Skin Care Tips : હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે કીવીનો આ રીતે કરો ઉપયોગ કરો

|

Jul 22, 2021 | 10:02 PM

સ્વસ્થ્ય ત્વચા માટે તમે આ કીવીને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. આવો જાણીએ ત્વચા માટે તે કેવી રીતે ફાયદાકારક છે.

Skin Care Tips : હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે કીવીનો આ રીતે કરો ઉપયોગ કરો
Use kiwi for healthy and glowing skin

Follow us on

કીવી એક રસદાર ફળ છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદની સાથે તે ખૂબ પૌષ્ટિક પણ હોય છે. આ ફળ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. તે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવે છે. સ્વસ્થ્ય ત્વચા માટે તમે આ ફળને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો. આવો જાણીએ ત્વચા માટે તે કેવી રીતે ફાયદાકારક છે.

ગ્લોઇંગ ત્વચા માટે – ગ્લોઇંગ ત્વચા માટે કીવી ખૂબ ફાયદાકારક છે. તે તમારી ત્વચાની કોશિકાઓમાંથી મેલેનિન ઘટાડે છે. તે એન્ટી ઓક્સિડેન્ટનું સારુ સ્ત્રોત છે. તે તમારી ત્વચાને ગ્લો આપવા માટે શક્તિશાળી એજન્ટ તરીકે કામ કરે છે.

ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે – કીવી ફળ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ઓમેગા -3 અને ફેટી એસિડનો ખૂબ સારો સ્ત્રોત છે. ત્વચા માટે આ બંને તત્વો ફાયદાકારક છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખીલ દૂર કરવા – કીવીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તમારા ચહેરા પરના ખીલને દૂર કરવા માટે તે મહત્વનો ઉપાય છે. તમે કીવીથી બનેલા ફેસપેકનો ઉપયોગ પણ કરી શકો છો.

મૃત ત્વચાને એક્સફોલિએટ કરે છે – કીવીમાં એક્સફોલિએટીંગ ગુણ હોય છે. તે ડેડ સ્કિનને હટાવવામાં મદદ કરે છે. તેની છાલમાં રહેલા એન્ઝાઇમ ડેડ સ્કિનને હટાવીને તમારી સ્કિનને મુલાયમ બનાવે છે.

 

કેવી રીતે બનાવશો ફેસ પેક

1. એક બાઉલમાં મેશ કરેલી કીવી લો, તેમાં 1 ચમચી મધ નાખો, એક ચપટી હળદર અને 2 ચમચી દહીં નાખીને મિક્ષ કરી લો હવે આ પેક ઉપયોગ કરવા માટે તૈયાર છે.

2. લીંબુ અને કીવીની મદદથી એક વિટામીન સી ફેસપેક તૈયાર કરી શકાય છે. આ ફેસપેક ત્વચાને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે. મેશ કરેલી કીવીમાં લીંબુનો રસ ભેળવીને કોટન પેડથી ફેસ પર એપ્લાય કરો. તેને ચહેરા પર 15 થી 20 મિનિટ રાખ્યા બાદ તમારો ચહેરો ધોઇ નાખો.

 

આ પણ વાંચો – Gujarat top News: રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય હોય કે પછી વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો – Love Story: Vikrant Massey જેવી સિમ્પલ છે તેમની મંગેતર શીતલ, આ રીતે થઈ હતી પ્રેમની શરૂઆત

Published On - 7:57 pm, Thu, 22 July 21

Next Article