Shankhnaad: વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જાણો શંખનાદના ફાયદાઓ

Parul Mahadik

|

Updated on: May 21, 2021 | 9:35 PM

શાસ્ત્રોના અનુસાર શંખ વગાડવાથી સુખ-સમૃદ્ધિ જેવા અસંખ્ય લાભ થાય છે તો બીજી તરફથી તેનો અવાજ ઘણી બીમારીઓને દૂર ભગાવે છે.

Shankhnaad: વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જાણો શંખનાદના ફાયદાઓ
File Image

Shankhnaad Benefit: કોરોના વાયરસ એક એવી બીમારી છે. જેની સીધી અસર આપણાં ફેફસાં પર થાય છે. તેમાં દર્દીના ફેફસા ડેમેજ થઈ જાય છે. જોકે હાલના દિવસોમાં દરેક વ્યક્તિ પોતાની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરી રહ્યા છે. ઈમ્યુનિટી વધારવા માટે અને ઓક્સિજન સેચ્યુરેશનમાં સુધારો કરવા માટે એક બાજુ લાખો લોકો દેશી નુસખા અજમાવી રહ્યા છે તો કેટલાક લોકો બ્રિધીંગ એક્સરસાઈઝનો સહારો પણ લઈ રહ્યા છે.

મહામારીના આ સંકટના સમયમાં આપણે આપણા ફેફસાનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે કોરોના વાયરસ સૌથી પહેલા ફેફસા પર એટેક કરે છે અને પછી તે ધીરે-ધીરે આપણા શરીરના બાકીના અંગોને પણ નુકસાન પહોંચાડે છે. જોકે અહીં તમને ફેફસાને તંદુરસ્ત રાખવા માટેની એક દેશી રીત બતાવીએ છે, જેને કહેવાય છે શંખનાદ.(Shankhnaad)

હિન્દુ ધર્મમાં દરેક માંગલિક કાર્યો જેમ કે હવન, કથામાં શંખ વગાડવામાં આવે છે. આ પવિત્ર ધ્વનિનું પ્રતિક માનવામાં આવે છે. તેને શુભ પણ માનવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર શંખ વગાડવાથી સુખ-સમૃદ્ધિ જેવા અસંખ્ય લાભ થાય છે તો બીજી તરફથી તેનો અવાજ ઘણી બીમારીઓને દૂર ભગાવે છે. કોરોનાકાળમાં જો તમે ફેફસાની તંદુરસ્તી જાળવવા માંગતા હોવ તો શંખનાદનો પ્રયોગ કરી શકો છો. શંખ વગાડવાથી ઘણા ફાયદા થશે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શંખમાં ઘણા એવા ગુણો હોય છે, જેનાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થઈને પોઝિટિવ એનર્જી આવે છે. તેનો અવાજ સાંભળીને આપણો તણાવ પણ ઓછો થઈ જાય છે. મંદિરોમાં શંખની અવાજ સકારાત્મકતા લાવે છે. આયુર્વેદના અનુસાર શંખનો અવાજ ઔષધીય પ્રયોગ છે. જેનાથી હાર્ટ એટેક,બ્લડ પ્રેશર, અસ્થમાંના નુક્શાનને ઓછા કરી શકાય છે. શંખ વગાડવાથી ફેફસાં મજબૂત થાય છે.

આ ઉપરાંત આયુર્વેદ પણ કહે છે કે શંખ વગાડવાથી શરીરના નીચેના હિસ્સામાં, ડાયાફામ અને ગળાના માંસપેશીઓની એક્સરસાઈઝ પણ થઈ જાય છે. શંખ વગાડવાને લઈને વૈજ્ઞાનિકો માને છે કે તેનો અવાજ વાતાવરણમાં રહેલા ઘણા પ્રકારના જીવાણુ અને કીટાણુઓનો નાશ કરે છે. રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે શંખના અવાજથી આસપાસના ખરાબ બેક્ટેરિયા નાશ થઈ જાય છે.

વિજ્ઞાનના અનુસાર શંખનો અવાજ દૂષિત વાતાવરણને શુદ્ધ કરે છે. જેવી રીતે તમે લાંબી સાથે શ્વાસ લઈને એક્સરસાઈઝ કરો છો તેવી જ રીતે લાંબો શ્વાસ લઈને શંખ વગાડવાનો રહે છે. દરરોજ એકથી બે મિનિટ સુધી કરવાથી હૃદય અને ફેફસાં મજબૂત થાય છે ત્યાં જ શ્વસન ક્રિયા અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

આ પણ વાંચો: Health Tips : કોરોના કાળમાં અસ્થમાના દર્દીઓએ આ રીતે સાચવવી તબિયત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati