Health Tips: શું તમે ક્યારેય સાંભળ્યું છે કાળા લસણ વિશે? તેના સ્વાદ અને સ્વાસ્થ્ય ફાયદા જાણીને હેરાન રહી જશો

Black Garlic Benefits: કાળું લસણ એક સુપરફૂડ છે. જે ધીમે ધીમે વિશ્વમાં લોકોના સ્વાસ્થ્ય માટે વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

Health Tips: શું તમે ક્યારેય સાંભળ્યું છે કાળા લસણ વિશે? તેના સ્વાદ અને સ્વાસ્થ્ય ફાયદા જાણીને હેરાન રહી જશો
Know the health benefits of Black garlic
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 7:47 AM

લસણનો ઉપયોગ સામાન્ય રીતે વાનગીઓ માટે થાય છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતું છે. લસણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ એક સુપરફૂડ છે જે મોટા પ્રમાણમાં પોષક તત્વો પ્રદાન કરે છે. જો કે લસણન અન્ય મસાલાઓના સ્વરૂપમાં અને ઓછી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

પરંતુ આજે અમે તમને એવા લસણ વિશે વાત કરવાના છીએ, જેના વિશે તમે સાંભળ્યું નહીં હોય. લસણનો બીજો વિકલ્પ છે, જે છે કાળું લસણ (Black Garlic). તેની ગંધ એટલી તેજ અને સ્વાદ એટલો તીખો નથી હોતો. પરંતુ ધીમે ધીમે તે વિશ્વમાં લોકોના સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડ (SuperFood) તરીકે ઉભરી રહ્યું છે.

કાળા લસણના ગુણ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કાળા લસણમાં (Black Garlic) હાઈ બ્લડ પ્રેશર સામે લડવાની ક્ષમતા હોય છે. તે પ્રોટીન અને બી વિટામિન્સથી પણ ભરપૂર છે. પરંતુ આ સિવાય, તે કોલેસ્ટ્રોલ, ટાઇપ 2 ડાયાબિટીસ, થાક અને તણાવના જોખમને ઘટાડવા માટે સુપરફૂડ તરીકે કામ કરે છે.

બીજી બાજુ, તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. તે પાચનને પ્રોત્સાહન આપે છે, ઊર્જા પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

કાળા લસણમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. આ સિવાય તેમાં વિટામિન સી હોય છે. તે વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

કાળું લસણ એમિનો એસિડ પ્રદાન કરે છે. તેમાં આર્જીનાઇન અને ટ્રિપ્ટોફનનો સમાવેશ થાય છે. એમિનો એસિડ એક આવશ્યક તત્વ છે. શરીર પોતે તેને બનાવતું નથી. તેથી ખોરાક દ્વારા તેનો સમાવેશ કરવો જરૂરી છે. આ જ કારણ છે કે તેને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તે હૃદયની બીમારીઓને રોકવામાં મદદ કરે છે. તે ધમનીઓની સ્થિતિ સુધારવામાં મદદ કરે છે, કારણ કે તે લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.

કાળા લસણની બીજી ગુણવત્તા એ છે કે તે પ્રોટીન અને કોલેજનનો સ્ત્રોત છે. ત્વચાના સ્વાસ્થ્ય માટે કોલેજન મહત્વપૂર્ણ છે. પ્રોટીન સાંધા અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

કાળું લસણ ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. તે ખોરાકમાં વિશેષ સ્વાદ ઉમેરે છે. કાળું લસણ સલાડ, ચિકન, ટોસ્ટ પર ફેલાવી શકાય છે અથવા પાસ્તામાં ઉમેરી શકાય છે.

કઈ રીતે તૈયાર થાય છે બ્લેસ લસણ

લસણને આથો આપીને કાળું લસણ તૈયાર કરવામાં આવે છે. તેનો સ્વાદ ઓછો તીખો હોય છે, પરંતુ પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. ન્યુટ્રિશનિસ્ટના મતે લસણને આથો આપ્યા બાદ ખાવાથી તેનું પોષણ વધે છે અને શરીર તેને સારી રીતે શોષી લે છે.

આ પણ વાંચો: Health: રાત્રી દરમ્યાન વર્ક આઉટ કરવું પડી શકે છે આરોગ્ય માટે ભારે, જાણો શું છે કારણ

આ પણ વાંચો: Covid Vaccine: માત્ર કોરોના જ નહીં પરંતુ અન્ય રોગોના મૃત્યુ દરમાં પણ થઈ રહ્યો છે ઘટાડો, જાણો કોરોના વેક્સિનને લઈને શું કહે છે નવો અભ્યાસ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">