Gujarat top News: રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય હોય કે પછી વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

રાજ્યમાં વેક્સિનેશન મુદ્દે નાયબ મુખ્યમંત્રી એ શું આપ્યું નિવેદન, કઈ મહાનગર પાલિકાની યોજાશે સાધારણ સભા,રાજ્યમાં ક્યાં થશે મેઘમહેર.. જાણો તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

  • Publish Date - 6:56 pm, Thu, 22 July 21 Edited By: Kunjan Shukal
Gujarat top News: રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય હોય કે પછી વરસાદ અંગેના મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

1.ગુજરાતમાં યથાવત રહેશે મેઘમહેર, શનિવારથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. જેમાં ગુરુવાર અને શુક્રવારે સામાન્ય વરસાદની આગાહી છે. જોકે ત્યારબાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24, 25 અને 26 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: ગુજરાતમાં યથાવત રહેશે મેઘમહેર, શનિવારથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

 

2. સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષ પહેલીવાર હાજરી આપશે

સુરત મહાનગપાલિકાની સામાન્ય સભા તારીખ 28 જુલાઈના રોજ મનપાની મુખ્ય કચેરીમાં આવેલા સરદાર ખંડમાં મળશે. જેમાં પ્રથમ વખત વિપક્ષના સભ્યો આ સામાન્ય સભામાં હાજર રહેશે.

આ સમાચાર વિગતવાર વાંચો : Surat : 28 જુલાઈના રોજ સુરત મનપાની મળનારી સામાન્ય સભામાં વિપક્ષ પહેલીવાર હાજરી આપશે

 

3. રાજ્યમાં CM રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની કરાશે ઉજવણી

ગુજરાતમાં CM રૂપાણીના નેતૃત્વમાં સરકારના ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકારે તેની ઉજવણીનું આયોજન કર્યું છે. જેમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સરકારના ઓગસ્ટ માસમાં 5 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે 5 વર્ષમાં લોકોની જનભાગીદારી જન ઉપયોગી કાર્યોને વધુ સક્રિય બનાવવા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમ તાલુકા સ્તર સુધી યોજવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujaratમાં સીએમ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની આવી રીતે કરાશે ઉજવણી, ઓગષ્ટમાં માસમાં વિવિધ કાર્યક્રમો

 

4. નાયબ મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, ગુજરાતમાં રવિવારે વેપારી ધંધાર્થીઓ માટે વેક્સિનેશન ચાલુ રહેશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી છે કે રવિવારે વેપાર ધંધા માટે વેક્સિનેશન ચાલુ રાખવામાં આવશે. જેમાં વેપારીઓ તથા ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે જ વેક્સિનેશન રવિવારે થશે.

આ સમાચાર વિગતવાર વાંચો: ગુજરાતમાં રવિવારે વેપારી ધંધાર્થીઓ માટે વેક્સિનેશન ચાલુ રહેશે : નીતિન પટેલ

 

5.પત્ની ગુમ થવાના કેસમાં વડોદરાના PI અજય દેસાઈનો ગુરુવારે FSL ખાતે નાર્કો ટેસ્ટ કરાશે

વડોદરાના SOG પીઆઈ અજય દેસાઈનો ગુરુવારે ગાંધીનગર FSL ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. જેને પગલે પોલીસ એસઓજી પીઆઈ અજય દેસાઈને લઈ વડોદરા પોલીસ FSL પહોંચી છે. જેમાં વડોદરા SOG પીઆઈ અજય દેસાઈનો ગુરુવારે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gandhinagar : પત્ની ગુમ થવાના કેસમાં વડોદરાના પીઆઇ અજય દેસાઇનો ગુરુવારે એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરાશે

 

6.વન નેશન-વન રેશનકાર્ડ યોજનાથી આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાના 35,000 પરિવારોને ફાયદો

વન નેશન-વન રાશનકાર્ડ યોજનાના પરિણામે આદિવાસી વિસ્તારોને વિશેષ ફાયદો થયો છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહિસાગર, ડાંગ, તાપી જેવા ભૌગોલિક પ્રતિકૂળતા ધરાવતા વિસ્તારોમાંથી મોટા પ્રવાસીઓ રાજ્યના મોટા શહેરોમાં અર્થોપાર્જન માટે અસ્થાયી સ્થળાંતર કરી જાય છે. આ પ્રવાસી શ્રમિકો પોતાનું અનાજ સાથે લઈ જતા હતા પણ હવે મોટા શહેરોની કોઈ પણ રાશનની દુકાન પરથી રાશન મેળવી શકે છે.

આ સમાચાર વિગતવાર વાંચો: DAHOD : વન નેશન-વન રેશનકાર્ડ યોજનાથી દાહોદ સહીતના આદિવાસી વસ્તીવાળા જિલ્લાઓના 35,000 પરિવારોને ફાયદો થયો

 

7. AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ, 15 કરોડના વિવિધ વિકાસ કામોની મંજુરી અપાઈ

આજે 22 જુલાઈએ મળેલી AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 14 કરોડ કરતા વધુના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં વિકાસ કામો મંજુર કરાયા છે. જેમાં નવી ડ્રેનેજ લાઈન નાખવી, સ્ટ્રોમ વોટર તેમજ લાઈન ડીસીટીંગ કરવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન મેનટેનન્સ , સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોમાં મિકેનીકલ ઈલેક્ટ્રિકલ કામનો સામવેશ થાય છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ, 15 કરોડના વિવિધ વિકાસકામોની મંજુરી અપાઈ

 

8. શિવરાજપુર બીચનું 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન હાથ ધરાશે: સીએમ રૂપાણી

CM રૂપાણીએ દ્વારકાના શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને બ્લુ સીથી ઓળખાતા 3 કિમી દરિયાકિનારાના વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરીને તેના 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવાનો નિર્ણય કર્યો હતો.

 

9. અમદાવાદના ખોખરામાં સરાજાહેર વ્યાજખોરની હત્યા કરાઈ, દેણદારે છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

ખોખરાના મ્યુનિસિપલ ગાર્ડન નજીક સવારે છ વાગ્યાની આસપાસ સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉર્ફે બાલા નામનો વ્યક્તિ આવ્યો હતો. ઉઘરાણી બાબતે તે સવારે છ વાગ્યે અહીં આવતા જયેશગીરી નામના વ્યક્તિ સાથે બબાલ થઈ હતી.  રૂપિયા ઉઘરાવવા ગયેલા આધેડને દેણદારે જ છરીના ઘા મારી રહેંસી નાખ્યો હતો.

10. તાપી નદીનું સૌંદર્ય ખીલશે, 13 મીટરનો ક્ન્વેન્શિયલ બેરેજ પ્રોજેક્ટ મંજૂર

 સુરત શહેર માટે અત્યંત મહત્વનો ક્ન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યો છે. રૂંઢ અને ભાઠા વચ્ચે નદી પર 13 મીટરની હાઈટનો આ બેરેજ બનશે. તેનાથી તાપી નદીના (Tapi River) કિનારા પર પિકનિક પોઈન્ટ જેવા પ્રોજેક્ટ સાકાર કરવામાં આગળ વધી શકાશે.