Knowledge : એક લિટર, બે લિટર કે ત્રણ લિટર…. જાણો તમારે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ ?

|

Aug 23, 2021 | 4:08 PM

પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે તમારે એક દિવસમાં કેટલું પાણી જોઈએ ?

Knowledge : એક લિટર, બે લિટર કે ત્રણ લિટર.... જાણો તમારે દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ ?
know how much water should you drink in a day

Follow us on

Knowledge : દરેક વ્યક્તિ જાણે છે કે પીવાનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એવું પણ કહેવાય છે કે, દરેક વ્યક્તિએ વધુમાં વધુ પાણી પીવું જોઈએ. પીવાનું પાણી સ્વાસ્થ્ય (Health) માટે ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે, કેટલું પાણી પીવું જોઈએ. કારણ કે મર્યાદા કરતા વધારે પાણી તમારા માટે હાનિકારક હોઈ શકે છે.

આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીએ છીએ કે આપણા શરીરમાં પહેલેથી જ કેટલું પાણી છે અને આપણને દરરોજ કેટલું પાણી જોઈએ છે. ઉપરાંત, તમે જાણશો કે પાણીની (Water) જરૂરિયાત કયા પરિબળો પર આધાર રાખે છે, જેથી તમે જાણી શકો કે તમારે દિવસમાં કેટલું પાણી પીવાની જરૂર છે.

આપણા શરીરમાં કેટલું પાણી છે?

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

WHOના અહેવાલ મુજબ, દરેક મનુષ્યના શરીરમાં 65 ટકા પાણી છે, એટલે કે આપણા શરીરમાં અડધાથી વધુ જથ્થો પાણી છે. શરીરનું અડધું વજન માત્ર પાણીને કારણે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિનું વજન 100 કિલો હોય તો સમજી લો કે તેમાં 65 કિલો પાણી છે. ઉપરાંત પાણીની માત્રા પણ દરેક ઉંમર અનુસાર અલગ અલગ હોય છે.

જો આપણે પુખ્ત વયના લોકો વિશે વાત કરીએ, તો તેમના શરીરમાં 65 ટકા પાણી હોય છે, જ્યારે વૃદ્ધ લોકોમાં 50 ટકા અને બાળકોમાં 80 ટકા હોય છે. આ પાણી શરીરની રચના માટે ફાયદાકારક છે અને તે ઘણા રોગોને શરીરથી દૂર રાખે છે.

દિવસમાં પાણીની કેટલી જરૂર છે ?

હવે વાત કરીએ કે તમારે આખા દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, દરેક વ્યક્તિનું શરીર અલગ છે અને આવી સ્થિતિમાં પાણીની જરૂરિયાત પણ અલગ છે. પરંતુ અમે તમને આજે જણાવીશુ કે તમારે શરીરના વજન પ્રમાણે કેટલું પાણી પીવું જોઈએ. ઘણા રિસર્ચ (Research) બહાર આવ્યું છે કે દરેક વ્યક્તિએ 20 કિલો વજન મુજબ એક લિટર પાણી પીવું જોઈએ.

ધારો કે તમારું શરીરનું વજન 70 કિલો છે, તો 20 કિલોના એક લિટર મુજબ, તમારે 3.5 લિટર પાણી પીવું જોઈએ. એવી જ રીતે જો તમારું વજન 80 કિલો છે તો તમારે 4 લિટર પાણી પીવું જોઈએ.

ઉપરાંત યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિસિન અનુસાર, એક મહિલાને દરરોજ 11.5 કપ પાણીની જરૂર પડે છે, જે લગભગ 2.7 લિટર છે. જ્યારે, એક પુરૂષને 15.5 કપ પાણીની જરૂર છે, જેનો અર્થ છે કે તેના શરીરને દરરોજ લગભગ 3.7 લિટરની જરૂર રહે છે.

જરૂરિયાત આ બાબતો પર આધાર રાખે છે

તમને જણાવી દઈએ કે, ઉપર જણાવેલ જરૂરિયાત દરેક શરીર માટે સમાન હોતી નથી. તે દરેક શરીર પર આધાર રાખે છે અને ઘણી વસ્તુઓ તેમના આહાર, જીવનશૈલી, આબોહવા (Climate) પર આધાર રાખે છે. રિપોર્ટ અનુસાર, પાણીનું પ્રમાણ તમે ક્યાં રહો છો, તમે કયા તાપમાનમાં રહો છો, તમે કયા વાતાવરણમાં રહો છો, તમે કેટલા એક્ટિવ છો, તમારું સ્વાસ્થ્ય, ગર્ભાવસ્થા વગેરે પર આધાર રાખે છે. ઉપરાંત આ શરતો અનુસાર, તમારી પાણીની જરૂરિયાત પણ સતત વધતી રહે છે.

 

આ પણ વાંચો: Health Tips : સ્વાસ્થ્ય માટે મહત્વનું છે ઓમેગા-3 ફેટી એસિડ, જાણો ફેટી ફુડના ફાયદા

આ પણ વાંચો: Best for Health: સફેદ મૂસળીનું નામ તો સાંભળ્યું જ હશે! પણ ગુણ જાણીને કહેશો ‘આ સ્વાસ્થ્ય માટે છે શ્રેષ્ઠ’

Next Article