Rajiv Dixit Health Tips: તરસ રોકવાથી થાય છે 58 પ્રકારના રોગ, રાજીવ દીક્ષિતે જણાવ્યું કઈ રીતે પાણી પીવાથી શરીરને નહીં થાય નુકસાન, જુઓ Video
બ્રહ્મમુહુર્તના સમય સિવાય દિવસમાં ક્યારેય પણ તરસ ન લાગી હોય તેમ છતા પાણી પીવાના કારણે તકલીફ થશે, વાગભટ્ટજી હંમેશા વચ્ચેનો રસ્તો પસંદ કરો.

Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. રાજીવ દીક્ષિતે કહ્યું કે જ્યારે પાણીની તરસ લાગે ત્યારે જરૂર પાણી પીઓ, તેને રોકવાની જરૂર નથી. ઘુંટડે ઘુંટડે પાણી પીવાનું છે. ગમે તેટલી તરસ લાગી હોય તેમ છતા પાણી ઘુંટડે ઘુંટડે પાણી પીવુ જોઈએ. જલ્દી જલ્દી પાણી પીવાની કોશીષ ક્યારેય કરવી જોઈએ નહીં, જલ્દી પાણી પીવાના કારણે બે રોગ જરૂર થાય છે. એક હરનીયા જ્યારે બીજી છે એપેન્ડીસ.
પાણીને જલ્દી પીવાના કારણે આ બે રોગ થાય છે. જો ઉંમર વધારે હોય અને પાણી જલ્દી પીવાના કારણે હાઈડ્રોસીલનો બીમારી થઈ શકે છે, પાણી હંમેશા ઘુટડે ઘુટડે પીવુ જોઈએ. વાગભટ્ટજીએ કીધુ છે કે એક જ સમયે તરસ ન લાગી હોય તેમ છતા પાણી પીવું જોઈએ, તે સવારમાં ઉઠતાની સાથી પીવાના પાણીની છે. બ્રહ્મમુહુર્ત હંમેશા સુર્ય ઉગ્યાના 1.30 કલાક પહેલા માનવામાં આવે છે. બ્રહ્મમુહુર્તમાં જરૂર પાણી પીવો તરસ ન લાગી હોય તેમ છતા.
સવારમાં ઉઠતાની સાથે જ તરસ વગર પાણી પીવું જોઈએ બાકી આખા દિવસમાં જ્યારે તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ. ફક્ત નીયમ એટલો જ છે કે જમ્યાના તરત પછી પાણી પીવુ જોઈએ નહી. જો જમ્યાબાદ તરસ લાગી હોય તો છાસ, દુધ, જ્યુસ પીને તરસ મીટાવી શકાય છે અને જમ્યાના 1.30 કલાક બાદ તમે પાણી પીને તરસ સંતોષી શકો છો. તરસ એક વેગ છે તેને રોકવો જોઈએ નહીં. તરસ રોકવાથી 58 પ્રકારના રોગ થાય છે.
ખુરસી પર બેસીને પાણી પીવું હોય તો પલાઠી વાળીને બેસો અને પીવો
બ્રહ્મમુહુર્તના સમય સિવાય દિવસમાં ક્યારેય પણ તરસ ન લાગી હોય તેમ છતા પાણી પીવાના કારણે તકલીફ થશે, હંમેશા વચ્ચેનો રસ્તો પસંદ કરો. વાગભટ્ટજીએ કહ્યું કે પાણી હંમેશા બેસીને પીવું જોઈએ. ઉભા ઉભા પાણી પીવાની તેમને મનાઈ કરી છે. હંમેશા બેસીને પાણી પીવુ જોઈએ અને બેસવાની બે રીત સૌથી સારી માનવામાં આવે છે. તેમાં એક છે ગાયનું દુધ દોતા સમયે જે રીતે બેસીએ તે રીત અને બીજી છે પલાઠી વાળીને બેસવું જોઈએ, ખુરસીમાં બેસીને પણ પાણી પીવાની મનાઈ છે. તે અર્ધ બેસવાની સ્થિતી હોય છે, જો ખુરસી પર બેસીને પાણી પીવું હોય તો પલાઠી વાળીને ખુરસીમાં બેસીને પાણી પી શકાય છે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો