Health: સાઈલેન્ટ Heart attackના હોય છે આ લક્ષણો, આ રીતે રાખો સાવચેતી
ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સાઈલેન્ટ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ઘણા કેસમાં હાર્ટની કોઈ બીમારી હોતી નથી તેમ છતાં પણ સાઈલેન્ટ હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટની બીમારી ખુબ જ વધી રહી છે. કોવિડ મહામારી બાદ હાર્ટ ડિસિઝમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે 30થી ઓછી ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. જેમાં ઘણી વખત વ્યક્તિ મોતને પણ ભેટે છે. ઘણા કેસમાં હાર્ટ એટેક સાઈલેન્ટ પણ હોય છે. મોટાભાગના લોકોને લાગે છે કે સાઈલેન્ટ હાર્ટ એટેકના કોઈ લક્ષણ હોતા નથી પણ શું ખરેખર એવું છે?
ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સાઈલેન્ટ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ઘણા કેસમાં હાર્ટની કોઈ બીમારી હોતી નથી તેમ છતાં પણ સાઈલેન્ટ હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. આવું થવા પર હાર્ટમાં દુખાવો થતો નથી તો પણ હાર્ટ એટેક આવે છે. ઘણા કેસમાં સાઈલેન્ટ હાર્ટ એટેક પણ મોતનું કારણ બની જાય છે. આ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. જો કે 50 વર્ષથી વધુ ઉંમર બાદ તેનું જોખમ વધારે હોય છે. મહિલાઓની તુલનામાં પુરૂષોમાં સાઈલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધારે રહે છે.
આ પણ વાંચો: એલોવેરા શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે, થઈ શકે છે અનેક સમસ્યા
50 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં ડાયાબિટિઝની સમસ્યા પણ રહે છે. ત્યારે ઓટોમોનિક સમસ્યાના કારણે ડાયાબિટિઝના દર્દીઓને હાર્ટમાં દુખાવાની ખબર પડતી નથી. ત્યારે સાઈલેન્ટ હાર્ટ એટેક આવી જાય છે, જેની પહેલાથી જાણ થતી નથી પણ સાઈલેન્ટ હાર્ટ એટેકના ઘણા લક્ષણ હોય છે.
જાણો સાઈલેન્ટ હાર્ટ એટેકના લક્ષણ
- થાકી જવું
- અચાનક પરસેવો આવવો અને શરીર ઠંડુ લાગે
- શ્વાસ ચઢવો
- પેટમાં દર્દ
- આ કારણે વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ
કાર્ડિયોલોજિસ્ટ ડો. બલવીર સિંહ મુજબ ખાનપાનની ખોટી આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ધ્રૂમપાન કરવુ અને દારૂનું સેવન પણ તેનું મોટુ કારણ છે. તે સિવાય ભોજનમાં ફેટની વધારે માત્રા અને માનસિક તણાવ પણ હાર્ટ ડિસિઝનું મોટુ કારણ છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે ખાનપાનનું ધ્યાન રાખો. દરરોજ હળવી કસરતો કરો અને માનસિક તણાવ ના લો. આ વાતનું ધ્યાન રાખવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે.