Dreams : માત્ર સપના જોવામાં જિંદગીના આટલા વર્ષો ખર્ચ કરે છે માણસ, જાણો સપના સાથે જોડાયેલું રોચક તથ્ય
નેશનલ સ્લીપ ફાઉડેનશન (National Sleep Foundation) ના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિ રાત્રે સરેરાશ 4 થી 6 વખત સપના જુએ છે. આપણે એક વર્ષમાં 1460 થી 2190 વખત સપના જોઈએ છીએ.
Dreams : સપનાઓની એક મહત્વની વાત છે કે, આપણા જીવનકાળ (Lifetime) માં જેટલા સપના જોઈએ છીએ તેમાંથી 90 ટકા સપનાઓ ઉઠ્યા બાદ ભુલાય જાય છે. સપના (Dreams) વિશે જોડાયેલું રોચક તથ્થ જાણો.એક વ્યક્તિ તેમના સમગ્ર જીવનકાળમાં સરેરાશ 6 વર્ષ સુધી સપના જુએ છે.
સપના (Dreams) નિશ્ચિત રુપથી એક ખુબ જ દિલચસ્પ વિષય છે. કલાકારોથી લઈ લેખક સુધી તેમજ ફિલોસોફર (Philosopher) થી લઈ વૈજ્ઞાનિક સુધી તમામ લોકો સપનાઓ પર વાત કરવાનું પસંદ કરે છે. આ સિવાય લોકો સપનાઓ જાણવા માટે ખુબ જ ઈચ્છુક હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે, અંતે આ સપનાઓ કેમ દેખાય છે અને સચ્ચાઈ એ છે કે, વૈજ્ઞાનિકો (Scientists) ની પાસે પણ તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. પરંતુ આ સવાલો સાથે જોડાયેલી એવી કેટલીક માહિતી હોય છે જેને જાણી તમે પણ હેરાન થઈ જશો.
એક વર્ષમાં આપણે કેટલી વખત સપના જોઈએ
નેશનલ ઈન્સ્ટીયૂટ ઓફ હેલ્થના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, આપણે રાત્રે સુતી વખતે 2 કલાક સુધી સપના જોઈએ છીએ. તે હિસાબે જોઈએ તો એક વર્ષમાં 730 કલાક (અંદાજે એક મહીના) સપના જુએ છે. તેનો સીધો મતલબ એ છે કે, એક વ્યક્તિ તેમના સમગ્ર જીવનકાળ (Lifetime) માં સરેરાશ 6 વર્ષ સુધી સપના જુએ છે.
90 ટકા સપના યાદ રહેતા નથી
સપના(Dreams) ની એક ખાસ વાત એ છે કે, આપણે આપણા જીવનકાળમાં જેટલા સપના જોઈએ છીએ, તેમાંથી 90 ટકા સપના જાગ્યા બાદ ભૂલી જાઈએ છીએ. ઉંધ દરમિયાન આપણે જે સપના જોઈએ છીએ તેમની શરુઆત વિશે જાણતા નથી. કહેવાનો મતલબ એ કે, જ્યાંથી આપણું સપનું ક્યાંથી શરુ થયું તેના વિશે આપણે કંઈ પણ યાદ રહેતું નથી. સપનું સારું કે ખરાબ હોય તો તેના એન્ડ વિશે યાદ રહી જાય છે.
આપણી નીંદર 2 ભાગમાં વહેંચાયેલી છે. REM (Rapid Eye Movement) અને NREM (Non-Rapid Eye Movement). REM તે અવસ્થા છે જે આપણા સુવાથી શરુ થાય છે. આ દરમિયાન આપણે ઉંડી ઉંધમાં નથી હોતા આપણું મગજમાં હલચલ કર્યા કરે છે. કહેવામાં આવે છે કે, નીંદરની આ અવસ્થામાં જ સપના જોવા મળે છે. જ્યારે આપણે ઉંડી નીંદરમાં હોય તે અવસ્થાને NREM કહેવામાં આવે છે.
આ પણ વાંચો : Chanakya Niti : નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે આ ચાર બાબતોને અનુસરો, હંમેશા પ્રગતિ મળશે