Rajiv Dixit Health Tips: શું તમને ખબર છે ઠંડુ પાણી પીવાથી શરીરમાં આવે છે કમજોરી, રાજીવ દીક્ષિતે જણાવ્યા પાણી પીવાના 4 નિયમ, જુઓ Video
પાણી પીવા માટે અનેક નિયમો છે પણ મોટા ચાર નિયમો રાજીવ દીક્ષિતે જણાવ્યા છે, જેમાં પહેલું સુત્ર છે જેમાં સવારમાં ઉઠીને પાણી પીવું, બીજુ સુત્ર છે જમ્યા બાદ પાણી પીવું જોઈએ નહીં, ત્રીજુ સુત્ર છે ઠંડુ પાણી પીવાથી શરીરમાં લોહીની ઉણપ આવી જાય છે અને ચોથું સુત્ર છે પાણી હંમેશા શાંતિથી પીઓ એક સાથે પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે. પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવુ જોઈએ.
Rajiv Dixit Health Tips: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. રાજીવ દીક્ષિતે પાણી પીવા માટે અનેક નિયમો જણાવ્યા છે, જેમાં સવારમાં ઉઠીને પાણી પીવું, જમ્યા બાદ પાણી પીવું જોઈએ નહીં, ઠંડુ પાણી પીવાથી શરીરમાં લોહીની ઉણપ આવી જાય છે અને ચોથું સુત્ર છે પાણી હંમેશા શાંતિથી પીઓ એક સાથે પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે. પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવુ જોઈએ.
પહેલું સૂત્ર
“ભોજનંતે વિશંભરી” એટલે કે ભોજનના અંતે પાણી બિલકુલ ન પીવું, દોઢ કલાક પછી જ પાણી પીવું. જમ્યા પછી કંઈક પીવું હોય તો જ્યુસ કે છાશ કે દૂધ. સવારે જમ્યા પછી જ્યુસ, બપોરે છાશ કે લસ્સી અને રાત્રે દૂધ પીવું જોઈએ.
બીજું સૂત્ર
જ્યારે પણ તમે પાણી પીશો, ત્યારે તમે તેને એક ઘૂંટમા પીશો નહીં, પાણીને ઘૂંટડે ઘૂંટડે પીવુ જોઈએ, જેથી તમારા મોંઢાની લાળ પેટમાં જાય. મોંઢાની લાળ આલ્કલાઇન હોય છે, અને આપણા પેટમાં એસિડ હોય છે જે એસિડિક હોય છે. બંને મળે ત્યારે ન્યૂટલ બની જાય છે. આ સૌથી આદર્શ સ્થિતિ છે. જો તમારું શરીર ન્યૂટલ રહેશે તો તમે કોઈ રોગથી પીડાશો નહીં. તેથી, જ્યારે પણ તમે પાણી પીવો ત્યારે તેને ઘૂંટડે-ઘૂંટડે કરીને પીવું જોઈએ.
ત્રીજું સૂત્ર
જીવનમાં ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઈએ. તમે પોતે જ કહેશો કે ઠંડા પાણીનો અર્થ શું છે. તો જવાબ છે ફ્રિજમાં રાખેલ પાણી કે બરફ સાથે ભેળવેલું પાણી. આ ક્યારેય ન પીવો. હવે તમે કહેશો કેમ? તમે મને કહો કે જો તમારું શરીર ઠંડું પડી જાય તો તેનો અર્થ શું થાય છે, તેનો સીધો અર્થ એ છે કે તમે મરી જશો, તો પછી તમે ઠંડુ પાણી કેમ પીવા માંગો છો.
આ ઠંડુ પાણી શરીર માટે યોગ્ય નથી. હવે હું તમને સમજાવું કે ઠંડુ પાણી પીતાની સાથે જ આપણું પેટ તે ઠંડુ પાણી ગરમ કરે છે, જેથી શરીર ઠંડુ ન પડે. તમે ગમે તેટલું ઠંડુ પાણી પીઓ, તમારું પેટ તેને ગરમ કરશે અને તે પાણીને ગરમ કરવા માટે ઊર્જાનો ઉપયોગ થાય છે અને તે ઊર્જા તમારું લોહી છે.
જો તમે ખૂબ ઠંડુ પાણી પીઓ છો, તો તે પાણીને ગરમ કરવા માટે પેટ આખા શરીરમાંથી થોડું લોહી ખેંચશે, અને જ્યાં સુધી તે પાણી ગરમ ન થાય ત્યાં સુધી અન્ય તમામ અંગો લોહીની ઉણપથી પીડાવા લાગે છે. અને જો શરીરના અંગોમાં નિયમિતપણે લોહીની આ ઉણપ આવવા લાગે તો આ અંગોને નુકસાન થવા લાગે છે, પછી ગમે ત્યારે તમને હાર્ટ એટેક આવી શકે છે, કિડની ફેલ થઈ શકે છે, લીવર ડેમેજ થઈ શકે છે, તમારા શરીરના કોઈપણ ભાગને અસર થઈ શકે છે.
શ્રેષ્ઠ પાણી એ માટીના વાસણનું પાણી છે
ચોથું સૂત્ર
સવારે ઉઠતાની સાથે સૌથી પહેલું કામ પાણી પીવું જોઈએ. તમારા દિવસની શરૂઆત પાણીથી કરો. ચાથી નહીં, કોફીથી નહીં, દિવસની શરૂઆત પાણીથી થવી જોઈએ અને પીવાની પદ્ધતિ તમને અગાઉની પોસ્ટમાં કહેવામાં આવી હતી કે, પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ઘૂંટડે ઘૂંટડે કરીને પીવુ જોઈએ. જેમ ચા કે ગરમ દૂધ પીવો છો તેમ ધીમે ધીમે પાણી પીવું જોઈએ અને તમારા માટે શ્રેષ્ઠ પાણી એ માટીના વાસણનું પાણી છે.
માથાનો દુખાવો 6-7 દિવસમાં દૂર થઈ જશે
જો તમે આ ચાર સૂત્રને તમારા જીવનમાં લાગુ કરશો તો સાતમા દિવસે પરિણામ એટલું સારું આવશે કે તમને વિશ્વાસ પણ નહીં થાય. જેમના પેટમાં ગેસ છે, પેટમાં બળતરા, ખાટા ઓડકાર, ખોરાક બરાબર પચતો નથી, જેમને કબજિયાત છે, આંતરડાંમાં પ્રોબ્લમ છે, પેટ સાફ નથી થતું, આ બધી બીમારીઓ તમારાથી દૂર થઈ જશે. જેમને ભૂખ નથી લાગતી, તેમને ભૂખ લાગશે, સારી ઊંઘ નથી આવતી, ઊંઘ ખૂબ સારી આવશે અને જેમને સવારે ઉઠતાની સાથે જ માથાનો દુખાવો થાય છે, તેઓ 6-7 દિવસમાં દૂર થઈ જશે.
જેમના માથાના અડધા ભાગમાં દુખાવો છે, તે પણ ઠીક થઈ જશે. જેને આખા માથામાં હોય તે પણ ઠીક થઈ જશે. જેમને ચક્કર આવે છે તેઓ સાજા થઈ જશે, સામાન્યથી લઈને અસાધારણ બીમારીઓ જેમની સંખ્યા 48 છે, તેઓ આ ચાર ફોર્મ્યુલાથી જ ઠીક થઈ જશે. પગમાં એડીનો દુખાવો છે, તે ઠીક થઈ જશે, 7 દિવસમાં 25થી 30 ટકા ઘૂંટણનો દુખાવો દૂર થઈ જશે અને દોઢ મહિને આ સૂત્રને અનુસરશો તો આ ઘૂંટણનો દુખાવો 50 ટકાથી વધુ ઓછો થઈ જશે. ખભાનો દુ:ખાવો મટી જશે. આ રીતે, આ ચાર સિદ્ધાંતોનું પાલન કરવાથી જ તમારા શરીરના ઘણા રોગો દૂર થઈ જશે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો