AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : લક્ષ્મણ ફળ આપે છે કુદરતી કેમોથેરાપી, કેન્સરના કોષો સામે લડવા સક્ષમ

ભારતમાં અનેક પ્રકારના ફળ ઉપલબ્ધ છે અને તેના પોતાના અલગ ફાયદા છે. ત્યારે લક્ષ્મણ ફળ પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

Health Tips : લક્ષ્મણ ફળ આપે છે કુદરતી કેમોથેરાપી, કેન્સરના કોષો સામે લડવા સક્ષમ
Health Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 8:00 AM
Share

તમે અત્યાર સુધી સીતાફળ, જામફળ વિષે સાંભળ્યું હશે, પણ ક્યારેક લક્ષ્મણ ફળ વિષે સાંભળ્યું છે ? આ બહુ ઓછું જાણીતું ફળ છે જે વિટામિન સીથી સમૃદ્ધ છે અને તે આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ આપી શકે છે. ભારતીય ફળોમાં ઘણા બધા ફળો ઉપલબ્ધ છે અને આપણે બધા તમામ ફળોના ફાયદાથી વાકેફ છીએ.

આ ફળ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ ફળ નિયમિત ફળ જેવું લાગતું નથી. તે લીલા રંગનું હોય છે અને તેની બાહ્ય ત્વચા જાડી હોય છે, જેમાં કાંટા હોય છે. પરંતુ અંદરથી, તે ક્રીમી પલ્પ અને કાળા બીજ ધરાવે છે.

લક્ષ્મણ ફળ કેન્સર સામે લડે છે

ઘણા આ ફળને કુદરતની કીમોથેરાપી કહે છે. એવું માનવામાં આવે છે કે આ ફળ અને તેના પાંદડા ખાવાથી લગભગ 12 વિવિધ પ્રકારના કેન્સર કોષોને હરાવી શકાય છે. તે સ્તન, ફેફસા, સ્વાદુપિંડના કેન્સરથી બીજાને રોકી શકે છે. સામાન્ય રીતે કેન્સરના દર્દીઓએ કીમોથેરાપી જેવી સારવાર લેવી પડે છે જેની ઘણી આડઅસર હોય છે. જો કે, આ ફળ કોઈ પણ આડઅસર વગર શરીરમાં કેન્સરના કોષોને મારી નાખે છે.

લક્ષ્મણ ફળ UTI ને અટકાવે છે

યુટીઆઈ અથવા પેશાબની નળીઓનો ચેપ આજે મહિલાઓને સૌથી સામાન્ય આરોગ્ય સમસ્યાઓમાંથી એક છે. લક્ષ્મણ ફળ ખાવાથી આ સમસ્યા સામે લડવામાં મદદ મળી શકે છે. તે વિટામિન સીથી સમૃદ્ધ છે અને પેશાબમાં એસિડિક સ્તર જાળવવામાં મદદ કરે છે.

લક્ષ્મણ ફળ પાચન માટે સારું છે

વિટામિન સી સમૃદ્ધ ફળ આપણી પાચન તંત્ર માટે ઉત્તમ છે. તેનું નિયમિત સેવન કરવાથી પાચનની કોઈ પણ સમસ્યાઓ દૂર થાય છે. ફળમાં સારી માત્રામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે કબજિયાત જેવા મુદ્દાઓ સામે લડે છે. જો તમે પાચન સમસ્યાઓથી પીડિત છો, તો તમારે આ ફળને તમારા આહારમાં ઉમેરવો જોઇએ.

હાડકા સ્વસ્થ રાખવા

આ ઉપરાંત આ ફળ કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસતનો સારો સ્રોત છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, ખાસ કરીને આ ફળનું સેવન કરવાથી આપણા હાડકાં સ્વસ્થ રહે છે. લક્ષ્મણ ફાલ સારા કોલેસ્ટ્રોલને જાળવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :

Health Tips : મલ્ટી વિટામિનની ગોળીઓ લેતા પહેલા આ બાબતોની ભૂલ ના કરશો

Health Tips: પિસ્તા છે ઘણી રીતે લાભદાયી, હૃદયને તંદુરસ્તી આપવાની સાથે કેન્સરથી પણ દૂર રાખવાના ધરાવે છે ગુણ

g clip-path="url(#clip0_868_265)">