AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો પાલકનો સ્વાદિષ્ટ સૂપ બનાવવાની રીત, જેના સ્વાસ્થ્ય લાભો તમને પણ અચંબિત કરી દેશે

પાલકનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તમે તેનું ઘણી રીતે સેવન કરી શકો છો. ચાલો જાણીએ કે પાલકમાંથી સૂપ કેવી રીતે બનાવવો.

જાણો પાલકનો સ્વાદિષ્ટ સૂપ બનાવવાની રીત, જેના સ્વાસ્થ્ય લાભો તમને પણ અચંબિત કરી દેશે
Recipe and health benefits of Spinach Soup
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:14 AM
Share

પાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.

સ્પિનચ સૂપ એટલે કે પાલક સૂપ એક સ્વાદિષ્ટ સૂપ રેસીપી છે. આ એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી બનાવવી એકદમ સરળ છે. તમે તેને તમારા સ્વસ્થ આહારમાં શામેલ કરી શકો છો. ચાલો જાણીએ તેની રેસિપી.

પાલકના સૂપ માટે સામગ્રી

  1. પાલક – 4 કપ
  2. મેદો – 2 મોટી ચમચી
  3. માખણ – 2 ચમચી
  4. પાણી – 2 કપ
  5. વાટેલા મરી – 1 ચપટી
  6. સમારેલી ડુંગળી – 1
  7. દૂધ – 1 કપ
  8. ફ્રેશ ક્રીમ – 1 મોટી ચમચી
  9. મીઠું – 1/2 ચમચી

સ્પિનચ સૂપ બનાવવાની રીત

સ્ટેપ – 1

પાલકના પાનને ધોઈ લો અને જાડા દાંડા દૂર કરો. પાલક સારી રીતે રંધાઈ જાય ત્યાં સુધી તેને લગભગ 8 મિનિટ સુધી પાણીમાં ઉકાળો.

સ્ટેપ – 2

હવે તેને ઠંડુ કરો અને બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કરો, એક બાજુ રાખો. એક તવી લો અને તેમાં માખણ ગરમ કરો.

સ્ટેપ – 3

હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને ધીમા તાપ પર લગભગ 3 મિનિટ સુધી ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.

સ્ટેપ – 4

મેદો લોટ ઉમેરો અને તેને ધીમી આંચ પર તળો. હવે તેમાં પાલકની પ્યુરી, દૂધ, મીઠું અને મરી ઉમેરો.

સ્ટેપ – 5

ધીમા ગેસ પર લગભગ 3 મિનિટ સુધી ઉકાળો. છેલ્લે પીરસતાં પહેલાં તાજી ક્રીમ ઉમેરો.

પાલકના આરોગ્ય લાભો

પાલકનું સેવન ચેપનું જોખમ ઘટાડે છે. પાલકમાં વિટામિન સી અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ અને ફોલેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ કોલેસ્ટ્રોલના હાનિકારક ઓક્સિડેશનને રોકવામાં મદદ કરે છે. પાલકમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે હાડકાઓને નબળા પડવાથી બચાવે છે.

પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Health Tips : લક્ષ્મણ ફળ આપે છે કુદરતી કેમોથેરાપી, કેન્સરના કોષો સામે લડવા સક્ષમ

આ પણ વાંચો: Health Tips : મલ્ટી વિટામિનની ગોળીઓ લેતા પહેલા આ બાબતોની ભૂલ ના કરશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">