દેશના ખૂણે-ખૂણે ઉગી નીકળતી પ્રાચીનકાળની ત્રિદોષનાશક અલભ્ય ઔષધિ ગીલોય છોડના ભાવમાં ધરખમ વધારો, જાણો શું છે ફાયદા ?
આયુર્વેદ એ વૈદિક કાળથી ચાલી આવતી ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. જેમાં વ્યક્તિ માંદો જ ન પડે એને ધ્યાનમાં રાખીને સાવધાની પૂર્વક જીવન જીવવાનું તેમજ ખોરાક આરોગવાની પદ્ધતિઓ જણાવવામાં આવી છે સાથે 10 જેટલી મુખ્ય ઔષધિઓનું નિરૂપણ વેદોમાં કરવામાં આવ્યું છે જેમાં ની એક ગલવેલ છે.

ગીલોય (Giloy) એ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના સમગ્ર ભારત દેશના ખૂણે ખૂણે જોવા મળતી અમૃત તુલ્ય અજોડ ઔષધિ છે. પરંતુ આયુર્વેદ પ્રત્યે સભાનતાની કમીના કારણે ધોવાઈ ગઈ છે. સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના કાળે ફરીથી ગીલોયની મહત્તા સમજાવી દીધી છે અને ભારત દેશના આયુષ મંત્રાલય ફરીથી આયુર્વેદમાં દસ મહત્વની આયુર્વેદિક જડીબુટ્ટી એક તરીકે સામેલ કરી છે.
ગીલોયનું વૈજ્ઞાનિક એટલે કે બોટનિકલ નામ ટીનોસ્પોરા કોર્ડીફોલિયા છે. જેને ગુજરાતીમાં ગળો, મરાઠીમાં ગલવેલ, સંસ્કૃતમાં ગુરુચી, કર્ણાટકમાં અમૃતવલ્લી સાથે અમૃતરૂપી ઔષધ હોવાના કારણે મધુ પરણી અમૃત જેવા નામોથી પણ પ્રદેશ પ્રમાણે અલગ અલગ નામોથી લોકો ઓળખે છે.
આયુર્વેદમાં શરીર ત્રણ દોષોનું બનેલું દર્શાવવામાં આવ્યું છે. જેમાં કફ પિત્ત અને વાયુ એમ ત્રણ વિભાગોમાં શરીરની પ્રકૃતિને વહેંચવામાં આવી છે. ત્રણેય દોષોમાંથી કોઈ પણ એક દોષ વધે તો બીમારીની શરૂઆત થાય છે. તેવા સમયે ગિલોય ને આયુર્વેદમાં ત્રિદોષનાશક એટલે કે કપ પિત્ત અને વાયુ એમ ત્રણેય પ્રકૃતિઓને સમતોલ રાખતી ઔષધિ તરીકે ગુણકારી માનવામાં આવે છે.
કોરોના કાળમાં ઉપયોગ વધતા હવે નર્સરીઓમાં પણ ગિલોયના રોપા મળી રહેતા હોય છે. લોકોમાં આ ઔષધિ બાબતે જાગૃતિ આવતા બજારમાં માંગ વધે છે જેના કારણે નર્સરીઓમાં છોડ ₹30 થી લઈને 50 રૂપિયા સુધીની કિંમતે મળી રહ્યા છે અને લોકો પોતાના કિચન ગાર્ડનમાં સ્થાન પામી રહ્યા છે.
ગીલોયના ગુણો અને ઉપયોગ
ગીલોયને ત્રણ રીતે આરોગવામાં આવે છે એક સુકવીને પાવડર બનાવીને, બીજી તાજી ગીલોઈને પેસ્ટ બનાવીને જ્યુસ સ્વરૂપે અને ત્રીજું સમગ્ર પ્રકાંડ અને પર્ણોને પેસ્ટ અથવા તો સુકવીને પાવડર બનાવીને આરોગી શકાય છે.
- શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે
- તાવ માટે
- ચામડી ના રોગ માટે,
- પાચન ક્રિયા સુધારવા માટે
- યકૃત ની બીમારી માટે
- મધુ પ્રમેહ માટે
- ધાતુ રોગ માટે
- વારંવાર થતા દસ્ત માટે
- સદાય યુવાન રહેવા માટે ચામડી પર કરચલી ન પડવા દેવા માટે
- ત્રિદોષ પિત્ત અને વાયુ ત્રણેયને બેલેન્સ રાખવા માટે
- હિમોગ્લોબીન ની ઉણપ વાળા લોકો માટે
- ઇમ્યુનિટી પાવર વધારવા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા
- ચોમાસામાં થતા વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચવા માટે
કોરોના કાળ સમયે આવેલી ગીલોય બાબતે જાગૃતિના કારણે ગિલોય ને હવે લોકો નજીકથી ઓળખતા થઈ ગયા છે, અમે પણ અમારા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનાઓમાં જરૂર મુજબ લોકોને ગીલોઇ અને વિવિધ સ્વરૂપે આપીએ છીએ અને લોકો પોતે પણ હવે જાગૃત થઈને ગિલોઈ નો ઉપયોગ કરી તંદુરસ્ત રહેતા શીખી ગયા છે – ડો.અમી (જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા,નવસારી)
આ પણ વાંચો : મેગ્નેશિયમ માત્ર કેમિસ્ટ્રી લેબમાં જ નહીં પણ આપણા શરીર માટે પણ જરૂરી છે, તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરો
પુરાના આયુર્વેદકાળથી અસ્તિત્વમાં આવેલી અમૃતવેલ પણ કહેવામાં આવે છે અમૃત એટલે ક્યારેય મૃત ન થાય તેવું તત્વ અને એવા જ ગુણ ધરાવતું ગીલોય કોઈ પણ ભાગમાં જોવા મળતું ઔષધ છે જરૂર છે ગીલોયનો ઉપયોગ કરીને તંદુરસ્ત રહેવાની.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત)