Lipstick Side effect : લિપસ્ટિક ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો, નહિ તો સ્વાસ્થ્યને નુકસાન થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 6:08 PM

દરેક છોકરીઓને લિપસ્ટિક લગાવવાનું પસંદ હોય છે. લિપસ્ટિક (Lipstick ) ચેહરાની રંગતમાં વધારો કરે છે. છોકરી (Girls)ઓ તેમના ડ્રેસ અને સ્ટાઈલ પ્રમાણે લિપસ્ટિકના શેડ પસંદ કરે છે. મહિલાઓની પાસે એક કલરના અનેક શેડ હોય છે. કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ શરીર માટે તો નુકસાનકારક (Harmful) હોય છે

Lipstick Side effect : લિપસ્ટિક લગાવવી દરેક મહિલાને પસંદ છે. છોકરીઓ (Girls) તેમના ડ્રેસ અને સ્ટાઈલને ધ્યાને રાખી લિપસ્ટિક (Lipstick )નો શેડ પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો  કે, લિપસ્ટિક (Lipstick )નું કેમિકલ (Chemical)શરીર માટે કેટલું હાનિકારક (Harmful) છે.

દરેક છોકરીઓને લિપસ્ટિક લગાવવાનું પસંદ હોય છે. લિપસ્ટિક (Lipstick )તમારા ચેહરાની રંગતમાં વધારો કરે છે. છોકરી (Girls)ઓ તેમના ડ્રેસ અને સ્ટાઈલ પ્રમાણે લિપસ્ટિકના શેડ પસંદ કરે છે. મહિલાઓની પાસે એક કલરના અનેક શેડ હોય છે. કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ શરીર માટે તો નુકસાનકારક (Harmful)હોય છે પરંતુ લિપસ્ટિક (Lipstick ) સૌથી વધુ હાનિકારક હોય છે, લિપસ્ટિક લગાવ્યા બાદ આપણે ખાઈ-પીએ છે. લિપસ્ટિક (Lipstick )માં રહેલા કેમિકલ (Chemical)તમારા મોઢામાંથી શરીરની અંદર પહોંચે છે. આવો જાણીએ લિપસ્ટિક આપણા સ્વાસ્થય (Health)માટે કેટલું નુકસાનકારક છે.

 

લિપસ્ટિક ખરીદતી વખતે આ વાતોનો ખાસ ધ્યાન રાખો

લિપસ્ટિક (Lipstick )માં અનેક પ્રકારના કેમિકલ (Chemical)પ્રોડક્ટ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. લિપસ્ટિક (Lipstick )માં મેંગેનીઝ, કેડમિયમ, એલ્યુનમિનિયમ હોય છે. જ્યારે આપણે જમતા હોઈએ છીએ ત્યારે લિપસ્ટિક આપણા મોંની અંદર જાય છે. માટે લિપસ્ટિક ખરીદતી વખતે આ સામગ્રીનું ધ્યાન રાખો જે પ્રોડક્ટમાં આ વસ્તુઓ સામેલ છે તે બિલકુલ ખરીદશો નહી.

લિપસ્ટિક ખરીદતી વખતે સાવચેતી રાખો

  • લિપસ્ટિક લગાવતા પહેલા પેટ્રોલિયમ જેલી અથવા લિપ બામ લગાવો, જેનાથી સાઈડ ઈફેક્ટ ઓછી થાય છે
  • લિપસ્ટિક ખરીદતી વખતે નુકસાનકારક પ્રોડક્ટ વિશે જાણવાનું ધ્યાન રાખો
  • હંમેશા સારી બ્રાન્ડની લિપસ્ટિક ખરીદો જેનાથી તમારા સ્વાસ્થયને ઓછું નુકસાન થશે
  • હંમેશા ડાર્ક લિપસ્ટિક ખરીદવાનું ટાળો કારણ કે હેવી મેટલ્સ ડાર્ક શેડમાં વધુ હોય છે

લિપસ્ટિક (Lipstick )માં લેડની માત્રા વધુ હોય છે. જેના કારણે હાઈપરટેશન અને હાર્ટ સંબંધી બીમારીઓ પણ થઈ શકે છે. જેમાં  અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ હોય છે. જે શરીર માટે નુકસાનકારક છે. લિપસ્ટિકમાં પૈરાબીન નામનું પ્રઝર્વેટિવ હોય છે જેના કારણે કેન્સર જેવી બીમારીઓ થવાનો ભય વધારે છે. ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધુ રહે છે. આ સિવાય બિસ્મથ ઑક્સીક્લોરિઝ નામનું પ્રિઝર્વેટિવ્સ હોય છે. જેના કારણે બીમાર થઈ શકો છો. તેનાથી ધણા લોકોમાં એલર્જી પણ થાય છે.જો તમે પ્રેગન્ટે છો તો લિપસ્ટિક (Lipstick ) લગાવવાનું ટાળો. આ સમય દરમિયાન સસ્તી લિપસ્ટિક (Lipstick )બિલકુલ ન ખરીદશો, તમે હર્બલ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છે.

નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો : Dreams : માત્ર સપના જોવામાં જિંદગીના આટલા વર્ષો ખર્ચ કરે છે માણસ, જાણો સપના સાથે જોડાયેલું રોચક તથ્ય

g clip-path="url(#clip0_868_265)">