AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona New Variant ‘Delta Plus’: કોરોનાનો નવો પ્રકાર આવ્યો સામે, વૈજ્ઞાનિકોએ કહી આ વાત

કહેવામાં આવી રહ્યું છે કે આ નવો વેરિએન્ટ એટલો ખતરનાક છે કે તે સંક્રમણની સારવાર માટે વપરાતી મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલને પણ હરાવી શકે છે.

Corona New Variant ‘Delta Plus’: કોરોનાનો નવો પ્રકાર આવ્યો સામે, વૈજ્ઞાનિકોએ કહી આ વાત
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 15, 2021 | 10:30 AM
Share

ભારતમાં પહેલીવાર ડેલ્ટા વેરિએન્ટનો નવો પ્રકાર સામે આવતા મુસીબતના સંકેત મળી રહ્યા છે. આ બાબતને લઈને એક્સ્પર્ટે શંકા વ્યક્ત કરી છે કે આ તેનો નવો પ્રકાર AY.1 અથવા ડેલ્ટા + વધુ ભયાનક હોઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવો વેરિએન્ટ એટલો ખતરનાક છે કે તે સંક્રમણની સારવાર માટે વપરાતી મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલને પણ હરાવી શકે છે.

નવા મ્યૂટેશન K417N પણ મળ્યું

યુકે સરકારના હેલ્થ એન્ડ સોશલ કેર વિભાગની એક એક્ઝિક્યુટિવ એજન્સી પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના જણાવ્યા અનુસાર, નવો મ્યૂટેશન K417N એ 63 જીનોમ ડેલ્ટા સાથે મળી આવ્યું છે. વૈશ્વિક વૈજ્ઞાનિક પહેલ GISAID દ્વારા તેની ઓળખ કરવામાં આવી છે. ગયા શુક્રવાર સુધી અપડેટ થયેલા કોવિડ -19 વેરિએન્ટ અંગેના તાજેતરના અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતમાં 7 જૂન સુધીમાં ડેલ્ટા + ના 6 કેસ નોંધાયા હતા.

આ પહેલા આવો જ વેરિએન્ટ યુરોપમાં પણ મળ્યો હતો

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર નવા ડેલ્ટા-એવાય.1 વેરિએન્ટ ડેલ્ટા વેરિઅન્ટના નિયમિત સ્કેનિંગ દ્વારા મળી આવ્યું હતું. અહેવાલમાં જણાવાયું છે કે ઓછી સંખ્યામાં જાણીતા સિક્વન્સએ સ્પાઇક પ્રોટીન મ્યૂટેશને K417N ને પ્રાપ્ત કરી લીધું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પ્રકારનો ક્રમ અગાઉ માર્ચના અંતમાં યુરોપમાં મળી આવ્યો હતો.

મોનોક્લોનલ એન્ટિબોડીઝ સામે પ્રતિકાર

દિલ્હીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના ક્લિનિકલ અને કોમ્પ્યુટેશનલ બાયોલોજિસ્ટના ડો. વિનોદ સાકરીયાનું કહેવું છે કે K417N વિશેની અનોખી વાત એ છે કે તે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કાસિરીવીમૈબ અને ઇમદેવીમાબને પ્રતિકાર આપે છે. એન્ટિબોડીઝની આ કોકટેલને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દેશમાં વાયરસ સામેની સારવારમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

વેક્સિન અસરકારક હોવાનો હતો રિપોર્ટ

સ્કારિયાએ કહ્યું કે યુરોપ, એશિયા અને અમેરિકાના 127 સિક્વન્સ હવે જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. સ્કારિયાએ અહેવાલ આપ્યો છે કે હવે વિશ્વભરમાં ઉપલબ્ધ ઘણા જીનોમ્સ AY.1 કે B.1.617.2.1 વંશનો ભાગ હતા. અગાઉ રોગ નિયંત્રણ માટે નેશનલ સેન્ટર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે ડેલ્ટા વેરિએન્ટ ચેપ અટકાવવાના સંદર્ભમાં વેક્સિનની અસરકારકતા ઘટાડે છે. જો કે તેમના અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વેક્સિન કોરોના સામે હજી પણ ખૂબ અસરકારક છે.

આ પણ વાંચો: ખુશખબર: અમેરિકા નહીં પરંતુ સૌથી પહેલા ભારતમાં લોન્ચ થશે 90 % અસરકારક આ વેક્સિન!

g clip-path="url(#clip0_868_265)">