Health: રાત્રી દરમ્યાન વર્ક આઉટ કરવું પડી શકે છે આરોગ્ય માટે ભારે, જાણો શું છે કારણ

અભ્યાસ મુજબ મોડી રાત્રે કામ કરવાથી એડ્રેનલ ગ્રંથી સક્રિય થાય છે અને તે એડ્રેનાલિન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આનાથી હૃદયના ધબકારા વધે છે અને સ્નાયુઓમાં ઓક્સિજનનું સ્તર પણ વધે છે.

Health: રાત્રી દરમ્યાન વર્ક આઉટ કરવું પડી શકે છે આરોગ્ય માટે ભારે, જાણો શું છે કારણ

શારીરિક રીતે ફિટ (Fit) રહેવા, માનસિક રીતે મજબૂત બનવા અને સ્વસ્થ રહેવા માટે વ્યાયામ અથવા કસરત (exercise) એ એક સરળ રીત કહેવાય છે. આ જ કારણ છે કે વજન ઘટાડવાથી લઈને બોડી શેપમાં રાખવા માટે લોકો એક્સરસાઈઝનો સહારો લેવાનું પસંદ કરે છે. જીમમાં જવા માટે વહેલી સવારે ઉઠવું અથવા ઘરે કસરત કરવી એ ઘણા લોકો માટે શક્ય નથી કે જેઓ રાત્રે ઓફિસ પછી જીમમાં જાય છે, જ્યારે ઘણા લોકો સૂતા પહેલા જ કસરત કરે છે.

 

પરંતુ, તાજેતરના કેટલાક અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે રાત્રે સૂતા પહેલા કસરત કરવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સમયના અભાવે ઘણા લોકો ઓફિસ વર્ક પછી કે પછી મહિલાઓ પણ ઘરના કામ માંથી ફ્રી થયા બાદ રાત્રીના સમયે વર્ક આઉટ કે જીમમાં જવાનું પસંદ કરતી હોય છે પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નિવડી શકે છે. અભ્યાસમાં રાત્રે કસરત કરવાથી બચવા માટે જણાવવામાં આવ્યું છે.

 

રાત્રે કસરત કરવાથી આ ગેરફાયદા થઈ શકે છે

આ અભ્યાસના આધારે સંશોધકોએ દાવો કર્યો છે કે સૂતા પહેલા કસરત કરવાથી હૃદયના ધબકારા ખૂબ જ વધી જાય છે, જેના કારણે રાત્રે ઉંઘવું મુશ્કેલ થઈ શકે છે. નિષ્ણાતો દાવો કરે છે કે વર્કઆઉટ પછી ડિહાઈડ્રેશન થાય છે અને શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર પણ વધે છે. તે જ સમયે જીમમાં લાઈટિંગ અને સંગીત જેવા કારણોને લીધે વ્યક્તિ સંપૂર્ણ રીતે સજાગ થઈ જાય છે અને લાંબા સમય સુધી ઊંઘી શકતો નથી.

 

રાત્રે કસરત કરવાથી ઊંઘ ઉડી શકે છે

વાસ્તવમાં આ અભ્યાસ મુજબ મોડી રાત્રે કામ કરવાથી એડ્રેનલ ગ્રંથિ સક્રિય થાય છે અને તે એડ્રેનાલિન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આનાથી હૃદયના ધબકારા વધે છે અને સ્નાયુઓમાં ઓક્સિજનનું સ્તર પણ વધે છે. આને કારણે રક્ત પરિભ્રમણ પણ ઝડપથી થાય છે અને તમને ઊંઘ નથી આવતી.

 

જેથી નિષ્ણાંતોનું માનીએ તો શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવું હોય તો રાત્રિ દરમ્યાન વર્ક આઉટથી દૂર રહેવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સવારના સમય દરમ્યાન જ કસરત કે એક્સરસાઈઝ કરવાનું પસંદ કરવું જોઈએ, જેથી તમે આખો દિવસ ઊર્જાસભર રીતે પસાર કરી શકો.

 

આ પણ વાંચો: Women Health : આ લક્ષણો સ્તન કેન્સરના હોય શકે છે, જાણીને તુરંત કરાવો ઈલાજ

 

આ પણ વાંચો: ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? જેનું અમદાવાદ પર તોળાઈ રહ્યું છે જોખમ, જાણો લક્ષણો, કારણો અને નિવારણ

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati