જાગતાની સાથે જ હથેળી જોવો છો કે મોબાઈલ, વોટ્સએપ-ફેસબુક જોવાથી બની શકે છે જીવન અંધકારમય, જાણો ક્યારે અને કેટલું જોવું

|

Mar 20, 2022 | 12:36 PM

સવારે ઉઠતાની સાથે જ તમે મોબાઈલની સ્ક્રીન પર જોશો તો આંખો પર દબાણ આવે છે. આંખો અંધ થઈ જાય છે. જેના કારણે તેમની તબિયત બગડવા લાગે છે. મોબાઈલ કે લેપટોપ પર લાંબો સમય કામ કરવાથી આંખો શુષ્ક થઈ જાય છે.

જાગતાની સાથે જ હથેળી જોવો છો કે મોબાઈલ, વોટ્સએપ-ફેસબુક જોવાથી બની શકે છે જીવન અંધકારમય, જાણો ક્યારે અને કેટલું જોવું
Eye care(Image-The Alarm)

Follow us on

જો તમને સવારે ઉઠીને સૌથી પહેલા મોબાઈલ (Mobile) જોવાની ટેવ હોય તો તે તમને મોંઘી પડી શકે છે. મોબાઈલ જોવાની ટેવના કારણે અનેક લોકો ગંભીર બીમારીઓની લપેટમાં આવી રહ્યા છે. દિલ્હીની એપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલના (Apollo Spectra Hospital) નેત્ર ચિકિત્સક ડૉ. કાર્તિકેય સાંગલ મોબાઈલ બ્લુ લાઈટના ગેરફાયદા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવી રહ્યાં છે.

ડૉ. કાર્તિકેય કહે છે, “તમારી આંખો આખી રાત આરામ કરે છે. સવારે ઉઠતાની સાથે જ તમે મોબાઈલની સ્ક્રીન પર જોશો તો આંખો પર દબાણ આવે છે. આંખો અંધ થઈ જાય છે. જેના કારણે તેમની તબિયત બગડવા લાગે છે અને ઉંમર પહેલા કરચલીઓ દેખાવા લાગે છે. લાંબા સમય સુધી મોબાઈલ જોવાથી આંખો લાલ થવી, શુષ્કતા, બળતરા, ઈન્ફેક્શન, માથાનો દુખાવો, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટિસ, બ્લડ પ્રેશરની સમસ્યા શરૂ થાય છે.

મોબાઈલને લાંબો સમય જોવાથી કામ પર ધ્યાન ઓછું થઈ જાય છે અને બેચેની વધે છે. આંખો એક મર્યાદા સુધી જ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જ્યારે તમે લાંબા સમય સુધી આંખો પર દબાણ રાખો છો, તો પછી લાલાશ, બળતરા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ શરૂ થાય છે. ઓનલાઈન ક્લાસના કારણે હવે બાળકોને પણ આ સમસ્યા થવા લાગી છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

આંખોને મોબાઈલની બ્લુ સ્ક્રીનથી કેવી રીતે બચાવવી

આજકાલ લોકો લેપટોપ પર કલાકો સુધી કામ કરે છે અને બ્રેક લેવાનું ધ્યાન રાખતા નથી. મોબાઈલ કે લેપટોપ પર લાંબો સમય કામ કરવાથી આંખો શુષ્ક થઈ જાય છે. જેનાથી આંખોનું રક્ષણ ઓછું થઈ જવાથી આંખમાં ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. જો તમારું કામ એવું છે કે તમે મોબાઈલ કે લેપટોપ પર કામ કરવાનું બંધ કરી શકતા નથી, તો વચ્ચે બ્રેક લો અને આંખો પર આઈ ડ્રોપ્સ નાખતા રહો. દર બે કલાકે દસ મિનિટનો બ્રેક લઈને આંખોને આરામ આપો. આંખો આનાથી વધુ તણાવ સહન કરી શકતી નથી. જો તમે આટલું લાંબો ગેપ ન લઈ શકો તો દર વીસ મિનિટે બે મિનિટનું ગેપ લો, જેથી આંખોને આરામ મળે.

તમારી આંખોની આ રીતે રાખો જાળવણી

તમારી આંખો એક મિનિટમાં 20 વખત ઝબકાવો. કામના કારણે લોકો આંખો ઝબકાવાનું ભૂલી જાય છે. આંખોને શુષ્કતાથી બચાવવા માટે ભૂલ્યા વિના આંખ ઝબકાવવાની ટેવ પાડો.

ઓફિસમાં તમે શિયાળામાં હીટર અને ઉનાળામાં એસીમાં કામ કરો છો, આના કારણે પણ આંખો સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં, આંખોને બચાવવા અને તેની ભેજ જાળવી રાખવા માટે, તમે કામની વચ્ચે આંખોમાં આઇડ્રોપ્સ મૂકી શકો છો.

જો તમે રાત્રે મોબાઈલ કે લેપટોપ પર મૂવી જોતા હોવ તો રૂમની લાઈટ બંધ ન કરો, તેનાથી આંખો પર વધુ તાણ આવે છે. તમારા રૂમની લાઈટ ચાલુ રાખીને મોબાઈલમાં મૂવી જુઓ.

આંખોને સ્વસ્થ રાખવા માટે રંગબેરંગી ફળો જેમ કે સફરજન, દ્રાક્ષ, મોસંબી ખાઓ. આ આંખો માટે શ્રેષ્ઠ એન્ટી-ઓક્સિડેન્ટ છે. પૌષ્ટિક ખોરાક લો. પૂરતી ઊંઘ લો.

આ પણ વાંચો: Eye Care : સ્ક્રીન ટાઈમમાં આંખો પર પડી છે ખરાબ અસર, તો આહારમાં સામેલ કરો આ ખોરાક

આ પણ વાંચો: Eye care tips: આંખને સ્વસ્થ રાખવા માટે આ 5 વસ્તુનું કરો સેવન

Next Article