે. હવે જોવા જઈએ તો, તરબૂચના બીજ પણ આપણા માટે ઘણા ફાયદારૂપી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, તરબૂચના બીજ ખાવાથી શું ફાયદા થાય.

પાચનતંત્ર સ્વસ્થ રહે છે

તરબૂચના વચ્ચેના ભાગમાં પોટેશિયમની સાથે-સાથે હાઇ ફાઇબર પણ હોય છે, જે ખાવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તરબૂચના બીજ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

ગ્લોઈંગ સ્કિન

જે લોકોને સ્કિનને લગતી સમસ્યા હોય અથવા કોલેજનની ઉણપથી પીડાતા હોય તેમણે તરબૂચના બીજ ચોક્કસ ખાવા જોઈએ, કારણ કે તેમાં એન્ટીઑકિસડન્ટ અને કોલેજન હોય છે જે ત્વચાની ચમક વધારે છે.

વજન ઘટાડવું

તરબૂચની અંદર કેલરી ઓછી હોય છે અને આ ઉપરાંત તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જેમાં ફાઇબર, વિટામિન એ, ફોલેટ, પોટેશિયમ, પ્રોટીન અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ આ ફળને તેમના આહારનો ભાગ બનાવી શકે છે.

મજબૂત ઇમ્યુનિટી

વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ કેટલી મજબૂત છે તે શરીરમાં રહેલ ઝિંકની માત્રા પર આધાર રાખે છે. તરબૂચના બીજ ખાવાથી ઝિંકની માત્રા નિયંત્રણમાં છે. ઝિંક રોગપ્રતિકારક શક્તિના કોષોને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેથી તમે બિમારી કે ઇન્ફેકશનથી બચી શકો છો.

હેલ્થી ફેટ

મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હેલ્થી ફેટ છે. આ હેલ્થી ફેટ કોલેસ્ટ્રોલ ઘટાડવા, હાર્ટ એટેક અને સ્ટ્રોકને રોકવા માટે મહત્વપૂર્ણ હોય છે.

નર્વસ સિસ્ટમ

તરબૂચના બીજમાં વિટામિન બી હોય છે જે આપણા નર્વસ સિસ્ટમના ફંકશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોઈ વ્યક્તિ ડિમેન્શિયા અથવા કોઈપણ પ્રકારની માનસિક સમસ્યાથી પીડિત હોય તો તેણે આ બીજને પોતાના આહારનો ભાગ બનાવવો જોઈએ.

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">