શું વાત કરો છો! દાંતના દુખાવાની દવા છે તમારા રસોડામાં જ, જાણો આજે આ પાંચ રીતો

|

Jul 13, 2021 | 2:20 PM

દાંતમાં અચાનક દુઃખાવો થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે દાંતને યોગ્ય રીતે સાફ ન કરવા અથવા નિયમિત સમય પર ઊંઘતા પહેલા મીઠાઈ ખાવી અને મોઢું ન ધોવું.

શું વાત કરો છો! દાંતના દુખાવાની દવા છે તમારા રસોડામાં જ, જાણો આજે આ પાંચ રીતો
home remedies for sudden toothache

Follow us on

ઘણા લોકો દાંતના દુખાવાથી પરેશાન થાય છે. દરરોજ કોઈક વ્યક્તિ આ સમસ્યા સાથે હેરાન થાય છે. જો કે આપણે પોતે પણ આ સમસ્યાનું કારણ છે કારણ કે આપણે ન તો ખોરાક યોગ્ય રીતે ખાઈએ છીએ કે ના તો રાત્રે સૂતા પહેલા વારંવાર અથવા બ્રશ કરવાની આપણે આદત ધરાવીએ છે.

જ્યારે અચાનક દાંતના દુઃખાવાનો ઉપાય સરળ અને અસરકારક છે. પણ જો આ દાંતનો દુઃખાવો વધી જાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જ્યારે પીડા ઓછી હોય છે ત્યારે આ ઘરેલું ઉપાય અસરકારક છે. જો કે, જો લક્ષણો બે દિવસથી વધુ સમય સુધી ચાલુ રહે છે, તો તમારે તપાસ માટે દંત ચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ. અહીં 5 રીતો છે જેના દ્વારા તમે ઘરે દાંતના દુઃખાવાથી છુટકારો મેળવી શકો છો.

મીઠાના પાણીના કોગળા

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

દાંતના દુઃખાવાથી છૂટકારો મેળવવાનો આ સૌથી અસરકારક અને સરળ રસ્તો છે. તમારે ફક્ત ઉકળતા પાણીમાં મીઠું ઉમેરવાનું છે, તેને ઓગળવા દો અને પછી આ પાણીથી તમે કોગળા કરો. તે કુદરતી જીવાણુનાશક છે અને તમારા મોંમાંથી કણોને દૂર કરે છે.

કોલ્ડ કોમ્પ્રેસ

તમારા દાંતના દુઃખાવાનો ઇલાજ કરવાનો બીજો સરળ રસ્તો એ છે કે સોજાવાળા વિસ્તારને બરફથી શેક કરવો. જ્યાં દુઃખાવો થાય ત્યાં આઇસ પેક મુકો. આઇસ પેક એ વિસ્તારને સુન્ન કરશે અને પીડા ઘટાડશે.

લવિંગ

દાંતના દુખાવાનો ઉપચાર કરવાની એક પ્રાચીન પદ્ધતિ લવિંગ છે. તે ખૂબ ફાયદાકારક છે જે અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસવામાં આવે છે. તમે લવિંગ તેલ કાઢી શકો છો અને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી શકો છો, તે નિશ્ચિતરૂપે તમને પીડાથી રાહત આપશે.

ચાની થેલી

દાંતના દુખાવા માટે ફુદીનાના ટીબેગ ફાયદાકારક છે. અસર ઓછી થાય ત્યાં સુધી થોડી મિનિટો માટે અસરગ્રસ્ત વિસ્તાર સામે હળવા હૂંફાળું ટી બેગ મુકો. આ ઠંડક આપશે અને પીડા સુન્ન કરશે.

લસણ

લસણમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેનો ઉપયોગ દાંતના દુખાવાને દૂર કરવા માટે થઈ શકે છે. તમે લસણને ભૂકો કરી શકો છો અને અસરગ્રસ્ત ક્ષેત્ર પર તેને લગાવી શકો છો અથવા તમે લસણનો ટુકડો ચાવવી શકો છો. આ પીડાને દૂર કરશે અને સોજો ઘટાડશે.

 

આ પણ વાંચો: તમારા વર્ષો જુના સવાલનો આજે મળશે જવાબ! વજન ઘટાડવા શ્રેષ્ઠ શું? ઓટ્સ કે મ્યુસલી?

આ પણ વાંચો: Amla Juice Benefits: આમળાનો જ્યુસ છે ખૂબ જ ફાયદાકારક, જાણીને અચંબિત થઈ જશો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article